બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / A replica of Lord Shri Ram was made by the sculptors of Gujarat

અયોધ્યા રામ મંદિર / સુરતમાં 9,999 હીરા જડિત રામ મંદિર, તો કચ્છમાં 70 ટનનું રામ રેત શિલ્પ, પ્રભુ રામને આવકારવા ગુજરાતીઓમાં જબરદસ્ત ઉત્સાહ

Vishal Khamar

Last Updated: 09:24 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રાજા શ્રી રામના મંદિર પ્રવેશ પૂર્વે સમગ્ર ભારત વર્ષમાં આગોતરી ઉજવણીનો અનેરો માહોલ ચાલી રહ્યો છે. તો કચ્છમાં પણ ગામની ગલીઓથી લઈ શહેરની શેરીઓમાં શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા કચ્છ વીશા ઓશવાળ સંસ્થા દ્વારા રેત શિલ્પની રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

  • અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો માહોલ
  • ભૂજમાં રામમંદિરનું રેત શિલ્પ તૈયાર કરાયું
  • સુરતમાં 9999 હીરાની દીવાલમાં રામમંદિરની બનાવી પ્રતિકૃતિ

ભૂજમાં રામમંદિરનું રેત શિલ્પ તૈયાર કરાયું
કચ્છ વિશા ઓશવાળ સંસ્થા દ્વારા આયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરની પ્રતિકૃતિ ભુજ ખાતે 70 ટન રેતીના ઉપયોગ કરી બનાવી છે. કચ્છના રેત શિલ્પકાર તેમજ સાથી કારીગરોની મદદ વડે ચોવીસ કલાક કાર્ય કરી  રેત શિલ્પની પ્રતિકૃતિ બનાવી છે.આ વિશે કવીઓ જૈન મહાજન સંસ્થાના પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે રેત શિલ્પની પ્રતિકૃતિના નિર્માણ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશુ

રામાયણના પ્રસંગોની 22 રંગોળી બનાવી આખી રામાયણ દર્શાવી 
વડોદરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. કલાકારોએ 60 ફૂટની રંગોળી દોરી ઉજવણી કરી હતી. રામ ભગવાનના મંદિરની આબેહૂબ રંગોળી બનાવી હતી. રામાયણના પ્રસંગોની 22 રંગોળી બનાવી આખી રામાયણ દર્શાવી હતી. છ દિવસની મહેનત બાદ રંગોળી તૈયાર થઈ હતી. સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે કાલથી નાગરિકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લુ મુકાશે. કલાકારોએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામને નમન કરતા હોય તેમ દર્શાવ્યા છે. 

વધુ વાંચોઃ છેલ્લા 57 વર્ષથી દ્વારકામાં ચાલી રહી છે અખંડ રામધૂન, ભૂકંપ અને વાવાઝોડા હોય કે પછી કોરોના મંદિરમાં આજ સુધી નથી લાગ્યું તાળું

9999 હીરાની દીવાલમાં રામમંદિરની બનાવી પ્રતિકૃતિ
રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા, સુરતના એક આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર કમ આર્ટિસ્ટે 9,999 હીરાનો ઉપયોગ કરીને ભગવાન રામ અને મંદિરની ભવ્ય પ્રતિકૃતિ બનાવી છે. હીરા ઉદ્યોગપતિએ 9999 હીરાનો ઉપયોગ કરીને હીરાની દીવાલ પર રામમંદિરની પ્રતિકૃતિ બનાવામાં આવી હતી અને જયશ્રી રામ લખવામાં આવ્યું હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ