બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Many industrialists, NRIs have tasted the delicious dishes made by Nikunj Vasoya.

જામનગર / અંબાણી પરિવારને ગુજરાતી ભોજન જમાડનાર યુવાન, શોખ ખાતર CS છોડ્યું, હવે શોખે બનાવ્યો સ્ટાર

Dinesh

Last Updated: 07:46 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિકુંજ વસોયાએ બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો ટેસ્ટ અનેક ઉદ્યોગપતિઓ, NRI માણી ચૂક્યા છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ તો અનેક સેલેબ્સ સાથેના ફોટોઝથી ભરચક છે

  • 10 વર્ષના દિવસ રાતના સંઘર્ષ બાદ નિકુંજ વસોયા, ધ નિકુંજ વસોયા બન્યા
  • 'હું જે વીડિયો બનાવું છું, એવું જ હું જીવું છું અને જે છે એ જ હું બતાવું છું'
  • આજે યુટ્યુબ પણ નિકુંજને સામેથી આમંત્રણ આપીને બોલાવે છે


Dinesh chaudhary: કોર્પોરેટમાં કામ કરતા દરેક વ્યક્તિને એક સમયે એવું થાય કે આના કરતા પેશન ફોલો કર્યું હોત તો હું હજી સારું કરતો હોત! પણ સંજોગોએ નોકરીના હવાલે કરી દીધા. જો કે, અમે એક એવા વ્યક્તિને મળ્યા, જેમણે પોતાના શોખને પેશનને જ વ્યવસાય બનાવી દીધો વાત છે, જામનગરના ખેજડિયા ગામના નિકુંજ વસોયાની, જેમને હવે ઓળખાણની કોઈ જરૂર નથી. ખેજડિયા આમ તો પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું છે, પરંતુ હવે તે નિકુંજ વસોયાના ગામ તરીકે પણ ઓળખાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikunj vasoya | Indian Food (@nikunjvasoyaofficial)
    જો કે, નિકુંજની સફળતા આપણને જેટલી દેખાય છે, તેના કરતા તેમનો સંઘર્ષ વધુ લાંબો છે. આજે તો નિકુંજના કૂકિંગ વીડિયોના લાખો વ્યુઅર્સ છે, યુટ્યુબ પણ તેમને ઈન્વાઈટ કરે છે, અને સેલેબ્સને પણ તેઓ જમાડે છે. પરંતુ આ સફળતા રાતોરાત નથી મળી. 10 વર્ષના દિવસ રાતના સંઘર્ષ બાદ નિકુંજ વસોયા, ધ નિકુંજ વસોયા બન્યા છે. નિકુંજ સીએસનો અભ્યાસ કરતા હતા. પરંતુ તેમનો શોખ કૂકિંગનો હતો. ઘણા બધાની જેમ નિકુંજ પણ ડિલેમામાં હતા કે શોખ સાથે આગળ વધવું કે લાખોની નોકરી અપાવે તેવો સીએસનો કોર્સ પૂરો કરીને કોર્પોરેટમાં નોકરી લઈ લેવી. જો કે આખરે શોખ જીત્યો અને 13 જાન્યુઆરી, 2013થી નિકુંજ વસોયાની નવી સફર શરૂ થઈ. 

3 મહિનાની આવક માત્ર 13,000 રૂપિયા 
કેમેરા હતો, રસોઈનો સામાન હતો, પ્લેટફોર્મ હતું અને ટેલન્ટ પણ હતું. જો કે, સફળતા હજી દૂર હતી. નિકુંજે વીડિયો બનાવવાના શરૂ તો કર્યા પરંતુ 3 મહિનામાં માત્ર 13,500 રૂપિયાની જ આવક થઈ. એક તરફ લાખોની નોકરી અપાવે તેવો સીએસનો કોર્ષ અને બીજી તરફ મહિને 4000 જેટલી આવક. તેમના જ શબ્દોમાં જાણીએ તો નિકુંજનું કહેવું છે કે,’ હું નાસીપાસ થવાની બહું નજીક હતો, મને મનો મન એવું લાગ્યું હતું કે, શું જે હું કરી રહ્યો છું તે યોગ્ય છે ? છતાં પણ દર્ઢ મનોબળ સાથે સતત મહેનત ચાલું રાખી.’ આજે યુટ્યુબ પણ નિકુંજને સામેથી આમંત્રણ આપીને બોલાવે છે. 

 

લોકોને જમાડીને આનંદ આવે છે
નિકુંજને રસોઈ બનાવવાનો શોખ ખૂબ પહેલેથી છે. તેમનું સપનું હતું  એક રસોઈનો ટીવી શો શરૂ કરવાનું. અને આજે નિકુંજ પોતે જ એક બ્રાન્ડ બની ચૂક્યા છે. શા માટે કૂકિંગ? તો તેના જવાબમાં નિકુંજ કહે છે,’ મને પહેલાથી જ વાઈલ્ડ લાઈફ અને કૂકિંગનો ખૂબ જ શોખ હતો, જેના પરથી મારે કેરિયર બનાવવાનું હતું.. જેમાંથી મેં કૂકિંગ પસંદ કર્યું કારણ કે,   કોઈને સારૂ જમવાનું મળી જાય તો તેમના ચહેરા પર દિવસમાં ત્રણવાર ખુશી જોવા મળે છે. સાથે જ   આર્થિક જરૂરિયાતો પણ આમાંથી સંતોષાઈ શકે તેમ પણ હતું.’

વાડીમાંથી જ સીધો વીડિયો
જો કોઈને ઈન્ફ્લુઆન્સર બનવું હોય તો સારો કેમેરા જોઈએ, લાઈટ્સ જોઈએ એવી ડિમાન્ડ હોય છે. પરંતુ જો તમે નિકુંજના વીડિયો જોશો, તો તેઓ સીધા વાડીમાં જ વીડિયો બનાવે છે. આ જ સ્ટાઈલ હવે અન્ય કેટલાક યુટ્યુબર્સ પણ અપનાવી રહ્યા છે. નિકુંજ વસોયાનું માનવું છે કે આ પણ મારી સફળતાનો એક મહત્વનો પાયો છે. હું જે વીડિયો બનાવું છું, એવું જ હું જીવું છું. જે છે એ જ હું બતાવું છું. 

નવા યુટ્યુબર્સે આ ખાસ ધ્યાન રાખવું
આજકાલ દરેક વ્યક્તિને યુટ્યુબથી પૈસા કમાવા છે. જો કે એક જ વીડિયોથી પૈસા બનતા નથી. નિકુંજભાઈના કહેવા પ્રમાણે આ એક લાંબી સફર છે. કેટલીકવાર સારું કન્ટેન્ટ બનાવતા લોકો પણ પૈસા ન આવતા કે વ્યુઝ ન આવતા થાકીને તે બંધ કરી દે છે. તો ઘણીવાર ગ્લેમરની લાલચમાં ન આવડતું હોય, તેવા કામના પણ વીડિયો બનાવવા લાગે છે, જેને કારણે તેઓ થાકી જાય છે. સૌથી પહેલા તો તમને જે ફાવે છે, તમને જેમાં રસ છે, તેવા જ સબ્જેક્ટના વીડિયો બનાવો. અને શરૂ કર્યું છે તો કરતા રહો. સફળતા સામે ચાલીને આવશે.   

વધું વાંચો: પોતાના શોખથી આભને આંબે છે ‘આકાશ’, આ યુવાન છે ગુજરાતનો એક માત્ર સ્પોર્ટ્સ કાઈટ ફલાયર

અંબાણી પરિવારને પણ કરાવી મોજ
નિકુંજ વસોયાએ બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો ટેસ્ટ અનેક ઉદ્યોગપતિઓ, NRI માણી ચૂક્યા છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ તો અનેક સેલેબ્સ સાથેના ફોટોઝથી ભરચક છે. ભારતના સૌથી તવંગર અને જાણીતા બિઝનેસ ફેમિલી અંબાણી પરિવારને પણ તેઓ ભાવતા ભોજન જમાડી ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ