બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / AC 16-17°C પર રાખતા પહેલાં જાણો તેના ગંભીર સાઇડ ઇફેક્ટ્સ
Last Updated: 02:57 PM, 9 June 2026
ઉત્તર ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં આકરો ઉનાળો પડી રહ્યો છે. ગરમીથી કંટાળી લોકો ઘરે પહોંચતાની સાથે જ એર કન્ડિશનર (AC)નું તાપમાન 16 કે 17 ડિગ્રી પર સેટ કરી દે છે, જેથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય. જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આદત શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી વીજળીનું બિલ પણ વધી શકે છે.
ADVERTISEMENT
જ્યારે વ્યક્તિ 40થી 45 ડિગ્રી તાપમાનમાં બહારથી આવે અને સીધો 16 ડિગ્રીના ઠંડા રૂમમાં બેસી જાય ત્યારે શરીરને તાપમાનમાં મોટો ફેરફાર સહન કરવો પડે છે. આ સ્થિતિને "થર્મલ શોક" કહેવામાં આવે છે.આ કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને રક્તપ્રવાહ પર અસર પડે છે. પરિણામે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને વારંવાર શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અથવા ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે.
ADVERTISEMENT
લાંબા સમય સુધી ખૂબ ઠંડા તાપમાને રહેવાના કારણે સ્નાયુઓમાં જકડાશ આવી શકે છે. ઠંડી હવા સતત શરીર પર પડતી રહે તો સાંધામાં દુખાવો, કમરનો દુખાવો અને મસલ્સમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.ખાસ કરીને આર્થરાઇટિસ, સાઇનસ અથવા સાંધાના દર્દથી પીડાતા લોકો માટે 16-17 ડિગ્રીનું તાપમાન વધુ તકલીફદાયક બની શકે છે. કેટલાક લોકોને માથાનો દુખાવો પણ શરૂ થઈ શકે છે, જે આગળ જતાં માઇગ્રેનનું સ્વરૂપ લઈ શકે છે.
ADVERTISEMENT
AC રૂમની હવામાં રહેલી ભેજ (મોઈશ્ચર) ઘટાડે છે. જ્યારે AC ખૂબ ઓછા તાપમાને ચાલે છે ત્યારે હવા વધુ સૂકી બની જાય છે.તેના કારણે ત્વચા સૂકી પડવી, ખંજવાળ આવવી અને ચામડીમાં તિરાડો પડવાની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત આંખોમાં રહેલી કુદરતી ભેજ ઘટી જતાં આંખોમાં બળતરા, લાલાશ અને ડ્રાય આઈઝની ફરિયાદ પણ વધી શકે છે.
ADVERTISEMENT
ઘણા લોકો માને છે કે ACને 16 ડિગ્રી પર રાખવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે અને વીજળી બચે છે. પરંતુ હકીકતમાં ACને ખૂબ ઓછા તાપમાને ચલાવવાથી કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધી જાય છે.પરિણામે મહિનાના અંતે વીજળીનું બિલ નોંધપાત્ર રીતે વધારે આવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ LPG સિલિન્ડરની સબસિડીમાં કાપ! જાણીતી યોજનાના લાભાર્થીને કેન્દ્ર સરકારનો ઝટકો
ADVERTISEMENT
ડોક્ટરો અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) મુજબ AC માટે 24થી 26 ડિગ્રી તાપમાન સૌથી યોગ્ય અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી.રૂમમાં આરામદાયક ઠંડક જળવાઈ રહે છે.વીજળીનો ખર્ચ ઓછો થાય છે.ACની કાર્યક્ષમતા પણ સારી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.