બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A festival of 35 Jain initiations was held under a single pavilion in Ahmedabad

અમદાવાદ / 35 મુમુક્ષુ, 5,29,87,003 રૂપિયાની ઉછામણી, 68 લાખનું વર્ષીદાન, 10 બાળકો સહિત 35 લોકોએ લીધી દીક્ષા

Vishal Dave

Last Updated: 06:16 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીક્ષા મહોત્સવમાં ૩૦,૦૦૦ની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો, 15 આચાર્ય ભગવંતો તેમજ આશરે 400 જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ

અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ 35 જૈન દીક્ષાનો મહોત્સવ યોજાયો. જે મહોત્સવ દીક્ષાના મહાનાયક પૂજ્ય આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં દીક્ષાની મંગળ વિધિનો 21 એપ્રિલે  પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારે ૩૦,૦૦૦ની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો. 

400 જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ 

15 આચાર્ય ભગવંતો તેમજ આશરે 400 જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો ની છત્રછાયામાં 35 મુમુક્ષુઓ સાધુજીવનના પ્રતિક સમાન ઓઘો અર્પણ કરવાની વિધિ શરૂ કરી હતી. 25 મિનિટમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના હસ્તે 35 મુમુક્ષુને ઓઘો અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં 15 ભાઈઓ હતા અને 20 બહેનો હતાં. દીક્ષાર્થીઓના હાથમાં ઓધો આવ્યા પછી તેમણે પરમાત્માને વંદન કર્યા હતા અને ત્રણ પ્રદક્ષિણા દઈને મન મૂકીને આનંદ વ્યક્ત કર્યો હતો. 

સંસારી વાઘાં ઊતારીને સાધુજીવનનાં શુભ્ર-શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા

ઓઘો અર્પણ થયા પછી મુમુક્ષુઓ તેમના જીવનનું અંતિમ સ્નાન કરવા અને સાધુ-સાધ્વીજી વેશ અંગિકાર કરવા ગયા હતા. જે બાદ તેઓએ સંસારી વાઘાં ઊતારીને સાધુજીવનનાં શુભ્ર-શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા. તે પછી શુભ મૂહુર્તે લોચની વિધિ કરવામાં આવી હતી. અને 35 મુમુક્ષુઓનાં સંસારી નામો રદ્દ કરીને સાધુજીવનનાં નૂતન નામો આપવામાં આવ્યાં હતાં.  જેમાં ભાવેશ ભંડારી જેઓ બિઝનેસમેન હતા તેનો પત્ની સાથે દીક્ષા લીધી. તેજ રીતે અન્ય લોકોએ પણ દીક્ષા લીધી...

35 દીક્ષાના મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે થયો હતો 

અમદાવાદમાં 35 દીક્ષાના મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે શરૂ થયો હતો. રવિવાર 21 એપ્રિલના મુમુક્ષુઓની વર્ષીદાન ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. વર્ષીદાન યાત્રા બાદ મુમુક્ષુઓને સાધુજીવન માટે ઉપયોગી વિવિધ ઉપકરણો વહોરાવવા માટેની કરોડો રૂપિયાની ઉછામણી બોલાવવામાં આવી હતી. જ્યાં 5 કરોડ ઉપરની ઉછમણી કરવામાં આવી હતી... 

35 મુમુક્ષુઓ પૈકી જે ટોપ ટેન ઉછામણી બોલાઈ તે નીચે મુજબ હતી

(૧) રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા : રૂ. ૬૯,૯૧,૨૨૨
(૨) માન્ય વિજયભાઈ શાહ : રૂ. ૬૫,૦૯, ૩૩
(૩) વિદિતકુમાર સુમેરમલજી મહેતા : રૂ. ૫૫,૭૫, ૨૨૨
(૪) ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી : રૂ. ૪૨,૪૨, ૫૫૫
(૫) દેવેશ નંદિષેણભાઈ રાતડિયા રૂ. ૩૪,૮૭,૦૯૬
(૬) હિનલ સંજયભાઈ જૈન : રૂ. ૨૯,૭૯,૦૦૦
(૭) ભવ્ય મહેન્દ્રકુમાર સિસોદિયા : રૂ. ૨૪,૯૬,૦૦૦
(૮) જૈની ગૌતમકુમાર કોઠારી : રૂ. ૨૧,૯૪,૦૦0
(૯) જિનલબહેન ભાવેશભાઈ ભંડારી : રૂ. ૨૦,૯૫,૦૦૦
(૧૦) હિતજ્ઞકુમાર શ્રેયાંસભાઈ સંઘવી : રૂ. ૧૫,૧૯,૯૦૬

કપાળે તિલક કરીને તેમના નિવાસસ્થાનેથી વિદાય અપાઇ 

22 એપ્રિલના વહેલી સવારે 35 મુમુક્ષુઓને કપાળે વિદાયતિલક કરીને તેમના નિવાસસ્થાનેથી વિદાય કરતાં એવી ભાવના ભાવવામાં આવી હતી કે તેઓ મોહરાજા સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરીને મોક્ષગામી બને. 35 મુમુક્ષુઓ હાથમાં શ્રીફળ લઈને દીક્ષા મંડપમાં આવ્યા તે પછી તેમણે સ્ટેજ ઉપર બનાવવામાં આવેલાં સમોવસરણ માં પરમાત્માને વંદન કરીને ત્રણ પ્રદક્ષિણા કરી હતી અને ગુરુ ભગવંતોને વિધિસર વંદન કર્યા હતા. ત્યાર બાદ તેમણે ગુરુ ભગવંતને બે હાથ જોડીને ત્રણ વિનંતીઓ કરી હતી. 

(૧) મમ મુંડાવેહ : મારા દોષોને દૂર કરવા પ્રતિમાત્મક રીતે મારું મુંડન કરો.
(૨) મમ પવ્વાવેહ : મને પ્રવ્રજ્યાનું પ્રદાન કરીને પ્રકર્ષપણે સંસારથી દૂર લઈ જાઓ.
(૩) મમ વેશં સમ્મપેહ: મને મોહ સામે લડવાના સરંજામરૂપ સાધુવેશ અર્પણ કરો.

આ પણ વાંચોઃ કરોડો રૂપિયા ત્યાગી ચાલ્યા સંયમના માર્ગે, ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી અને તેમના પત્ની લેશે દીક્ષા

ગુરુ ભગવંતે તેમને ઓઘો અર્પણ કર્યો 

આ રીતે મુમુક્ષુઓ દ્વારા માગણી કર્યા પછી ગુરુ ભગવંતે તેમને ઓઘો અર્પણ કર્યો હતો. ઓઘો અર્પણ થયા પછી મુમુક્ષુઓ સ્નાન કરીને સાધુવેશમાં સજ્જ થઈને પાછા ફર્યા હતા. ત્યાર બાદ મુમુક્ષુઓને ગુરુ ભગવંત દ્વારા લોચની વિધિ પ્રતિકાત્મક રીતે કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને સાધુજીવનના પ્રથમ સોપાન જેવી તથા સર્વ પાપોના આજીવન ત્યાગ સમાન સર્વવિરતિ ધર્મની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. દીક્ષાની વિધિના અંતિમ ચરણમાં 35 મુમુક્ષુઓનાં સંસારી નામો કાયમ માટે રદ્દ કરીને તેમને સાધુજીવનનાં નવાં નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. પાંચ દિવસના દીક્ષા મહોત્સવનો લાભ અમદાવાદના પાંચ લાખથી વધુ જૈનો દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે હાલ જે દીક્ષા લેવાઈ કાચી દીક્ષા કહેવાય છે. જેના એક મહિના બાદ વડી દીક્ષા એટલે કે મુખ્ય દીક્ષા લેવાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Deeksha Mahotsav Jain Mumukshus sadhus જૈન ધર્મ દીક્ષા મહોત્સવ Diksha Mahotsav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ