બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A young man who has dedicated his life to the service of animals and birds

ઉત્તરાયણ 2024 / એક એવો યુવાન, જેણે પશુ-પક્ષીઓની સેવા માટે સમર્પિત કર્યું છે જીવન

Priyakant

Last Updated: 04:20 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarayan 2024 Vijay Dabhi Story: કોઈ પણ યુવાનનું સ્વપ્ન હોય છે સારી નોકરી કરવી, વધુ પૈસા કમાવા. પરંતુ આજે વાત એક એવા યુવાનની જેમણે પોતાની જિંદગી પશુ-પક્ષીઓની સેવામાં સમર્પિત કરી દીધી છે.

  • વિજય ડાભીની પ્રેરણા છે તેમના પિતા નરેશભાઈ
  • ઉત્તરાયણ જ નહીં આખું વર્ષ સક્રિય હોય છે એનિમલ લાઈફ કેર સંસ્થા
  • હજારો પશુ-પક્ષીઓની કરી ચૂક્યા છે મદદ

Priykant Shrimali VTV News : તમે સ્પાઈડરમેન, શક્તિમાન જેવા સુપરહીરોને જોયા હશે. જે મુશ્કેલીમાં પડેલા લોકોને બચાવી લે છે. જોકે આપણે બધા જ જાણીએ છીએ કે તે ફિક્શનલ હીરો છે. પરંતુ અમે તમને એવા હીરોઝને મળાવી રહ્યા છીએ, જે રિયલ લાઈફમાં આપણી આજુબાજુ જ રહીને એવું કામ કરી રહ્યા છે, જેનાથી કોઈના જીવન બચી રહ્યા છે સુધરી રહ્યા છે. આજે વાત એક એવા યુવાનની જેણે પોતાનું જીવન પક્ષીઓને બચાવવામાં સમર્પિત કરી દીધું છે.

મળો વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીને
ઉત્તરાયણ નજીક છે, અને પક્ષીઓને દોરી વાગવાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર તેમનો જીવ બચાવવામાં ખૂબ અગત્યની બની જાય છે. જો કે, તેના માટે ઘણી મહેનત કરવી પડે છે. હવે વિજય ડાભીને મળો. જેઓ છેલ્લા 10 કરતા વધારે વર્ષથી પક્ષીઓને બચાવી રહ્યા છે. પક્ષી પ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નહીં હોય, પરતુ જો તમે ન જાણતા હો, તો જાણવા જેવા વ્યક્તિ છે. 

પિતાના પગલે ચાલી રહ્યા છે વિજય
વિજયને પક્ષીઓની સેવાનો વારસો પિતા પાસેથી મળ્યો છે. મૂળ બનાસકાંઠા (હાલ અમદાવાદના રહેવાસી) ના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીના પિતા નરેશભાઈ પણ જીવદયા પ્રેમી હતા. તેઓ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમને સારવાર અપાવતા. પિતાની આ પ્રવૃત્તિ જોઈને વિજયે પણ તેમનો વારસો આગળ ધપાવવાનું નક્કી કર્યું ,અને શરૂઆત થઈ એનિમલ લાઈફ કેર સંસ્થાની. વિજયના કહેવા પ્રમાણે તેઓ 12 વર્ષથી અમદાવાદમાં જીવદયાનું કામ કરી રહ્યા છે. પક્ષીનું રેસ્ક્યૂ કર્યા પછી એને સારવાર મળે એના માટે તેમની પાસે ઈમરજન્સી ડોક્ટર્સની ટીમ સહિત 25 લોકોની ટીમ કામ કરે છે. \ તેમણે કહ્યું કે, અમારી 25 લોકોની ટીમ પતંગ નથી ચગાવતા અને પક્ષીઓનું રેસ્ક્યૂ કરે છે અને પક્ષીઓની સેવા કરે છે. 

છેલ્લા 10 કરતા વધુ વર્ષથી નથી ઉજવી ઉત્તરાયણ
વિજય ભાઈ 2010થી ઈજાગ્રસ્ત પક્ષીઓને રેસક્યુ કરે છે, અને અત્યાર સુધીમાં હજારો પક્ષીઓને બચાવી ચૂક્યા છે. તો આપણને સવાલ થાય કે વિજયભાઈને ઉત્તરાયણ નહીં ઉજવવી હોય? અમે પણ તેમને આ જ પૂછ્યું. વિજયભાઈનું કહેવું છે કે,’ પતંગ કે ફીરકીનો શોખ દરેકને હોય પણ પિતાજીના આ સેવાકાર્યને આગળ ધપાવવા માટે થઈ મેં અને અમારી ટીમે છેલ્લા કેટલાય વર્ષોથી પતંગ નથી ચગાવ્યાં પણ એના બદલે પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલ પક્ષીઓને બચાવ્યા છે.’ વિજય ડાભી અને તેમની ટીમે છેલ્લા 10 વર્ષની ઉત્તરાયણનો તહેવાર જ નથી ઉજવ્યો.

પક્ષીઓની મદદ માટે ખાસ અભ્યાસ કર્યો
જો કે વિજયભાઈએ ખાલી પક્ષીઓની સેવા શરૂ જ કરી દીધી છે એવું પણ નથી.. પક્ષીઓને પ્રોપર સારવાર મળે તે માટે તેઓ ખાસ કોર્સ પણ કરી ચૂક્યા છે. અબોલ જીવની સારવાર કેવી રીતે થાય ,તે માટે તેમણે ખાસ પ્રોફેશનલ કોર્સ કર્યો છે. જેમાં તેઓ પક્ષીઓના વર્તન અને સ્વભાવ વિશે શીખ્યા છે. સાથે જ પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, તેની પણ જાણકારી મેળવી છે. 

સરપટ ઈગલ પક્ષીનું રેસ્ક્યૂ

રૅર કેસમાં જોવા મળતા પક્ષીને પણ કર્યું હતું રેસ્ક્યુ
વિજયભાઈ અત્યાર સુધી સમડી, કોયલ, કાગડો, કબૂતર, ઘુવડ, ચામાચીડિયું સહિત વિદેશી પક્ષીઓને પણ રેસ્ક્યુ કરી ચૂક્યા છે.  2016-17માં ગરૂડ વંશનું સરપટ ઈગલ પક્ષી જેને ગુજરાતીમાં ચોટલીયો સાપ માર કહીએ છે, જે રેર છે. આવા અગત્યના પક્ષીને પણ વિજયભાઈ રેસ્ક્યુ કરી ચૂક્યા છે.

આખું વર્ષ ખડે પગે રહે છે ટીમ
વળી, વિજયભાઈની ટીમ માત્ર ઉત્તરાયણ પૂરતી કામ નથી કરતી. આખા વર્ષ દરમિયાન કોઈ પણ પશુ પક્ષીની સારવાર માટે તેમની ટીમ એક્ટિવ હોય છે. પક્ષીઓની સાથે તેઓ શેરીમાં ફરતા શ્વાન, બીમાર પશુને પણ રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર આપે છે. તો સાપ આવી ચડે તેવી સ્થિતિમાં પણ એનિમલ લાઈફ કેર મદદે આવે છે. વિજયભાઈનું સ્વપ્ન છે કે ઈજાગ્રસ્ત, બીમાર પશુ-પક્ષીઓ માટે એક રોટલા ઘર અને એનિમકલ કેર સેન્ટર ઉભુ થાય. આ માટે તેઓ સરકાર પાસેથી મદદની આશા પણ રાખી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ