ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં કરૂણાંતિકા, પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે દીકરીના મોત

શોક / કચ્છમાં કરૂણાંતિકા, પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે દીકરીના મોત

Published By: Mit Soni

Last Updated: 06:36 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ જિલ્લાના આડેસર ગામમાં એક એવી દુઃખદ ઘટના બની છે, જેને સાંભળીને તમારુ હૃદય કંપી ઊઠશે. 5 વર્ષની પુત્રી રમતા રમતા પાણીના ટાંકામાં ખાબકી હતી દીકરીને બચાવવા માટે માતા પણ પાણીમાં કુદી પડી હતી. પાણીમાં ડૂબી જવાથી બે પુત્રી સહિત માતાનું પણ મોત થયુ હતુ.

ADVERTISEMENT

આ ઘટના આડેસર ગામમાં બન્યો છે, જ્યાં 28 વર્ષની રૈયાબેન મકવાણા પોતાની બે નાની દીકરીઓ સાથે રહેતી હતી. ઘરના આંગણામાં રમતાં રમતાં 5 વર્ષની પુત્રી આરવી અચાનક પાણીના ટાંકામાં ખાબકી ગઈ. બાળકીને પાણીમાં પડતી જોઈને માતા પણ એક ક્ષણનો વિચાર કર્યા વગર ટાંકામાં કૂદી પડી. દીકરીને બચાવવા જતા માતાનું પણ મોત નીપજ્યુ હતું.

આ વચ્ચે બીજી દીકરી, નાની આયુશી ઉંમર આશરે 3 વર્ષ, પણ માતા અને બહેનને શોધતા ટાંકાની આજુબાજુ આવી ગઈ. તે પણ કઈ રીતે પાણીની નજીક આવી ગઈ તે કોઈને ખબર નહીં પડી, પરંતુ દુર્ભાગ્યવશ તે પણ પાણીમાં ખાબકી ગઈ. ત્રણેય રૈયાબેન અને તેમની બંને દીકરીઓ આરવી અને આયુશી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યાં.

ઘટનાની જાણ થતાં ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ. પાડોશીઓએ ટાંકામાંથી ત્રણેને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યા હાજર ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

vtv app promotion

આડેસર પોલીસ મથકે આ બનાવ અંગે “અકસ્માતે મોત” તરીકે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકીની સુરક્ષા માટે જરૂરી ઢાંકણ કે રક્ષણ વ્યવસ્થા હતી કે નહીં.

વધુ વાંચો: ભાડૂઆત મકાનની માલિકીને પડકારી શકે કે નહીં? સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો

આ ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે કે ઘરમાં કે આંગણામાં ખુલ્લા પાણીના ટાંકા હોય તો તેની સુરક્ષા માટે યોગ્ય ઢાંકણ કે રક્ષણ વ્યવસ્થા જરૂર રાખવી જોઈએ. એક નાની બેદરકારી કેટલા જીવ લઇ શકે છે, તેનો આ બનાવ જીવંત ઉદાહરણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Adesar Mother

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ