બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A fake video of an attempt to disturb peace in Ahmedabad Juhapura came to light

ફેક વીડિયો / રામ મંદિર પ્રતિષ્ઠા બાદ અમદાવાદના જુહાપુરામાં છમકલું થયું? VTV ગુજરાતીના ફેક્ટ ચેકમાં ચોંકાવનારું ખૂલ્યું

Dinesh

Last Updated: 08:21 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: મુંબઈના મીરા રોડનો વીડિયો જુહાપુરાનો ગણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જુહાપુરા તરફ નહી જવા અપીલ કરાઈ હતી

  • જુહાપુરામાં શાંતિ ડહોળવાના પ્રયાસનો વીડિયો
  • સોશિયલ મીડિયામાં ફેક વીડિયો કર્યો વાયરલ
  • અસામાજીક તત્વોના કૃત્યને સ્થાનિકોએ વખોડ્યું

અમદાવાદ શહેરમાં અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાની વાત વહેતી થઈ હતી. મુંબઈના મીરા રોડનો વીડિયો જુહાપુરાનો ગણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જુહાપુરા તરફ નહી જવા અપીલ કરાઈ હતી. VTV NEWSએ જુહાપુરામાં જઈને ખરાઈ કરતાં વીડિયો ફેક હોવાનુ જાણવા મળ્યુ હતુ. 

શાંતિ ડહોળવાના પ્રયાસ કરતો વીડિયો
અયોધ્યામાં રામલલાનુ નિજમંદિરમાં આગમન થતાં દેશભરમાં ખુશીનો માહોલ હતો. તેવા સમયે કેટલાક અસામાજીક તત્વોએ અમદાવાદના જુહાપુરા વિસ્તારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. 22 જાન્યુઆરીએ સાંજે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને શાંતિ ડહોળવાના કરેલા પ્રયાસને સ્થાનિક લોકોએ વખોડી કાઢ્યો હતો. 

વાંચવા જેવું: માતાજીના નામે ખાડો કરી કરોડો રૂપિયાનું કરી નાખ્યું, 15 વર્ષ બાદ પોલીસે ભૂગર્ભમાંથી શોધ્યો, એક કા તીન કેસ ચેતવતો

અફવા મામલે કાર્યવાહી કરવા માંગ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ તદ્દન ખોટા હોવાનો સ્થાનિક લોકોએ દાવો કરી તેવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે વેજલપુર પોલીસે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ અફવા હોવાનુ જણાવ્યુ હતુ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ