બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / VTV Special: This is the place where Sri Rama left earth and went to Vaikuntha, also mentioned in Mahapuranas

સ્વાગત શ્રીરામનું / VTV સ્પેશ્યલ: આ જ સ્થળ પર શ્રીરામે પૃથ્વી છોડી અને વૈકુંઠ ગયા, મહાપુરાણોમાં પણ છે ઉલ્લેખ

Vishal Khamar

Last Updated: 11:28 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાયણએ માત્ર મહાકાવ્ય જ નથી. પણ ભારતવર્ષની એક આગવી ઓળખાણ છે. અને આ ઓળખ જોડાયેલી છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ સાથે. આમ તો સમગ્ર આર્યવર્તી ભગવાન શ્રી રામની કર્મભૂમિ રહી પણ તેમની સાથે જોડાયેલા કેટલાક વિશેષ સ્થાન આપણા માટે આજે પણ પૂજનીય છે. એ જ કેટલાક પાવન સ્થાનોમાંનું એક પાવન સ્થાન છે સરયુ નદીના કિનારે વસેલ અને અયોધ્યાનગરી પાસે આવેલ ગુપ્તાર ઘાટ.

  • રામાયણએ ભારતવર્ષની એક આગવી ઓળખાણ છે
  • આર્યવર્તી ભગવાન શ્રી રામની કર્મભૂમિ રહી છે
  • એક પાવન સ્થાનોમાંનુ એક સ્થાન છે સરયુ નદી
જયપ્રકાશ દાસજી (મંદિર, પૂજારી)

 મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામ જળસમાધિ લઈ પોતાના વૈકુંઠ પ્રસ્થાન થયા હતા. આ સ્થાન આજે ગુપ્તાર ઘાટ કહેવાય છે.  ગુપ્તાર ઘાટ અયોધ્યાથી થોડી દૂરી પર ફૈઝાબાદમાં સરયુ નદીના કિનારે આવેલું એક ધાર્મિક સ્થળ છે. ગુપ્તારનો અર્થ છે જ્યાં પ્રભુ શ્રીરામ જળમગ્ન થઇને ગુપ્ત થઇ ગયા હતા. આ ધાર્મિક સ્થાન પાસે આવેલ ઘાટ પર બેસીને અદભૂત શાંતિનો અહેસાસ થાય છે. અહીં નદીને અડીન પસાર થતી હવાઓમાં ભગવાન શ્રી રામનો એટલો તો પ્રભાવ અનુભવાય છે કે તે તમારા મનને શાંત કરી દે છે. 

ગુપ્ત હરી મંદિર, પૂજારી

આ ઘાટનું નવનિર્માણ 19મી સદીમાં રાજા દર્શનસિંહે કરાવ્યું હતું
હિંદુ ધર્મંમાં આ ઘાટને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણકે રામાયણના વર્ણનને મુજબ આ ઘાટની એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામે પૃથ્વી છોડતા આ જ સ્થળે જળસમાધિ લીધી હતી અને પોતાના મૂળ સ્વરૂપ વિષ્ણુના વૈકુંઠ ચાલ્યા ગયા હતા. આ ઘાટનું નવનિર્માણ 19મી સદીમાં રાજા દર્શનસિંહે કરાવ્યું હતું. આ ઘાટ પર રામ જાનકી મંદિર, ચરણ પાદુકા મંદિર, નરસિંહા મંદિર અને હનુમાન મંદિર સ્થીત છે. અહીં પ્રભુ શ્રી રામ  ખાલી હાથ, ખુલ્લા પગ, અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરીને રેશમી વસ્ત્ર ધારણ કરીને જળમગ્ન થયા હતા અને એ જ સ્વરૂપમાં તેમની મૂર્તિ પણ જોવા મળે છે. 

વધુ વાંચોઃ VIDEO: અંદરથી કેટલું સુંદર દેખાય છે અયોધ્યાનું રામ મંદિર? દિવ્યતા જોઈને આંખો અંજાઈ જશે

આ પાવન નદીમાં સ્નાન કરવાથી પ્રભુ શ્રી રામના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે
અહીં ભલે પત્થરોના ઘાટ બની ગયા હોય પણ અહીં આ એજ માટી છે. જ્યાં પ્રભુ શ્રી રામના ચરણે પડ્યા હતા અને તેમની એજ ચરણ રજ અહીં આવનાર તમામ શ્રધ્ધાળુઓનો ઉધ્ધાર કરે છે. એવી માન્યતા છે કે આ પાવન નદીમાં સ્નાન કરવા માત્રથી ભક્તોને વૈકુઠમાં પ્રભુ શ્રી રામના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે.  મહાપુરાણ વિષ્ણુસ્કંદમાં ઉલ્લેખ છે ભગવાન શ્રી રામે શરદ પૂર્ણિમાના દિવસે જ વૈકુંઠ ગયા હતા. અહીંની શીતળ હવા એજ છે જેણે અહીં જળમગ્ન થતા શ્રી રામના ચંદ્રમા જેવા મુખને સ્પર્શ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ