બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / A temple of Lord Rama, where there is no bow and arrow in his hand

અયોધ્યા રામ મંદિર / ભગવાન રામનું એક એવું મંદિર, જ્યાં તેમના હાથમાં ધનુષ બાણ જ નથી, કારણ રસપ્રદ

Pooja Khunti

Last Updated: 09:51 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારથી ભગવાન રામે તીરંદાજીનું કૌશલ્ય મેળવ્યું ત્યારથી તેમણે ક્યારેય પોતાના ધનુષ અને બાણને અલગ કર્યા નથી. પરંતુ તમે અયોધ્યામાં એવું રામ મંદિર જોશો જ્યાં ભગવાન રામના હાથમાં ધનુષ અને બાણ નથી. જાણો આ મંદિર વિશે.

  • ભગવાન રામે ધનુષ અને બાણનો ત્યાગ કર્યો હતો
  • પાણી ગમે તેટલું વધે, મંદિરમાં પ્રવેશતું નથી
  • 400 વર્ષ જૂનો રામદરબાર

અયોધ્યામાં ભગવાન રામના ઘણા પ્રાચીન મંદિરો છે. અહીં આવતા જ તમને દરેક પગલે રામ ધૂન સાંભળવા મળશે. રામાયણમાં ભગવાન રામને ધનુષ ધારી તરીકે વર્ણવવામાં આવ્યા છે અને તેઓ તીરંદાજીમાં નિપુણ છે. જ્યારથી ભગવાન રામે તીરંદાજીનું કૌશલ્ય મેળવ્યું ત્યારથી તેમણે ક્યારેય પોતાના ધનુષ અને બાણને અલગ કર્યા નથી. પરંતુ તમે અયોધ્યામાં એવું રામ મંદિર જોશો જ્યાં ભગવાન રામના હાથમાં ધનુષ અને બાણ નથી. જાણો આ મંદિર વિશે. 

ભગવાન રામે ધનુષ અને બાણનો ત્યાગ કર્યો હતો
આયોધ્યાનું આ મંદિર ગુપ્તાર ઘાટમાં સ્થિત રામ જાનકીજીનું મંદિર છે. અયોધ્યાના ગુપ્તાર ઘાટ પર પહોંચતા જ તમને આ મંદિર દૂરથી જોવા મળશે. આ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા છે. તમને તેમના હાથમાં ધનુષ અને તીર જોવા નહીં મળે. તેની પાછળની માન્યતા એવી છે કે જ્યારે ભગવાન રામ સરયુમાં જલ સમાધિ લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે પોતાના ધનુષ અને બાણનો ત્યાગ કર્યો હતો. આ માન્યતાના આધારે અહીંના મંદિરમાં આવેલી રામ દરબારની મૂર્તિમાં ન તો ભગવાન રામે અને ન તો લક્ષ્મણજીએ ધનુષ્ય ધારણ કર્યું છે.

વાંચવા જેવું: રામ મંદિર આંદોલનમાં કષ્ટ પડે ત્યાં હનુમાન દૂત આવતા? કહાની બાબરી મસ્જિદની ટોચે બેઠેલા એક કપિરાજની

પાણી ગમે તેટલું વધે, મંદિરમાં પ્રવેશતું નથી
મંદિરમાં તમને ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિ ભગવાનના ચરણોમાં બેઠેલી જોવા મળશે. આ સિવાય મંદિરમાં તમને ઘણા પ્રાચીન શાલિગ્રામ દેવતાઓ પણ જોવા મળશે. આ મંદિરની એક ખાસ વાત એ છે કે જ્યારે સવારે મંદિરના દરવાજા ખુલે છે ત્યારે માતા સરયુ સૌથી પહેલા ભગવાન રામની મૂર્તિના દર્શન કરે છે. રામદરબારની મૂર્તિઓ એવી રીતે મૂકવામાં આવી છે કે તેમની સામે સરયુ નદી છે. જ્યારે સરયુનું પાણીનું સ્તર વધે છે, ત્યારે મંદિરની માન્યતા અનુસાર, તે ગુપ્તાર ઘાટના કિનારે આવે છે અને મંદિરનાં દ્વાર પર ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા પછી, તે ફરીથી પાછું જતું રહે છે. આ નજારો દર વર્ષે સાવન મહિનામાં વરસાદની મોસમમાં જોવા મળે છે. મંદિર સાથે જોડાયેલી એક લોક માન્યતા છે કે માતા સરયૂ, ભગવાનનાં દર્શન કર્યા બાદ પોતાના સ્થાન પર પાછા ફરે છે. પાણી ગમે તેટલું વધે, મંદિરમાં પ્રવેશતું નથી.

400 વર્ષ જૂનો રામદરબાર
આ મંદિર એ જ સ્થાન છે જ્યાં ભગવાન રામે જલ સમાધિ લીધી હતી. મંદિરનું નિર્માણ વિક્રમાદિત્યના સમયમાં થયું હોવાનું કહેવાય છે. સમયાંતરે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અહીંની રામદરબારની પ્રતિમા 400 વર્ષથી વધુ જૂની હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ