બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / VIDEO: હર્ષ સંઘવીની પાકિસ્તાનીઓને ચેતવણી, અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત, જુઓ આજના મોટા સમાચાર

8 PM News / VIDEO: હર્ષ સંઘવીની પાકિસ્તાનીઓને ચેતવણી, અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત, જુઓ આજના મોટા સમાચાર

Last Updated: 08:05 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંગ દઝાડતી ગરમી માટે રહેવું પડશે તૈયાર! ગૃહ રાજ્યમંત્રીની બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને આપી મોટી ચેતવણી, જુઓ આજના તમામ સમાચાર એક ક્લિકમાં

અંગ દઝાડતી ગરમી માટે રહેવું પડશે તૈયાર!

Ambalal Patel Forecast : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે તો અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી સુધીમાં પહોંચી શકે છે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી ૩૦ એપ્રિલ થી 5 મે સુધી ગરમીમાં વધઘટ રહી શકે છે. આ સાથે મે ની શરૂઆતમાં પ્રી મોન્સુન એક્ટિવીટી શરૂ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ તાપમાન જઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ તરફ મોરબી, સુરેન્દ્રનગર અને હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા તો રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીથી વધું જઈ શકે છે. આગામી 30 એપ્રિલ થી 5 મે સુધી ગરમી વધઘટ રહી શકે છે.

Ambalal Patel Forecast

ગૃહ રાજ્યમંત્રીની બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને ચેતવણી

પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં ગેરકાયદે રહેતા લોકોને ઓળખીને દેશની બહાર કરવાની ઝૂંબેશ મોટાપાયે શરૂ કરી દેવાઇ છે.. જે અંતર્ગત અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસનું આ આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય. નહીંતર કડક પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે આવા તમામ લોકો જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરે, નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે. તેમણે કહ્યું કે જે ઘૂસણખોરને જે આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

harsh-sanghvi

પહેલગામ હુમલાની ઘટનાને સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી

Swami Sadananda Saraswati : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે દ્વારકા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, કાશ્મીરના પહેલગામની દુ:ખદ ઘટનાની સૂચના સાંભળીને એ સમજમાં આવી ચૂક્યું છે કે, લોકો એમ કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હતો. જોકે હવે સિધ્ધ થઈ ચૂક્યું છે કે, આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્ય બનાવી તેમની હત્યા કરી છે. આ સાથે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, ધર્મ શબ્દનો અર્થ ન જાણવાને કારણે આતંકવાદને ધર્મને સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે, હત્યા કરો, ત્રેતાયુગમાં રાવણની પણ આજ કર્તવ્ય હતું, આ જ ધર્મ હતો એમનો... દ્વાપરયુગમાં કંસનો પણ આ જ ધર્મ હતો. કલિયુગમાં આ આતંકવાદી આપણી રાષ્ટ્રીયતાને નુકશાન કરી રહ્યા છે.

Swami Sadananda Saraswati

અલ્પેશ કથીરીયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વિકારી

ગોંડલના ગણેશ જાડેજાએ બે દિવસ પહેલા વિરોધીઓને આપેલી ચીમકી પર પ્રતિક્રિયા સામે આવી છે. ગણેશ ગોંડલે જેમના પર નિશાન સાધ્યું હતું તે બન્ને નેતાઓ અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલે ગોંડલ આવવાની વાત કહી છે. સુલતાનપુરમાં જાહેરસભામાં ગણેશ જાડેજાએ વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું... તેમણે કહ્યું હતું કે યુદ્ધ કરીને કોઈનું કલ્યાણ ન થાય. હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં રહીએ છીએ આવી જજો, મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે, મર્દ ના દીકરા હોઈ તો આવી જજો તેમણે કહ્યું હતું કે 200 કિલોમીટર દુરથી વીડિયો બનાવીને ગેમ ન રમો જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. .. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલ વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. આ ઉપરાંત મેહુલ બોઘરા અને વરૂણ પટેલ વિરુદ્ધ પણ નારા લગાવાયા હતા.

9---Copy-(123)---Copy---Copy---Copy---Copy---કૉપિ

કેન્દ્ર સરકારે હુમલા બાદ મીડિયા માટે જાહેર કરી એડવાઈઝરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ બતાવવાથી દૂર રહેવા માટે એક એડવાઇઝરી બહાર પાડી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ''રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા પ્લેટફોર્મ, સમાચાર એજન્સીઓ અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી સંબંધિત બાબતો પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારી નિભાવે અને હાલના કાયદા અને નિયમોનું કડક પાલન કરે''.

Media-Advisory

અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત

Jammu and Kashmir : પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પાયે શોધખોળ અને ઘેરાબંધી અભિયાન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશન દિવસ-રાત ખૂબ જ સતર્કતા સાથે ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી હેઠળ અનંતનાગ જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 175 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને સહાયતા આપતા નેટવર્કને તોડી પાડવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અનંતનાગ પોલીસે જણાવ્યું હતું કે અમે કોઈપણ સંભવિત આતંકવાદી ઉપસ્થિતિને સમાપ્ત કરવા અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે અમારા સાજેદાર સુરક્ષા દળો સાથે મળીને કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. અનંતનાગ પોલીસ જિલ્લામાં શાંતિ જાળવવા અને સામાન્ય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Jammu-and-Kashmir

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત

શનિવારે સવારે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ફિરોઝપુર ઝીરકા પોલીસ સ્ટેશન હદ હેઠળ એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ઇબ્રાહિમબાસ ગામ પાસે થયો, જ્યારે પિકઅપ ટ્રકના ચાલક એ નિયંત્રણ ગુમાવતાં સફાઈ કામ કરી રહેલા કામદારો પર પિકઅપ ટ્રક ચડાવી દીધો. આ ભયાનક અકસ્માતમાં 6 સફાઈ કર્મચારીઓએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય 5 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે 10:00 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે લગભગ ૧૧ સફાઈ કર્મચારીઓ એક્સપ્રેસ વે પર સફાઈ કામ કરી રહ્યા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે 6 કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને બૂમો પડી ગઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી.

highway-accident

આ તારીખે જોવા મળશે 'રામાયણ' ફિલ્મની પહેલી ઝલક

'દંગલ' અને 'છીછોરે' જેવી ઉત્તમ ફિલ્મો બનાવી ચૂકેલા દિગ્દર્શક નિતેશ તિવારી લાંબા સમયથી 'રામાયણ' નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. રણબીર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ વિશે દરરોજ ચર્ચા થાય છે. ચાહકો આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. જો તમે પણ આ ફિલ્મની રાહ જોનારાઓમાંના એક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. નિર્માતાઓ આ ફિલ્મનો ફર્સ્ટ લુક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. વાસ્તવમાં, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ 1 થી 4 મે દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત થવા જઈ રહી છે. બોલિવૂડ હંગામા અનુસાર, આયોજકોએ આ કાર્યક્રમમાં વિવિધ ફિલ્મ ઉદ્યોગોના મોટા નામોને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં ઉત્સાહ વધારવા માટે, 'રામાયણ'ની ટીમ એક મોટી અપડેટ આપવાની યોજના બનાવી રહી છે.

ranbir-kapoor

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ