બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A businessman named Manoj Thakkar accused MLA Lovingji Thakor of extortion

સત્ય શું? / 'પતાવટ કર્યા વગર તારે જગ્યા ઉપર જવાનું નથી', જમીન વિવાદમાં MLA લવિંગજી પર ગંભીર આરોપ, બચાવમાં જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 11:04 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

patan news : લવિંગજી ઠાકોરે જણાવ્યું કે, હું મનોજ ઠક્કર કોણ છે તેને હું ચહેરાથી ઓળખતો નથી, જે મારા પર આક્ષેપો થયા છે અને ખંડણીની વાત કરી છે તે વાહીયાત વાત છે

  • લવિંગજી ઠાકોર પર વેપારીના આરોપ
  • `MLAના લોકો જમીન પર ન જવા દેવા આપે છે ધમકી'
  • આરોપ સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશઃ MLA લવિંગજી 

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર એક વેપારીએ ગંભીર આક્ષેપ કર્યા છે. લવિંગજી ઠાકોરના લોકો જમીન પર ન જવા માટે ધમકી આપતા હોવાનો વેપારીએ આરોપ લગાવ્યો છે. આ મામલે મનોજ ઠક્કર નામના વેપારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ન્યાયની માગ કરી છે તો બીજી તરફ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, વેપારીને હું ઓળખતો નથી. મારા પર લાગેલા તમામ આરોપ ખોટા છે. જો આ આરોપ સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ.

લવિંગજી ઠાકોરની પ્રતિક્રિયા
લવિંગજી ઠાકોરે જણાવ્યું કે, હું મનોજ ઠક્કર કોણ છે તેને હું ચહેરાથી ઓળખતો નથી, જે મારા પર આક્ષેપો થયા છે અને ખંડણીની વાત કરી છે તે વાહીયાત વાત છે તેમજ તદ્દન ખોટી વાત છે. તે આક્ષેપનો પુરવાર કરશે તો હું મારો જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. પરંતુ કોઈ ગરીબોની જમીન પચાવી પાડવાની તે દેવી પૂજક સમાજની જમીન હતી જેના 7-12ના ઉતારા છે, જેની કોર્ટ મેટર પણ થયેલી છે. આ લોકોના બદ ઈરાદાથી કબજો પચાવી પાડવા તેમજ દેવીપૂજકોને હેરાન કરવા પરેશાન કરતા હોય છે. જે માટે મેં પી આઈને વાત કરી કે, સાચુ હોય તે કરજો એમની હોય તો એમને આપી દેજો.

મનોજ ઠક્કરના આક્ષેપ
મનોજ ઠક્કરે જણાવ્યું કે, એમના પીએ સુરેશભાઈ ઠાકોર વકીલ મને રાજગઠી મળવા આવે છે, ત્યાં મને બોલાવીને એવું કહે છે કે તારે જગ્યા પર જવાનું નથી. મારે માપણી થઈ ગઈ હતી જેથી બીજા દિવસે જગ્યા પર જવાનુ હતું પોલીસ પ્રોટેક્શન સાથે. મેં કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, ધારાસભ્ય લવિંગજીની પતાવટ સિવાય તારે જગ્યા પર જવાનું નથી અને પતાવટનો અર્થ ખંડણી થઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ