બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / A game with the faith of crores of people in Salangpurdham

મહામંથન / સાળંગપુરધામમાં કરોડો લોકોની આસ્થા સાથે રમત, હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયે અલગ ચિતરવાનો પ્રયાસ કેમ કર્યો, વિવાદ શું?

Vishal Khamar

Last Updated: 10:32 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભક્તોની આસ્થાનાં પ્રતિક એવા સાળંગપુર કષ્ટભંજનમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા ભક્તોની લાગણી દુભાઈ છે. ત્યારે આ મામલે સાધુ સંતોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

વિવાદોમાં રહેતો સ્વામીનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વિવાદ જોડાયેલો છે સાળંગપુર હનુમાનજી મંદિર સાથે.. એ મંદિર જેની સાથે કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે.. સાળંગપુરમાં ઊંચી અને વિશાળ હનુમાનજીની પ્રતિમા તો લગાવી દીધી.. પણ પ્રતિમા નીચે જે ભીંતચિત્રો ચિતરવામાં આવ્યા છે એમા સ્વામીનારાયણ સંપ્રદાયે હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડતા દર્શાવ્યા છે.. તો અન્ય એક ચિત્રમાં સહજાનંદ સ્વામી એક આસન પર બેઠેલા નજરે પડે છે.. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા છે.. અહીં વિવાદ એ છે કે દાદાને નમન કરતા કેમ દર્શાવવામાં આવ્યા.

  • સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોથી વિવાદ ઉદ્ભવ્યો
  • ભીંતચિત્રો પર હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવાયા છે
  • હનુમાનજી બે હાથ જોડી વંદન કરતા ચિત્રથી ભક્તોમાં રોષ
  • હનુમાનજી દાદાનું અપમાન થયું હોવાનો ભક્તોનો મત 

આખરે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર હિન્દુઓની લાગણી દુભાય તેવા કામ કેમ કરી રહ્યા છે. આ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શિવજી, બ્રહ્માજી અને શ્રીકૃષ્ણ ભગવાનનું પણ અપમાન કર્યું હતું.. થાય છે એમ કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ-દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે.. અને વિવાદ વધ્યા બાદ માફી માગે છે..  ત્યારે સવાલ એ છે કે દેવતાઓમાં સ્વામીત્વને નામે ઠેસ પહોંચાડવાનું કામ શા માટે થઈ રહ્યું છે? ક્યાં સુધી હિન્દુઓની લાગણી દુભાય તેવા વિવાદ થશે?

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોથી વિવાદ ઉદ્ભવ્યો છે.  ભીંતચિત્રો પર હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવાયા છે. હનુમાનજી બે હાથ જોડી વંદન કરતા ચિત્રથી ભક્તોમાં રોષ છે.  હનુમાનજી દાદાનું અપમાન થયું હોવાનો ભક્તોનો મત પણ છે. સોશિયલ મીડિયામાં ભીંતચિત્રોની તસ્વીરો વાયરલ થતાં વિવાદ વધ્યો છે.  સનાતન ધર્મગુરુ અને સાધુ-સંતોએ વિરોદ નોંધાવ્યો છે. ભીંતચિત્રો હટાવી લેવા માટે બજરંગ દળે અલ્ટીમેટમ આપ્યું છે.  સિહોર પોલીસ સ્ટેશનમાં આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં 33 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. 

  • સોશિયલ મીડિયામાં ભીંતચિત્રોની તસ્વીરો વાયરલ થતાં વિવાદ વધ્યો
  • સનાતન ધર્મગુરુ અને સાધુ-સંતોએ નોંધાવ્યો છે વિરોધ
  • ભીંતચિત્રો હટાવી લેવા માટે બજરંગ દળે આપ્યું છે અલ્ટીમેટમ 
  • સિહોર પોલીસ સ્ટેશનમાં આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે
  • અરજીમાં 33 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે 

સનાતન ધર્મ સેવા સમિતિની માગ શું?
સનાતન ધર્મ સેવા સમિતિએ રૂબરુ મુલાકાત કરી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના નિલકંઠ ભગત સ્વામીને આ અંગે વાત કરી હતી. સ્વામીએ કહ્યું કે, 'મહાદેવ અને હનુમાનજી બન્ને સહજાનંદ સ્વામીની સેવામાં 24 કલાક રહેતા હતા'. આ જવાબથી સનાત સમિતિના સભ્યોમાં આકરો આક્રોશ ફેલાયો છે. નિલકંઠ ભગત અને અન્ય બે સ્વામી વિરુદ્ધ પગલા લેવાની માંગ સાથે સિહોર પોલીસમાં અરજી આપી છે.  સાધુ-સંતોએ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.  હનુમાનજીને નીચા દેખાડવા ભીંતચિત્રો હટાવવાની માગણી કરી.

  • સનાતન ધર્મ સેવા સમિતિએ રૂબરુ મુલાકાત કરી હતી
  • સ્વામીનારાયણ સંપ્રદાયના નિલકંઠ ભગત સ્વામીને આ અંગે વાત કરી હતી
  • સ્વામીએ કહ્યું કે, 'મહાદેવ અને હનુમાનજી બન્ને સહજાનંદ સ્વામીની સેવામાં 24 કલાક રહેતા હતા'
  • આ જવાબથી સનાત સમિતિના સભ્યોમાં આકરો આક્રોશ ફેલાયો

મોરારી બાપુએ શું કહ્યું?
સાળંગપુરમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીનું અપમાન કરાયું.  હનુમાનજીની ઉંચી પ્રતિમા બનાવી, નીચે ભીંતચિત્રમાં અપમાન કર્યું છે.  હનુમાનજીને સ્વામી સામે હાથ જોડીને બેઠેલા દર્શાવવામાં આવ્યા છે.  સમાજને જાગૃત થવાની ઘણી જરૂર છે. હું જ્યારે બોલતો હતો ત્યારે મારી સાથે કોઈ ન બોલ્યું.

  • સાળંગપુરમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીનું અપમાન કરાયુંઃમોરારી બાપુ
     
  • હનુમાનજીની ઉંચી પ્રતિમા બનાવી, નીચે ભીંતચિત્રમાં અપમાન કર્યુંઃમોરારી બાપુ
  • હનુમાનજીને સ્વામી સામે હાથ જોડીને બેઠેલા દર્શાવવામાં આવ્યાઃમોરારી બાપુ
  • સમાજને જાગૃત થવાની ઘણી જરૂર છેઃમોરારી બાપુ
  • હું જ્યારે બોલતો હતો ત્યારે મારી સાથે કોઈ ન બોલ્યુંઃમોરારી બાપુ

રામેશ્વર હરીયાણી બાપુએ શું કહ્યું?

સાળંગપુરમાં દર્શાવેલા ચિત્રોથી સનાતન ધર્મના લોકોમાં રોષ ફેલાયો છે. હનુમાનજી મહારાજ શિવજીનો અવતાર છે. ઘણા લોકો શાસ્ત્ર, દેવને સમજ્યા વિના ચિત્રમાં દર્શાવ્યા છે. તમે જે કરવા જઈ રહ્યા છો એ સનાતન ધર્મ વિરુદ્ધ કરી રહ્યા છો. સનાતન ધર્મ આદિઅનાદિ છે, સત્યને દબાવવાના પ્રયાસ કરવાનું છોડી દો. આમાં કોઈ દેવ નીચે નથી પડતા, તમે લોકોના માનસિક મનમાંથી નીચા પડી રહ્યા છો. સનાતન ધર્મના દેવી-દેવતાનું અપમાન કરશો તો લોકો માફ નહીં કરે. 

  • સાળંગપુરમાં દર્શાવેલા ચિત્રોથી સનાતન ધર્મના લોકોમાં રોષ ફેલાયો છે
  • હનુમાનજી મહારાજ શિવજીનો અવતાર છે
  • ઘણા લોકો શાસ્ત્ર, દેવને સમજ્યા વિના ચિત્રમાં દર્શાવ્યા છે 
  • તમે જે કરવા જઈ રહ્યા છો એ સનાતન ધર્મ વિરુદ્ધ કરી રહ્યા છો

સાળંગપુર મંદિરનો ઈતિહાસ  

સાળંગપુર મંદિર આશરે 150 વર્ષથી વધુ જૂનું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરી હતી. સ્વામીનારાયણ ભગવાન સાળંગપુર ગામમાં બહુ રહેતા હતા. વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા. વરસાદ ન પડતા વાઘા ખાચરે સ્વામીનારાયણ ભગવાન સામે અરજ કરી હતી. ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચર સાથે સાળંગપુર ગામમાં ગયા હતા. ગામની પ્રદક્ષિણા સમયે સ્વામીની નજર એક પાળિયા પર પડી. વાઘા ખાચરના માતા-પિતા જે ધર્મ માટે ખપી ગયા એ અદાબાપાનો પાળિયો હતો. સ્વામીએ વાઘા ખાચરને પાળિયાને હનુમાનજી બનાવી દેવાની વાત કરી હતી. દરબાગઢમાં પથ્થર લાવીને હનુમાનજીની સરસ મૂર્તિ બનાવડાવી હતી. 200 સાધુ, 25 બ્રાહ્મણ સાથે 1905માં હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. સ્વામી ગોપાળાનંદ સ્વામીએ બાદમાં કષ્ટભંજન દેવ નામ પાડ્યું હતું. હાલ આ મંદિર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય હેઠળ સંચાલિત છે.

  • સાળંગપુર મંદિર આશરે 150 વર્ષથી વધુ જૂનું છે
  • સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરી હતી
  • સ્વામીનારાયણ ભગવાન સાળંગપુર ગામમાં બહુ રહેતા હતા
  • વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા
  • વરસાદ ન પડતા વાઘા ખાચરે સ્વામીનારાયણ ભગવાન સામે અરજ કરી હતી
  • ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચર સાથે સાળંગપુર ગામમાં ગયા હતા

વિવાદો સાથે સ્વામીનારાયણના સંતોનો જૂનો સંબંધ 

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારંવાર વિવાદમાં આવતા રહે છે. ભક્તિનો ડોળ કરીને હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું મનફાવે તેમ અપમાન કરે છે. અગાઉ હિન્દુ-દેવી દેવતાઓનું અપમાન કરતા વીડિયો વાયરલ થયા હતા. રૂગનાથચરણ દાસજી સ્વામીએ ભગવાન શિવજીનું અપમાન કર્યું હતું. જાતે ઘડેલી વાર્તા કરીને શિવજીનું અપમાન કર્યું હતું. આનંદસાગર નામના સંતે ભગવાન શિવજી માટે અપમાનજનક શબ્દો કહ્યા હતા. વિવેક સ્વામી નામના સંતે ભગવાન બ્રહ્માજી અને ભગવાન ઈન્દ્ર વિશે ટિપ્પણી કરી હતી. સર્વેશ્વર દાસ સ્વામીએ પુસ્તકમાં ભગવાન શિવ અંગે અપમાનજક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અન્ય એક સ્વામીનારાયણ સંતે ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ