બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / ભારત / Hanuman Doot coming in Ram temple movement? Kahani Babri Masjid

Ayodhya ram mandir / રામ મંદિર આંદોલનમાં કષ્ટ પડે ત્યાં હનુમાન દૂત આવતા? કહાની બાબરી મસ્જિદની ટોચે બેઠેલા એક કપિરાજની

Kishor

Last Updated: 06:14 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર આંદોલનના 500 વર્ષનો ઈતિહાસ મહાબલી હનુમાનની અદૃશ્ય છાયાથી ક્યારેય મુક્ત રહ્યો નથી. આવો જાણીએ વિસ્તારથી

  • હનુમાનજી વગર તો રામ કથા અધુરી
  • 500 વર્ષનો ઈતિહાસ મહાબલી હનુમાનની અદૃશ્ય છાયાની હાજરી
  • હનુમાનજીએ સ્વયં પ્રગટ થઈને રામ મંદિરના નિર્માણનો રસ્તો બતાવ્યો!

મહાવીર હનુમાનજી વગર તો રામ કથા પુરી ન થાય. કારણ કે હનુમાનજી ભગવાન શ્રીરામજીના પરમ ભક્ત હતા. મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામના ત્રણેય લોકમાંથી સૌથી મોટા ભક્ત હનુમાનજી છે. એટલા માટે જ પૃથ્વી પર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. રામ મંદિર આંદોલનના 500 વર્ષનો ઈતિહાસ મહાબલી હનુમાનની અદૃશ્ય છાયાથી ક્યારેય મુક્ત રહ્યો નથી. આજે અમે તમારી સાથે  એવી ચાર ઘટનાઓ શેર કરવા જઈ રહ્યાં છીએ કે જેને જોઈને કહી શકાય કે હનુમાનજીએ સ્વયં પ્રગટ થઈને રામ મંદિરના નિર્માણનો રસ્તો બતાવ્યો હતો.

અયોધ્યામાં ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિ કરાઇ ફાઇનલ, જાણો કયા સ્વરૂપમાં દર્શન  આપશે રામલલા | shyam colored idol of lord- hri ram will be installed in  grand ram temple ayodhya
90 કારસેવકો વચ્ચે ભગવો ઝંડો લઈને વાનર ગુંબજ પર ચડી ગયો હતો

30 ઓક્ટોબર 1990નો આ દિવસ હતો. જ્યારે રામ મંદિર આંદોલનના તે ઐતિહાસિક દિવસે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત રામ મંદિર 'કાર સેવા'ને નિષ્ફળ બનાવવા માટે લગભગ 28,000 PAC જવાનોને અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા એવી હતી કે ઉત્તરના તત્કાલિન મુખ્ય પ્રધાન ડૉ. પ્રદેશ મુલાયમ સિંહ યાદવે દાવો કર્યો હતો કે "અયોધ્યામાં એક પક્ષી પણ મારી શકાતું નથી."

ખુબ જ ઓછા લોકો જાણે છે કે રામ મંદિર આંદોલનમાં વાનરોએ ભૂમિકા ભજવી હતી. 30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યાને ચારે બાજુથી સુરક્ષા દળોએ ઘેરી લીધું હતું. ત્યારે VHP કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા તો કેટલાકે વિરોધ શરૂ કર્યો પણ સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. પણ આ બધા વચ્ચે એક સાધુ જે બસ કેવી રીતે ચલાવવી તે જાણતો હતો તે પોલીસ બસની સીટ પર કૂદી ગયો અને બસથી બેરિકેટ તોડી નાખ્યા જેથી કાર સેવકોને આગળ વધવાનો મોકો મળ્યો. જેથી કેટલાક વિવાદિત માળખાના ગુંબજ પર ચઢી ગયા અને 'ભગવો ધ્વજ' ફરકાવ્યો. ધ્વજ ફરકાવતા જ સુરક્ષાકર્મીઓએ કારસેવકો પર લાઠીચાર્જ શરૂ કર્યો.જેથી કારસેવકોને પીછેહટ કરવી પડી હતી. પણ આ બધા વચ્ચે એક વાનરે મસ્જિદના મધ્ય ગુંબજ પર કબ્જો કરી લીધો હતો અને તે ધ્વજની રક્ષા કરતો જોવા મળ્યો. ત્યારે સુરક્ષાકર્મીઓએ પણ ભગવાન હનુમાનને વાનરના રૂપમાં જોયા હતા. આ વાનરે કલાકો સુધી ધ્વજની રક્ષા કરી હતી.

ત્યારે બાબરી મસ્જિદના મધ્ય ગુંબજ પર એક વાનર બેઠેલા જોવા મળ્યા હતા

1992માં બાબરી મસ્જિદના ગુંબજ પર ફરી એકવાર વાનર જોવા મળ્યો હતો. જે ફોટો ઇન્ડિયા ટુડેની લાઇબ્રેરીમાં છે. તસવીરમાં વાનર બાબરી મસ્જિદના મધ્યમાં બેઠેલો જોવા મળે છે. ફોટો 23 જુલાઈ 1992નો છે. જેને પ્રમોદ પુષ્કર્ણાએ ક્લિક કર્યો હતો. કારસેવકોની ઘાતકી હત્યા પછી મંદિર માટેની 'કારસેવા' સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ જુલાઈ 1992માં ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે કાર સેવકો અયોધ્યા પહોંચી ગયા હતાં. પણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. 1992માં લેવામાં આવેલી આ તસવીરમાં બાબરી મસ્જિદના મધ્ય ગુંબજ પર એક વાનર બેઠેલા જોવા મળે છે. આ ખાસ એટલા માટે બની ગયું કારણ કે 1990માં પ્રથમ કારસેવા દરમિયાન મસ્જિદના ગુંબજ પર ધ્વજ લઈને ફરતા વાનરની તસવીર તે સમયના તમામ અખબારોમાં છપાઈ હતી. શું તે એ જ વાનર હતો. જે 1990માં ગુંબજ પર આવ્યો હતો?

 
મંદિરના દરવાજા ખોલવાની પ્રેરણા વાનરે આપી હતી
અયોધ્યા મંદિર મામલે 1986માં રામ મંદિરનું તાળુ ખોલવામાં પણ તેની મહત્વની ભુમિકા રહી હતી. ફૈજાબાદ જિલ્લાના તત્કાલીન ન્યાયધીશે પોતાની આત્મકથામાં લખ્યું હતું કે 1 ફેબ્રુઆરી 1986માં ફેજાબાદ જિલ્લા ન્યાયધીશના રૂપમાં તેને જે નિર્ણય આપ્યો હતો તેમાં દેવીય શક્તિનો હાથ હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે બાબરી મસ્જિદનો દરવાજો ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે. જે દિવસે તાળુ ખોલવાનો આદેશ હતો એ દિવસે એક કાળો વાનર આખો દિવસ રૂમની છત પર રહ્યો હતો અને ઝંડા સ્તંભને પકડીને બેસી રહ્યો હતો. આ દરમિયાન અયોધ્યાવાસીઓએ આ વાનરને મગફળી અને ફળ પણ અર્પણ કર્યા હતા. પણ વાનરે એક પણ દાણો અડ્યો ન હતો. જ્યારે દરવાજા બંધ થયા ત્યારે વાનર જતો રહ્યો હતો.. જે જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

વધુ વાંચો:  500 વર્ષની આતુરતા અને ચાર જ મિનિટની એ ઐતિહાસિક ક્ષણ, એકીટશે જોતી રહી નજરો

ત્યાં 40 જેટલા વાનરો આવ્યા હતા
વાનરો અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ એટર્ની જનરલ કે પરાસરણે કે જેને રામ લલ્લા વિરાજમાન કેસની સફળતાપૂર્વક દલીલ કરી હતી. તેમને પણ રામ જન્મભૂમિ કેસના સંદર્ભમાં એક વીડિયોમાં વાનરો વિશે વાત કરી હતી. તેમને કહ્યું કે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે 9 નવેમ્બર 2019ના રોજ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.  જેમાં રામ મંદિરના નિર્માણ માટે 2.77 એકર જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ શનિવારના સંભળાવવામાં આવ્યો હતો અને સોમવારે તેમના ઘરની છત પર 30-40 વાનરો ક્યાંકથી આવી ગયા હતા. પરાસરણે લખ્યું છે કે હું બીજા માળની અગાસી પર હતો અને ત્યાં 40 જેટલા વાનરો આવ્યા હતા.. આ વાનરો મસ્ત મસ્તી કરતા હતા અને રમતા હતા. ભગવાન રામ તેમની દેખભાળ કરી રહ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ