ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ક્રોમ પર આવ્યું ગજબનું ફીચર, હવે વેબ પેજ બની જશે પોડકાસ્ટ!

ટેક / ક્રોમ પર આવ્યું ગજબનું ફીચર, હવે વેબ પેજ બની જશે પોડકાસ્ટ!

Published By: Nirav Kumar

Last Updated: 12:37 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google ક્રોમમાં એક શાનદાર ફીચર એડ કરવામાં આવ્યું છે. જેથી હવે યુઝર્સને લાંબા અને જટીલ આર્ટિકલ સમજવામાં સરળતા રહેશે. કેમ કે ફીચર કોઈ પણ આર્ટિકલને બોલીને સંભળાવશે.

ADVERTISEMENT

Google એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવું ફીચર લઈને આવ્યું છે. જેની મદદથી યુઝર્સ કોઈ પણ વેબ પેજને પોડકાસ્ટની જેમ સાંભળી શકશે. ગૂગલે ઓડિયો ઓવરવ્યુ લાવીને રીડ અલાઉડ ફંક્શનને અપડેટ કર્યું છે, જે વેબ પેજના કન્ટેન્ટને સમરાઇઝ કરીને તેને યુઝરને સંભળાવશે. તેનું નેરેશન કન્વર્સેશન રીતે કરશે, જેથી યુઝર્સને એવું પણ નહીં લાગે કે કોઈ મશીન પેજ વાંચી રહ્યું છે.

  • નવા અપડેટથી શું થશે ફાયદો ?
    Google Chrome માં પહેલાથી જ રીડ અલાઉડ ઓપ્શન સામેલ છે જે દરેક આર્ટિકલને શબ્દસહ વાંચે છે. હવે નવુ ઓડિયો ઓવરવ્યુ ફીચર યુઝરને સમગ્ર કન્ટેન્ટના મુખ્ય મુદ્દાઓ રજૂ કરવા માટે AI નો ઉપયોગ કરશે. તે એવી રીતે બોલશે જાણે પોડકાસ્ટમાં બે AI હોસ્ટ વાત કરી રહ્યા હોય. તેનાથી તમને લાંબા આર્ટિકલ સમજવામાં સરળતા આવશે. આખો આર્ટિકલ વાંચવાને બદલે યુઝર્સ તેને પોડકાસ્ટ સ્ટાઈલમાં સાંભળી શકશે. આ ફીચર પહેલાથી જ ગુગલની NotebookLM એપમાં છે. હવે ક્રોમમાં લાવીને Google એ તેને વધુ લોકો માટે ઉપલબ્ધ કરાવી દીધું છે.


વધુ વાંચો : હવેથી નહીં થઇ શકે આ કામ! YouTubeએ બનાવી મજબૂત પોલિસી, જાણો ફીચર

  • ઉપયોગ કેવી રીતે કરવો?

Google ના આ ફીચરનો ઉપયોગ કરવા માટે ક્રોમ બ્રાઉઝરમાં કોઈપણ પેજ ખોલવું. ઉપર જમણા ખૂણામાં ત્રણ ડોટ મેનૂ પર ટેપ કરવું અને લિસન ટૂ ધીસ પેજ સિલેક્ટ કરવું.  જ્યાં રીડિંગ મોડ ઓવરલે સાથે એક બટન દેખાશે જેનાથી તમે પ્લેબેક સ્પીડને કંટ્રોલ કરી શકશો. આ ફીચર એન્ડ્રોઇડ ડિવાઈસ માટે ક્રોમના વર્ઝન 140.0.7339.124 માં ઉપલબ્ધ છે. કંપની આ ફીચરને તબક્કાવાર રીતે રોલઆઉટ કરી રહી છે. આ ફીચરનો લાભ ઉઠાવવા માટે ક્રોમ એપને અપડેટ રાખવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Feature Audio Overview Google Chrome

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ