બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action against managers of AMOS Company in Botad Chemical Scandal

કાર્યવાહી / હાજીર હો ! બોટાદ કેમિકલકાંડમાં AMOS કંપની પર સકંજો, 4 સંચાલકોને પોલીસે મોકલ્યું સમન્સ, જાણો વિગત

Khyati

Last Updated: 11:19 AM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના બરવાળામાં ઝેરી કેમિકલ કાંડ મામલે પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી, લાયસન્સ રિન્યુ કરાવ્યા વિના ચાલતી AMOS કંપનીના સંચાલકો સામે કાર્યવાહી

  • બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસની કાર્યવાહી
  • AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસનું સમન્સ
  • AMOS કંપનીએ લાયસન્સ રિન્યુ નથી કરાવ્યુ 

બોટાદના બરવાળા લઠ્ઠાકાંડમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં છે. જેના લીધે લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુઆંક 46 થઇ ગયો છે. બોટાદમાં 33 અને ધંધુકામાં 13 મળીને કુલ 46 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. લઠ્ઠાકાંડમાં 93 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા 93માંથી 83 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તો બીજી તરફ આ મામલે ગુનાહિતોને સામે પોલીસે સકંજો કસ્યો છે.  

AMOS કંપનીના સંચાલકો સામે કાર્યવાહી

બોટાદના બરવાળામાં ઝેરી કેમિકલ કાંડ મામલે AMOS કંપની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસનું સમન્સ અપાયુ છે. ચારેયને  બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા  સમન્સ અપાયુ છે.  પંકજ પટેલ, સમીર પટેલ તથા રજિત ચોક્સી, ચંદુ પટેલને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે.

લઠ્ઠાકાંડમાં AMOS કંપનીનો શું છે રોલ

લઠ્ઠાકાંડનો આરોપી જયેશ કે જે કેમિકલ ચોરીને બુટલેગર સુધી પહોંચાડતો હતો.  આ આરોપી જયેશ AMOS કંપનીમાં કામ કરતો હતો. અમદાવાદના પીપળજમાં આ કંપની આવેલી છે.  આરોપી જયેશે બુટલેગરને મોકલેલા દારૂના જથ્થામાં કંપનીમાં ઉપલબ્ધ મિથેનોલનો ઉપયોગ કરાતો કે જે એક પ્રકારે ઝેર જ કહી શકાય. આ જથ્થો AMOS ફેક્ટરીમાંથી જ સપ્લાય કરાતો. વળી જાણવા મળ્યુ હતું કે AMOS કંપની AMCના લાયસન્સ રિન્યુ કર્યા વગર ચાલે છે. 

કોણ છે આરોપી સમીર પટેલ ?

AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે.  રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે.આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.

AMOS કંપનીમાંથી કેમિકલની કરતો ચોરી 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ