બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Akash Solanki, the Kite flyer of Ahmedabad has represented India in Malaysia and Indonesia
Last Updated: 08:55 AM, 11 January 2024
ADVERTISEMENT
MEGHA GOKANI : કાઈપો છે.. એ લપેટ.. જાન્યુઆરી મહિનો આવે એટલે ધાબા પરથી આવા અવાજો આવવા લાગે છે. લગભગ દરેક ગુજરાતી 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસે ધાબા પર ચઢીને પતંગ ચગાવે છે. તમનેય પતંગ ચગાવવાનો શોખ હશે જ. આજે અમે તમને એક વ્યક્તિને મળાવીશું, જેઓ પ્રોફેશનલ પતંગબાજ છે. જી હાં, તેમનું કામ જ પતંગ ચગાવવાનું છે. આ યુવાનને પતંગ ચગાવવાનો એટલો શોખ છે, કે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને પતંગ ચગાવવા બીજા દેશમાં જાય છે.
ADVERTISEMENT
લાખો રૂપિયાની કિંમતના હોય છે પતંગ
તમે રિવરફ્રંટ પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગયા હશો. ત્યાં દેશ-વિદેશથી આવેલા પતંગબાજોને જોયા હશે. આ બધાની વચ્ચે અમદાવાદી યુવાન પણ ગુજરાતનું નામ આકાશમાં લહેરાવી રહ્યો છે. અમદાવાદના આકાશ સોલંકી ગુજરાતના એકમાત્ર સ્પોર્ટ્સ કાઇટ ફ્લાયર છે અને તે 1 ઈંચના પતંગથી લઈને 70-80 ફૂટના વિશાળ પતંગો ચગાવે છે. આકાશ જે જે પતંગ ચગાવે છે તેની કિંમત 10 હજારથી શરૂ કરીને લાખો રૂપિયા સુધી જાય છે.
આ રીતે થઈ પતંગબાજ બનવાની શરૂઆત
આકાશ સોલંકી નામનો આ જુવાનિયો મલેશિયા અને ઈન્ડોનેશિયામાં પ્રોફેશનલ કાઈટ ફ્લાયર તરીકે ભારતને રિપ્રેઝન્ટ કરી ચૂક્યો છે. 2007માં કાઈટ ફ્લાયર તરીકે જર્ની શરૂ કરનાર આકાશની પ્રેરણા તેમના પિતા છે. આકાશ પોતાના આ ટેલેન્ટની ક્રેડિટ તેમના પિતાને આપે છે. જ્યારે રિવરફ્રન્ટ નહોતું ત્યારે અમદાવાદના શાહીબાગમાં કાઈટ ફેસ્ટિવલ યોજાતો હતો. આકાશના પપ્પા તેને કાઈટ ફેસ્ટિવલ જવા લઈ જતા અને બસ અહીંથી આકાશના શોખની શરૂઆત થઈ. આકાશના કહેવા પ્રમાણે તે વિદેશથી આવતા નિષ્ણાત કાઈટ ફ્લાયર્સને મળતો અને તેની શું પ્રોસેસ હોય છે, તે જાણતો. બાદમાં આકાશે પોતાના પતંગ ડિઝાઇન કરીને કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવાની શરૂઆત કરી. બસ એ સમય છે અને આજનો સમય. આકાશે પાછું વાળીને જોયું નથી.
ગુજરાતના એક માત્ર સ્પોર્ટ્સ કાઈટ ફ્લાયર
આકાશ એક સ્પોર્ટ્સ કાઈટ ફ્લાયર છે. તેમના કહેવા પ્રમાણે આખા ભારતમાં માત્ર 3થી 4 સ્પોર્ટ્સ કાઈટ ફ્લાયર છે. અને આકાશ ગુજરાતના એક માત્ર સ્પોર્ટ્સ કાઈટ ફ્લાયર છે. આકાશ કાઈટ ફ્લાયર તરીકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, સાઉથ ઈન્ડિયા, મધ્ય પ્રદેશ, ઉતર પ્રદેશ ટૂંકમાં નોર્થ-ઈસ્ટ સિવાય આખા ઈન્ડિયામાં યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં તો તેમણે ઈન્ડિયન આર્મી માટે પણ પ્રોગ્રામ કર્યો હતો.
સ્પોર્ટ્સ કાઈટ ફ્લાઇંગ એટલે શું?
જેમ આપણએ ગરબાના તાલે થીરકીએ એમ પતંગ પણ મ્યુઝિક પ્રમાણે ડાન્સ કરે. આ વિશે વધુ જણાવતા આકાશે કહ્યું કે, સ્પોર્ટ્સ કાઈટ ફ્લાઇંગ એટલે ડાન્સ પર્ફોમન્સ કેવી રીતે થાય એવી રીતે થાય એવી જ રીતે અલગ અલગ કાઇટ્સ પર્ફોમન્સ થાય અને મ્યુઝિક પર કાઇટ ડાન્સ પણ થાય છે, જેમ કે તમે માથા પર ટોપી કે ચશ્મા પહેરેલ હોય તો એ આ પતંગથી નીકળી જાય. પણ પતંગ તમને સ્પર્શે પણ નહીં. એટલા શાર્પ કંટ્રોલમાં હોય છે. આને સ્પોર્ટ્સ કાઈટ ફ્લાયિંગ કહેવાય.
અન્ય રાજ્યો લે છે આકાશની સલાહ
જેમ આપણાં ગુજરાતમાં કાઇટ ફેસ્ટિવલ થાય છે એમ જ અમે તેલંગાણામાં પણ આવી ઈવેન્ટ શરૂ કરવા તૈયારી ચાલી રહી છે. આકાશ અને તેમના પિતાને તેલંગાણા સરકર દ્વારા ટુરિઝમના ઓફિશિયલ કાઇટ કન્સલન્ટન્ટ તરીકે હાયર કરવામાં આવ્યા છે.
વધુ વાંચો: એક એવો યુવાન, જેણે પશુ-પક્ષીઓની સેવા માટે સમર્પિત કર્યું છે જીવન
દેશ માટે જીતવો છે કાઈટ ફ્લાઈંગનો વર્લ્ડ કપ
આકાશ સ્પોર્ટ્સ કાઈટ્સની સાથે સાથે સોઈલ કાઇટ્સ, ફોર લાઈન કાઇટ્સ, સ્ટંટ કાઇટ્સ, રેવોલ્યુશન કાઇટ અને પાવર કાઇટ્સના પણ સ્પેશિયાલિસ્ટ છે. આકાશનું સપનું કાઈટ ફ્લાઈંગના વર્લ્ડ કપમાં ભાગ લઈને દેશ માટે ટાઈટલ જીતવાનું છે. જ્યારે અમે આકાશને ખર્ચા વિશે પૂછ્યું, ત્યારે એમને કહ્યું કે આ અમારો શોખ છે અને અમે અમારા ખર્ચે જ આ શોખ પૂરો કરીએ છીએ.
આકાશ સોલંકી જુદા જુદા સ્તરે સન્માન પણ મેળવી ચૂક્યા છે. જેમણે પીએમ મોદી, ભારતીય સૈન્ય સહિત રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.