બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / Politics / અમદાવાદના સમાચાર / 7000 NRI Hold in gujarat for indian citizenship
ADVERTISEMENT
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે 2014 પહેલા 5600 જેટલી અરજીઓ દાખલ કરાઇ હતી અને આમાંની 70 ટકા અરજીઓ મુસ્લિમો અને અન્ય પાકિસ્તાની તરફથી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હિંદુ અને ખ્રિસ્તી પાકિસ્તાનીઓ નેચરેલાઇઝેશન દ્વારા ક્યારે નાગરિકતા પ્રાપ્ત કરશે તે કહેવું અત્યારે કવેળાનું છે, કારણ કે આ કાયદાના નિયમો હજુ ઘડવાના બાકી છે. એક વખત નિયમો ઘડાયા બાદ કેટલાક મુદ્દા પર સ્પષ્ટતા થયા બાદ અમારે નિયમો પ્રમાણે આ અરજીઓનું વર્ગીકરણ કરવું પડશે અને ત્યાર બાદ નાગરિકતા માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે એવું આ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું.
નાગરિકતા કાયદા 1955માં જે એક મહત્ત્વનો ફેરફાર કરાયો
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું હતું કે નાગરિકતા કાયદા 1955માં જે એક મહત્ત્વનો ફેરફાર કરાયો છે તે એ છે કે અગાઉ ભારતમાં રહેવા માટેનો લઘુતમ સમયગાળો 11થી 12 વર્ષનો હતો, જે હવે ઘટાડીને પાંચ વર્ષનો કરાયો છે. આ સમય મર્યાદા ઉપરાંત કેટલાક માપદંડો છે કે જેની વિદેશી નાગરિકોએ સમર્થન આપતાં પુરાવાઓ ઓનલાઇન ફાઇલ કરવાના રહે છે. જો જરૂરી દસ્તાવેજો ફાઇલ કરાશે નહીં તો અરજદારને તે ઓનલાઇન અથવા ફિઝિકલી રજૂ કરવા જણાવાશે. જે ક્ષણે અરજદાર પોતાની ઓનલાઇન અરજી કરશે તે ક્ષણે તેની નકલો આપોઆપ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પહોંચી જશે. ત્યારબાદ મંત્રાલય દસ્તાવેજોની તેમજ અરજદારની પૃષ્ઠ ભૂમિની વિસ્તૃત ચકાસણી કરશે.
કેન્દ્ર દ્વારા ઘડવામાં આવનાર નિયમો અને ચકાસણીના ધોરણ પર આધારિત રહેશે
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સંપૂર્ણ સંતોષ થયા બાદ રાજ્યને ઇશ્યૂ કરવાના પ્રમાણપત્ર સાથે અરજી મંજૂર કરાશે અને ત્યાર બાદ રાજ્ય જે તે કલેક્ટર કચેરી દ્વારા અરજદારને પ્રમાણપત્ર ઇશ્યૂ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે નવા કાયદા હેઠળ પાકિસ્તાની ભારતીય હિંદુઓ દ્વારા કટ ઓફ તારીખ પહેલા દાખલ કરવામાં આવેલ તમામ અરજીઓને એકસાથે જ નાગરિકતા પ્રાપ્ત થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ બધી બાબતો કેન્દ્ર દ્વારા ઘડવામાં આવનાર નિયમો અને ચકાસણીના ધોરણ પર આધારિત રહેશે. અમે તેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.