બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Dwarka there has been continuous Ramdhun For the last 57 years even earthquakes and storms could not stop it

Vtv Special / છેલ્લા 57 વર્ષથી દ્વારકામાં ચાલી રહી છે અખંડ રામધૂન, ભૂકંપ અને વાવાઝોડા હોય કે પછી કોરોના મંદિરમાં આજ સુધી નથી લાગ્યું તાળું

Megha

Last Updated: 08:35 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી કૃષ્ણ ભૂમિ કહેવાતી એવી દ્વારકા નગરીમાં છેલ્લા 57 વર્ષથી રામભક્તો દ્વારા દિવસ-રાત અખંડ રામધૂન ચાલી રહી છે અને કોઈ ભૂકંપ, વાવાઝોડા કે કોરોના જેવા અવરોધો આ રામધૂનનો અવિરત પ્રવાહ રોકી શક્યા નથી.

  • દ્વારકા નગરીમાં તો લોકો છેલ્લા 1967થી રામના રંગમાં રંગાયેલ છે. 
  • 57 વર્ષથી રામભક્તો દ્વારા દિવસ-રાત અખંડ રામધૂન ચાલી રહી છે. 
  • આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અંહિયા કોઈ મૂર્તિ નથી.

Megha Gokani VTV : 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આખો દેશ આ ક્ષણની રાહ જોઈ રહ્યો છે. દરેક લોકો રામ નામના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. જો કે શ્રી કૃષ્ણ ભૂમિ કહેવાતી એવી દ્વારકા નગરીમાં તો લોકો છેલ્લા 1967થી રામના રંગમાં રંગાયેલ છે. 

કોઈ અવરોધો રામધૂનનો અવિરત પ્રવાહ રોકી શક્યા નથી
રણછોડરાય રણ છોડીને જ્યાં સ્થાયી થયા હતા, એવા દ્વારકામાં છેલ્લા 57 વર્ષથી રામભક્તો દ્વારા દિવસ-રાત અખંડ રામધૂન ચાલી રહી છે અને કોઈ ભૂકંપ, વાવાઝોડા કે કોરોના જેવા અવરોધો આ રામધૂનનો અવિરત પ્રવાહ રોકી શક્યા નથી. દ્વારકા સંકીર્તન મંદિરના સંચાલક એવા દુષ્યંત મીનનું કહેવું છે આ મંદિરની શરૂઆત પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. મહારાજના ગુરુ કાશ્મીરી બાબાની આજ્ઞાથી રામનામનો પ્રચાર કરવા માટે ઘર સંસારનો ત્યાગ કરીને તેઓ ભારતભ્રમણ માટે નીકળી પડ્યા હતા અને એક સમયે તેઓ બેટ દ્વારકામાં આવેલ હનુમાન દાંડી સુધી પંહોચ્યાં. 

'શ્રી રામ જય રામ, જય જય રામ'નો વિજ્યમંત્ર
આ જગ્યા પર પ્રેમ ભિક્ષુકજી મહારાજે 13 મહિનાનું કાષ્ઠમાન અનુષ્ઠાન કર્યું હતું જે બાદ એમને હનુમાનજીની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને એમના જ આદેશથી મહારાજે  'શ્રી રામ જય રામ જય જય રામ'  વિજયમંત્રનો પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી હતી. પ્રેમ ભિક્ષુકજી મહારાજે રામધૂન માટેનું પહેલું સંકીર્તન મંદિર જામનગરમાં 1 ઓગસ્ટ, 1965માં શરૂ કર્યું તો દ્વારકામાં 12 ડિસેમ્બર 1967ના રોજ મંદિરની સ્થાપન કરી હતી. 

વર્ષ 1970માં પ્રેમ ભિક્ષુકજી મહારાજ બ્રહ્મલીન થયા અને એમના આદેશ પર પોરબંદર રાજકોટ, જૂનાગઢ અને બિહાર સહિત કુલ સાત જગ્યા પર અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ હાલ 100 જેટલા મંડળો એવા પણ જોડાયા છે, જ્યાં દિવસની 2 કે 4 કલાકની રામધૂન ચાલે છે. 

Dwarka Akhand Ramdhun 

દ્વારકામાં 1967માં અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી.
દ્વારકામાં આવેલ સંકીર્તન મંદિર ગુરુજીનું હ્રદય કહેવાય છે, કારણ કે 13 મહિના અનુષ્ઠાન દરમિયાન મહારાજે કુલ 13 કરોડ વખત મંત્ર લખ્યા અને લોકો પાસે લખાવ્યા હતા અને એ શક્તિ પૂંજ દ્વારકાના રામધૂન મંદિરમાં પધરાવી છે. 57 વર્ષથી દુષ્યંત મીન અને તેમનો પરિવાર આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે. વર્ષ 1967માં પિતા ભાનુભાઈ મીન 16 વર્ષના હતા ત્યારે પ્રેમ ભિક્ષુકજી મહારાજ એમના ઠાકોરજી એમને સોંપી ગયા હતા અને ત્યારથી દ્વારકાના સંકીર્તન મંદિરમાં અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી. 

આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી 
આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અંહિયા કોઈ મૂર્તિ નથી. પ્રેમ ભિક્ષુકજી મહારાજ મૂર્તિ પૂજાના વિરોધી નહતા પરંતુ એમનું માનવું હતું કે આ કલયુગમાં મૂર્તિ રાખવાના જે નિયમો છે તે કોઈ પાળી શકશે નહીં અને એટલા માટે દરેક રામધૂનમાં મંદિરમાં શ્રી રામ, હનુમાન સાથે દ્વારકાધીશ અને મહાદેવની તસવીર રાખવામાં આવી છે. મહારાજ એમ પણ કહેતા કે 'શ્રી રામ જય રામ, જય જય રામ' આ વિજ્યમંત્ર બોલવા માટે કોઈ નિયમ પાળવાની જરૂર નથી હોતી. વ્યક્તિ કોઈ પણ અવસ્થામાં આ મંત્રનો જાપ કરી શકે છે. 

વધુ વાંચો: વનવાસથી લઈને રામમંદિર સુધી...: અમદાવાદના ફેશન ડિઝાનરે તૈયાર કર્યો ખાસ કુર્તો, PMને ગિફ્ટ આપવાની ઈચ્છા

આજ સુધી આ મંદિરમાં તાળું નથી લાગ્યું
સાથે જ પ્રેમ ભિક્ષુકજી મહારાજની ઈચ્છા હતી કે આ મંદિરમાં પૈસાને મહત્વ ન આપવામાં આવે અને કારણે રામધૂનની અંદર કોઈ દાન પેટી રાખવામાં આવી નથી. મહારાજ કહેતા કે હનુમાનજી આ મંદિરનું સંચાલન કરશે અને અમે પહેલા 30 વર્ષ સુધી કોઈ પૈસા લીધા વિના આ મંદિર ચાલ્યું અને એ બાદ અમે અહીં કાર્યાલય બનાવ્યું. સંકીર્તન મંદિર એક એવું મંદિર છે જ્યાં આજ સુધી તાળું નથી લાગ્યું અને દિવસ રાત્રે અહીં રામધૂન ચાલુ રહે છે. 

કોરોનાકાળમાં પણ આ અખંડ રામધૂન બંધ નહોતી થઈ
અત્યારે દ્વારકા રામધૂનનો 1000 માણસનો પરિવાર છે જેમાં કોઈ સવારે કોઈ બપોરે તો કોઈ રાત્રે રામધૂન કરવા આવે છે. રામધૂન કરવા આવતા કોઈ પણ વ્યક્તિને સેલેરી નથી આપવામાં આવતી, આ લોકો એમની શ્રદ્ધાથી રામધૂન કરવા આવે છે. કોરોનાકાળમાં પણ આ અખંડ રામધૂન બંધ નહતી થઈ. એ સમયે મંદિરના ગેટ અંદરથી બંધ કર્યા હતા પણ 20-22 લોકો મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા અને 24 કલાક કીર્તન ચાલુ રાખ્યું હતું. 

વધુ વાંચો: VTV સ્પેશ્યલ: આ જ સ્થળ પર શ્રીરામે પૃથ્વી છોડી અને વૈકુંઠ ગયા, મહાપુરાણોમાં પણ છે ઉલ્લેખ

એક વાત એવી પણ કહેવાય છે કે જ્યારે વર્ષ 1962માં પાકિસ્તાને દ્વારકા ઉપર બોમ્બ ફેંક્યા હતા ત્યારે પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારકામાં જ હતા અને છગન માતાજી પરિવારમાં રામધૂન કરાવી રહ્યા હતા. એ સમયે દ્વારકાધીશની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના સમયે દ્વારકાની રામધૂનમાં મહાઆરતી થશે અને એ સાંજે શોભા યાત્રાનું આયોજન કર્યું છે. આ સાથે જ સાંજે 7:30 વાગ્યે દીપોત્સવ અને રાતે 10 થી 12 એમ બે કલાક માટે વિશેષ રામધૂનનું આયોજન પણ કરવામાં આવશે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ