ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / હવેથી નહીં થઇ શકે આ કામ! YouTubeએ બનાવી મજબૂત પોલિસી, જાણો ફીચર

ટેક્નોલોજી / હવેથી નહીં થઇ શકે આ કામ! YouTubeએ બનાવી મજબૂત પોલિસી, જાણો ફીચર

Published By: Nirav Kumar

Last Updated: 04:14 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube એ તેના Age Estimation Toolમાં એક નવું AI ફીચર એડ કર્યું છે. જેનાથી સગીર વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા એકાઉન્ટ્સની ઓળખ કરી શકાશે અને તેવા એકાઉન્ટ્સમાંથી એડલ્ટ કન્ટેન્ટ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવશે.

ADVERTISEMENT

YouTube અવાર નવાર તેમાં ફીચર અપડેટ કરતુ રહે છે. હવે કંપનીએ બાળકોની ઓનલાઈન સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તેના Age Estimation Toolમાં એક નવું AI ફીચર એડ કર્યું છે. આ ફીચરથી YouTube પ્લેટફોર્મ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટ્સને વધુ સચોટ રીતે ઓળખી શકશે. જેનો હેતુ એડલ્ટ કન્ટેન્ટને સગીરોથી દુર રાખવાનો છે. Googleએ એવા એકાઉન્ટ્સ પર નવા કંટ્રોલ લગાવવાનો નિર્ણય લીધો છે. આ AI યુઝર્સના એકાઉન્ટની એક્ટીવીટી દેખીને નક્કી કરશે કે, આ એકાઉન્ટનો ઉપયોગ કોઈ સગીર તો નથી કરી રહ્યું ને.  

  • અનેક યુઝર્સના એકાઉન્ટમાં ફેરફાર
    આ અપડેટ બાદ અનેક યુઝર્સને અચાનક ફેરફારો જોવા મળ્યા છે. YouTube ના આ AI દ્વારા જે એકાઉન્ટની સગીર યુઝર્સ તરીકે ઓળખ થઇ તેમને એક પોપ-અપ નોટીફિકેશન મળી છે. જેમાં તેમને જણાવવામાં આવ્યું છે કે તેમની ઉંમરની પૃષ્ટિ નથી થઇ શકતી આથી સેટિંગ્સ બદલી નાખવામાં આવ્યા છે.

YouTube અગાઉ જાહેર કરી ચુક્યું છે કે, તેઓ આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, જે નકલી ઉંમરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સગીર એકાઉન્ટની ઓળખ કરી શકે. નવું YouTube નું AI હવે વીડીયો સર્ચ, વોચ હિસ્ટ્રી અને  એકાઉન્ટ બનાવવાની ઉંમરના આધારે ઓળખ કરી શકશે.

  • ભૂલથી એકાઉન્ટ બદલાઈ જાય તો શું કરવું ?
    જો YouTubeના AI ને ખબર પડશે કે, કોઈ એકાઉન્ટ સગીરનું છે, તો તે ઓટોમેટીક તે એકાઉન્ટને Restricted Minor Accountમાં બદલી નાખશે. જો કોઈ એડલ્ટ વ્યક્તિનું એકાઉન્ટ ભૂલથી સગીર એકાઉન્ટમાં બદલાઈ જાય તો તેઓ તેમની ઉંમરની પૃષ્ટિ કરાવી શકે છે અને તેને એડલ્ટ એકાઉન્ટમાં ફેરવી શકે છે. યુઝર્સે તેમની ઉંમરની પૃષ્ટિ કરાવવા માટે જન્મ પ્રમાણપત્ર, સરકારી ID કે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે.

વધુ વાંચો : પૈસા આપો અથવા એડ જુઓ! ફેસબુક-Insta યુઝર્સ માટે સૌથી મોટા સમાચાર

  • YouTube એ શું કહ્યું?
    YouTube એ પણ સ્વીકાર્યું કે, કેટલાક એડલ્ટ એકાઉન્ટ ભૂલથી સગીર એકાઉન્ટમાં બદલી દેવામાં આવ્યા છે. આવા યુઝર્સે તેમની ઓળખ સાબિત કરવા માટે સરકારી ID, ક્રેડિટ કાર્ડ ડીટેલ વિગતો કે સેલ્ફી અપલોડ કરવાની રહેશે. જો કોઈ યુઝર્સ તેમની ઉંમરની પૃષ્ટિ નથી કરી શકતું તો તેમના એકાઉન્ટને કાયમી ધોરણે સગીર એકાઉન્ટ ગણવામાં આવશે અને એડલ્ટ કન્ટેન્ટ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Feature Age Estimation Tool YouTube

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ