બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / વડોદરા / A 108 feet incense burner made in Vadodara was lit on reaching Ayodhya

અયોધ્યા રામ મંદિર / અંતે 108 ફૂટની અગરબત્તી કરાઇ પ્રજ્વલિત્ત, મહંત નૃત્યગોપાલદાસજી મહારાજની હાજરીમાં કરાયા શ્રીગણેશ

Vishal Khamar

Last Updated: 01:14 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 મી જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનાં મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબતીને ટ્રેલર મારફતે અયોધ્યા મોકલવામાં આવી હતી. અગરબત્તી અયોધ્યા પહોંચી જતા તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસજી મહારાજે પ્રગટાવી હતી.

  • વડોદરાથી અયોધ્યા મોકલેલ 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી
  • નૃત્યગોપાલદાસજી મહારાજની હાજરીમાં અગરબત્તી પ્રગટાવાઈ
  • 3500 કિલો વજનની અગરબત્તી 12 હજાર કિમીનું અંતર કાપીને અયોધ્યા પહોંચાડી

વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા એક ધૂપ સળી બનાવમાં આવી છે. જેનું વજન 3500 કિલો અને 108 ફૂટ લાંબી 3 ફૂટ ના ઘેરાવા વાળી ધૂપ સળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઇ જવામાં આવી હતી.  આજથી અયોધ્યા ખાતે વિધિવત કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતથી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી.

અગરબત્તી બનાવનારને અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો
આ અગરબત્તી બનાવીને રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આ ઐતિહાસિક ઘટના ના તેઓ સાક્ષી બનવા માંગે છે. આ અગરબત્તી પંચગવ્યમાંથી તૈયાર કરવામાં આવી છે. અને તેમાં 108 કુંડ યજ્ઞ માં વપરાતી હવન સામગ્રીનો ઉપયોગ કરી આ અગરબત્તી બનાવી છે. આ અગરબત્તીમાં ગુગળ ધૂપ - 376 કિલો, કોપરાનું છીણ - 376 કિલો, ગીર ગાયનું ઘી - 191 કિલો, જવ - 280 કિલો, તલ - 280 કિલો, હવન સામગ્રી - 450 કિલો, ગાયના છાણનો ભૂક્કો - 1475 કિલો ઉપયોગ કરી કુલ - 3428 કિલો કિલો વજનની આ અગરબત્તી બનાવવામાં આવી છે, આ અગરબત્તી બનાવવા પાછળ તેઓને પાંચ લાખનો ખર્ચ થયો છે. પરંતુ તેઓને આ અગરબત્તી ત્યાં પહોંચાડતા ટ્રાન્સપોર્ટ સહિત અન્ય અંદાજે 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે.

વધુ વાંચોઃ વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં BJP નેતા સહિત 3 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર

અગરબત્તી શ્રીરામને અર્પણ કરી પ્રજ્જવલિત કરવામાં આવી
વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખીને જાણ કરી છે. અયોધ્યા ટ્રસ્ટ મંડળને પણ જાણ કરી દીધી છે. આ સિવાય  પ્રધાનમંત્રીને પણ પત્ર લખીને આ 108 ફૂટની અગરબત્તી અંગે જાણ કરી હતી. ભવ્ય શોભાયાત્રા કાઢીને આ અગરબત્તીને અયોધ્યા રામજન્મભૂમિ ખાતે લઇ જવામાં આવી હતી. આ અગરબત્તી અયોધ્યા શ્રીરામને અર્પણ કરી પ્રજ્જવલિત કરવામાં આવી હતી. આ અગરબત્તી તૈયાર કરવામાં સમગ્ર દેશના માલધારીઓ અને રામભક્તોએ સહયોગ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ