બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Aadhaar number mandatory to get govt benefits-subsidies: UIDAI

ખુલાસો / સરકારી લાભ અને સબસિડી લેવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત - UIDAIની મોટી જાહેરાત

Hiralal

Last Updated: 10:28 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર આપનાર સંસ્થા UIDAIએ એક મોટો ખુલાસો કરતા એવું જણાવ્યું કે તમામ પ્રકારની સરકારી સબસિડી અને લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.

  • આધાર સંસ્થા UIDAIએ કરી મોટી જાહેરાત 
  •  સરકારી લાભ અને સબસિડી લેવા આધાર કાર્ડ ફરજિયાત 
  • આધાર નંબર વગર નહીં લઈ શકાય કોઈ સરકારી લાભ 
  • UIDAIએ તમામ મંત્રાલયો અને વિભાગોને આપ્યો આદેશ

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર અનુસાર, જો તમારી પાસે આધાર નંબર અથવા નોંધણી સ્લિપ ન હોય, તો તમે સરકારની સબસિડી અને લાભો મેળવવા માટે હકદાર ન હોઈ શકો.
યુઆઈડીએઆઈએ ગયા અઠવાડિયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોને એક પરિપત્ર જારી કર્યો હતો.

11 ઓગસ્ટે આધાર ઓથોરિટીએ બહાર પાડ્યો હતો પરિપત્ર
સરકારી લાભ અને સબસિડી લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત હોવાનું આધાર ઓથોરિટીએ 11 ઓગસ્ટે જારી કરેલા એક પરિપત્રમાં જણાવાયું હતું. 

આધાર નંબર ન તેઓ સરકારી સબસિડી કે લાભ ન લઈ શકે 
આધાર ઓથોરિટીના પરિપત્રમાં એવું પણ જણાવાયું હતું કે જે લોકો પાસે આધાર નંબર નથી અને જે લોકો પાસે આધાર નંબર નથી અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અને લાભોનો લાભ લઈ રહ્યા છે તેમના માટે આધારના નિયમોને કડક બનાવવા માટે આ પરિપત્ર 11 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર જે લોકો પાસે આધાર નંબર નથી તેઓ સરકારી લાભ કે સબસિડી લેવા હકદાર નથી.

તમામ મંત્રાલયો અને વિભાગોને આદેશ
આધાર ઓથોરિટીએ તમામ મંત્રાલયો અને વિભાગોને પણ આ આદેશની જાણ કરી દીધી છે. યુઆઈડીએઆઈ દ્વારા 11 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, આધાર કાયદાની કલમ 7માં હાલની જોગવાઈ છે, જે વ્યક્તિને આધાર નંબર સોંપવામાં આવ્યો ન હોય તેવી વ્યક્તિને "ઓળખના વૈકલ્પિક અને વ્યવહારિક માધ્યમો દ્વારા" લાભો, સબસિડી અને સેવાઓનો લાભ લેવાની સુવિધા પૂરી પાડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

AadharData UIDAI UIDAI news uidai service આધાર ઓથોરિટી આધાર કાર્ડ આધાર નંબર UIDAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ