બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A threat has been made to blow up the Eiffel Tower in Paris. The Eiffel Tower has been fully evacuated following a bomb threat.

એલર્ટ / BIG BREAKING: પેરિસના એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી, એરિયા કરાવ્યો ખાલી

Pravin Joshi

Last Updated: 07:42 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરિસમાં એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે.

  • પેરિસમાં એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી 
  • એફિલ ટાવરને સંપૂર્ણ ખાલી કરાવવામાં આવ્યો 
  • ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવાયો 


પેરિસમાં એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર એફિલ ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા એફિલ ટાવરને બોમ્બની ધમકી મળી છે, જેના કારણે શનિવારે એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા હતા. બોમ્બની ધમકી બાદ ત્યાં હાજર લોકોને જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. સાઇટનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે બોમ્બ નિકાલ નિષ્ણાતો તેમજ પોલીસ એક માળ પર સ્થિત રેસ્ટોરન્ટ સહિત સમગ્ર વિસ્તારમાં તપાસ કરી રહી છે.

હજુ સુધી કોઈ પણ પ્રકારનો બોમ્બ મળવાની માહિતી મળી નથી

શનિવારે એવી માહિતી મળી હતી કે પેરિસના એફિલ ટાવર પર થોડા કલાકોમાં બોમ્બ વિસ્ફોટ થશે. માહિતી બાદ એફિલ ટાવરના ત્રણ માળને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતોની સાથે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. એક રેસ્ટોરન્ટમાં બોમ્બ છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ પછી તમામ લોકોને ટાવર છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ સહિત સમગ્ર ટાવરમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનો બોમ્બ મળવાની માહિતી મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

EiffelTower EiffelTowerthreat Paris alert bombthreat evacuated threat એફિલ ટાવર એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી Eiffel Tower has been fully evacuated following a bomb threat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ