બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / acident between Lodra and Boruda village of Santalpur

ત્રિપલ અકસ્માત / પાટણના સાંતલપુરમાં બે કાર અને બાઈક અથડાતા એકનું મોત, બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

Dinesh

Last Updated: 03:58 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંતલપુરમાં લોદરા અને બોરૂડા ગામ વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અક્સ્માત સર્જાયો, બાઈક સવારનું ઘટનાસ્થળે નિપજ્યું મોત

  • સાંતલપુરના લોદરા અને બોરૂડા ગામ વચ્ચે અક્સ્માત 
  • બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત
  • અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે નિપજ્યું મોત


વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, ટ્રાફિકના વિવિધ નિયમોનું પાલન ન થતું હોવાથી કે પછી બેકાબૂ સ્પીડના કારણે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. પાટણના સાંતલપુરમાં લોદરા અને બોરૂડા ગામ વચ્ચે ગંભીર અક્સ્માત સર્જાયો છે. 

બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત
સાંતલપુરમાં બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અક્સ્માત સર્જાયું છે જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાધનપુર ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી 
અરરાટી ભર્યા અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો તેમજ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે. જો કે, સમગ્ર બનાવને લઈ વારાહી પોલીસે તપાસ હાથ ધરી છે. 

બોટાદના ઢસા ગામે રાજકોટ રોડ પર અકસ્માત 
બોટાદ-ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢસા ગામે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ ફુલ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ માતા અને પુત્ર એક્ટિવા લઈને લૌકિકના કામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ