ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / A former Pakistani player made a big statement about India

બફાટ / પાકિસ્તાનના એક ભૂતપૂર્વ ખેલાડીએ ભારત વિશે મોટું નિવેદન આપતા કહ્યું કે...

Published By: Intern

Last Updated: 11:29 AM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ભારતને તેના વિશે ક્યારેય ખરાબ લાગ્યું નથી અને તે ક્યારેય પાકિસ્તાન સાથે યુદ્ધમાં જવા ઇચ્છતા નથી. અખ્તરે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે કામ કરવા મરી રહ્યું છે. અખ્તરે એક ટીવી ચેટ શોમાં કહ્યું હતું કે, 'ભારત એક ખૂબ સારી જગ્યા છે અને ત્યાંના લોકો પણ ખૂબ સારા છે'.

ADVERTISEMENT

  • ભારત પાકિસ્તાન સાથે કામ કરવા માટે મરી રહ્યો છે, યુદ્ધ નથી ઇચ્છતો: શોએબ અખ્તર
  • ભારતને ક્યારેય ખરાબ લાગ્યું નથી અને ક્યારેય તે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા ઇચ્છતા નથી
  • કોરોના ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યો

ભારતને પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની નથી

શોએબ અખ્તરે કહ્યું, 'મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે તેઓની પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની છે અથવા તેઓ કોઈપણ પ્રકારનું યુદ્ધ ઇચ્છે છે, પરંતુ જ્યારે પણ હું તેમના ટીવી ચૅનલો જોઉં છું ત્યારે લાગે છે કે આવતીકાલે જ યુદ્ધ થવા જઈ રહ્યું છે.'

અખ્તરે કહ્યું, 'હું ભારતમાં ઘણા સ્થળોએ ગયો છું અને તે દેશને ખૂબ નજીકથી જોયો છે. આજે હું કહી શકું છું કે ભારત પાકિસ્તાન સાથે કામ કરવા મરી રહ્યું છે.

કોરોનાવાયરસના મુદ્દે પૂર્વ પૂર્વ બોલરે કહ્યું કે, 'હું આશા રાખું છું કે ભારત આ નુકસાન નહીં થવા દે. તેઓ વધુ સારું કરે, પરંતુ આ સમયે જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ કમનસીબ છે.

કોરોના ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યો 

શોએબ અખ્તરે આજના હાલાતો માટે ચીનને દોષી ઠેરવ્યું હતું. તેણે યુ-ટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરીને ચીન પર કટાક્ષ કર્યો છે. શોએબ અખ્તરે કહ્યું, "તમારે ચામાચીડિયું ખાવાની કે તેનું લોહી અને પેશાબ પીવાની શું જરૂર છે."

શોએબ અખ્તરે કહ્યું, 'આને કારણે આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. હું ચીની લોકો વિશે જ વાત કરું છું. તેઓએ આખી દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે. મને સમજાતું નથી કે તમે કેવી રીતે ચામાચીડિયાં, કૂતરા અને બિલાડીઓ ખાઈ શકો છો. હું ખરેખર ખૂબ ગુસ્સે છું.'

શોએબ અખ્તરે એમ કહ્યું કે, ' આખી દુનિયામાં  ભય ફેલાઈ ગયો છે. પર્યટનને મોટો ઝટકો લાગ્યો છે. અર્થવ્યવસ્થા પર પણ ખૂબ ખરાબ અસર પડી છે અને આખી દુનિયા કેદ થઈ રહી છે. અખ્તરે કહ્યું, 'હું ચીની લોકોની વિરુદ્ધ નથી, પણ હું આ પ્રકારની જીવનશૈલીની વિરુદ્ધ છું. હું સમજી શકું છું કે તે તેમની સંસ્કૃતિ હોઈ શકે છે, પરંતુ તમને તેનો ફાયદો નથી થઈ રહ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Shoaib Akhtar pakistan કોરોના વાયરસ પાકિસ્તાન શોએબ અખ્તર pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ