બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / A worker crowding a bath in front of a storm, the skill to save even people drowning up to 100 feet deep, salute to the true heroes

NDRF / વાવાઝોડા સામે બાથ ભીડતા કર્મચારી, 100 ફૂટ ઊંડે સુધી ડૂબેલા લોકોને પણ બચાવી લે તેવું હુનર, સલામ છે સાચા હીરોને

Vishal Khamar

Last Updated: 07:52 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત સામે NDRF ની ટીમ તૈનાત કરવામાં આવતી હોય છે. ગીર-સોમનાથ જીલ્લામાં પણ NDRF ની ટીમ તમામ સાધનો સાથે સ્ટેન્ડ બાય જોવા મળી હતી.

  • બિપોરજોય વાવાઝોડાને પગલે NDRF ની ટીમ તૈનાત
  • ગીર-સોમનાથમાં પણ NDRF ની ટીમ તમામ સાધનો સાથે સ્ટેન્ડ બાય
  • કુદરતી આફત સામે અમે હંમેશાં તહેનાત- NDRF ટીમના ઇન્સ્પેક્ટર

જ્યારે પણ દેશમાં કુદરતી આફત આવે છે.  ત્યારે તે આફત સામે લોકોનું રક્ષણ કરવા માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) હર હંમેશા જીવનાં જોખમે તૈયાર રહે છે.  ત્યારે ગુજરાતનાં દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે.  તેમજ નીચાણવાળા વિસ્તારનાં લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી દેવામાં આવ્યા છે.

આધુનિક સાધનો સાથે NDRFની ટીમ તહેનાત

ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડું ટકરાવાની દહેશત છે.  જેને ધ્યાનમાં રાખી તમામ જગ્યા પર આધુનિક સાધનો સાથે NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.  ગીર-સોમનાથ જિલ્લામાં પણ NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.  તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે.  NDRFના જવાનોને છ મહિના સુધી સખત તાલીમ આપવામાં આવે છે.  100 ફૂટ ઊંડે સુધી ડૂબેલા લોકોને પણ બચાવી લે છે. ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે આ જવાનો બાથ ભીડે છે. 

સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એની ખાસ તાલીમ અપાઇ છે
ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે NDRFની ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે. NDRFના જવાનોને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ દરમિયાન કુદરતી આફત સામે કેમ લડવું, ક્યાં સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની ટીમ જ્યારે પણ બચાવ કામગીરીમાં જાય ત્યારે તેમની સાથે રાખવામાં આવે છે.

કુદરતી આફત સામે અમે હંમેશાં તહેનાત- NDRF ટીમના ઇન્સ્પેક્ટર
  દેશમાં કોઇ કુદરતી આફત આવે ત્યારે NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવે છે. દેશમાં વાવાઝોડું, પૂર, ભૂકંપ કે બિલ્ડિંગ પડી જાય ત્યારે અમારી ટીમ રેસ્ક્યૂ કરી લોકોના જીવ બચાવવા પ્રયાસ કરે છે. અમારાં સાધનોની વાત કરવામાં આવે તો બોટ, રસ્સા, કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે રાખવામાં આવે છે. અમારી ટીમના જવાનોને 6 મહિના સુધી સખત ટ્રેનિંગ આપવામાં આવે છે.. આ જવાન કોઈપણ કુદરતી આફત સામે જીવના જોખમે બાથ ભીડી રહી છે.. વાવાઝોડું હોય તો લોકો ઘરની અંદર કે સલામત સ્થળે જતા રહે છે પરંતુ આ જવાનો કોઈ પણ પરિસ્થિતિ પવન વરસાદ કે દરિયામાં ડૂબતા માણસને બચાવવા પોતાના જીવનો જોખમ કર્યા વગર કુદી પડતા હોય છે..સલામ છે આ સાચા હીરો ને..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ