બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ayodhya ram mandir: ahmedabad fashion designers special outfit goes viral
ADVERTISEMENT
રામ મંદિર માટે ખાસ કુર્તો
અમદાવાદના હેનીશ પટેલ વર્ષ 2013થી ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે. દર વર્ષે નવરાત્રીમાં પોતાની હટકે સ્ટાઈલના આઉટફિટના કારણે તેઓ સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહે છે, ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તેમણે જાતે જ સ્પેશિયલ કુર્તો ડિઝાઇન કર્યો છે.

ADVERTISEMENT
દિવસ રાત મહેનત કરીને માત્ર સાત જ દિવસમાં આ કુર્તો બનાવવામાં આવ્યો છે. જેમાં ખાસ ડબલ મટકા સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ ભગવા રંગના કુર્તા પર ભરતકામથી આબેહૂબ રામ મંદિરના દર્શન થાય છે. આખા કુર્તામાં કુલ છ ચિત્રો પણ છે.

ADVERTISEMENT
કુર્તાની ખાસિયતો:
- રામ ચરિત માનસના સાત કાંડનો ઉલ્લેખ
- રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસમાં હોય તેવા દર્શન
- હનુમાનજી અને રામજીના મિલનનું ખાસ ચલચિત્ર
- એકશ્લોકી રામાયણ
- પ્રધાનમંત્રી મોદી અને રામજીનું ચલચિત્ર

ADVERTISEMENT
નોંધનીય છે કે જે ચિત્રો આ કુર્તા પર દર્શાવવામાં આવ્યા છે એ હેનિશ પટેલે રંગોના ઉપયોગથી જાતે જ દોર્યાં છે.
PM મોદીને ભેટ આપવાની ઈચ્છા
VTV સાથે ખાસ વાતચીતમાં હેનિશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ ઘણા બધા લોકો રામ મંદિર માટે કામ કરી રહ્યા હતા તેથી મને પણ એવો વિચાર આવ્યો કે હું પણ મારુ યોગદાન આપું. જે બાદ મને આ સ્પેશિયલ કુર્તો બનાવવાનો વિચાર આવ્યો. મેં તેના માટે શાસ્ત્રના જાણકાર લોકો સાથે જાણકારી મેળવી, તથા રામચરિત માનસને લઈને પણ રિસર્ચ કર્યું.
ADVERTISEMENT

આટલું જ નહીં હેનિશ પટેલની ઈચ્છા છે કે આ કુર્તો તેઓ પ્રધાનમંત્રી મોદીને ભેટ આપી શકે. તેમણે કહ્યું કે આ કુર્તો હું વેચવા નથી માંગતો, પ્રધાનમંત્રીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ભેટ આપવા માંગુ છું.
ADVERTISEMENT
વધુ વાંચો : અંબાણી પરિવારને ગુજરાતી ભોજન જમાડનાર યુવાન, શોખ ખાતર CS છોડ્યું, હવે શોખે બનાવ્યો સ્ટાર
નવરાત્રીના સ્ટાયલિશ આઉટફિટ થાય છે વાયરલ
નોંધનીય છે કે આ સિવાય હેનિશ પટેલે અગાઉ શ્રીનાથજીનો કુર્તો પણ બનાવ્યો હતો. સાથે સાથે જ્વેલરી અને મોતીની મદદથી તેમણે નવરાત્રી માટે ટ્રેન્ડિંગ આઉટફિટ બનાવ્યા હતા, તેમનું પેપલોન જેકેટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.