બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP gujarat demanded 10% reservation to OBC in local body elections

રાજકારણ / ગુજરાત કોંગ્રેસને ફટકો: 3 નેતાઓ AAPમાં સામેલ, આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કરી OBCને 10% અનામતની માંગ

Dhruv

Last Updated: 03:35 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં OBCને 10% અનામતની માંગ સાથે આજે અમદાવાદમાં AAP ગુજરાત દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. દરમ્યાન કોંગ્રેસના 3 નેતાઓ પણ AAPમાં જોડાયા.

  • OBCને 10 ટકા અનામત મળે એ માટે AAP દ્વારા માંગ
  • સરકાર OBC, ST, SC વિરૂદ્ધ માનસિકતા ધરાવે છેઃ AAP
  • આજે કોંગ્રેસના 3 નેતાઓ AAPમાં જોડાયા: AAP

અમદાવાદમાં આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે OBCને 10 ટકા અનામત મળે એ માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઇ છે. આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, 'અનામત માટે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી અનામત માટે રજૂઆત કરશે. અનામત અંગે રાજ્યપાલ દ્વારા નિર્ણય નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્ટના દ્વાર ખખડાવશે.' મહત્વનું છે કે, આમ, આદમી પાર્ટીમાં આજે કોંગ્રેસના ત્રણ નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસના સુરેશસિંહ ડાભી, પ્રકાશ તિવારી અને સુનિલ પટેલ AAPમાં જોડાયા હતા.

ચૂંટણી ટાણે રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જ્યારે-જ્યારે ચૂંટણીનું વર્ષ આવે છે ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે. ત્યારે બે દિવસ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને પૂંજા વંશે CMને પત્ર લખી OBC રીઝર્વેશનનું પ્રમાણ,બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચવા માંગ કરી હતી.

પૂંજા વંશે પણ CMને પત્ર લખ્યો હતો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ (Punja vansh) એ CMને પત્ર લખ્યો છે. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું કે, 'ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરી.'

10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ: અલ્પેશ ઠાકોર

વધુમાં OBC 10 ટકા અમલવારીના નિર્ણય અંગે અલ્પેશ ઠાકોરે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'કમિશનનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. સંવિધાન સાથે છેડા છે જેમાં વર્ગનું પ્રતિનિધિત્વ આવે છે. વર્ગના પ્રતિનિધિત્વ સામે અંન્યાય કહેવાય. 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ચૂંટણીપંચે એક તરફી નિર્ણય કર્યો છે. 
આ નિર્ણય રદ કરવાની વાત કરી રહ્યાં છે.'

10 ટકા OBC અનામત હટાવવાના નિર્ણય પર ભાવનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર

એ સિવાય આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા OBC અનામત હટાવવાના નિર્ણય પર ફેરવિચારણા કરવા કોંગ્રેસ તેમજ OBC ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ભાવનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. તેમજ જો આગામી સમયમાં પુનઃફેરવિચારણા કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ