બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / 6 foods you should eat daily to reduce risk of heart attack stroke

Healh Tips / હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આજે જ છોડી દો આ 6 વસ્તુઓ, હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો આપોઆપ થઈ જશે ઓછો

Bijal Vyas

Last Updated: 05:55 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો રોજ આ 6 વસ્તુઓનું સેવન નથી કરતા તેમને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝની સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઘણો વધારે જોવા મળે છે.

  • દર વર્ષે 15 મિલિયનથી વધુ લોકો કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને કારણે મૃત્યુ પામે છે
  • કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચવા માટે હેલ્દી લાઇફસ્ટાઇલ જીવવાની સલાહ
  • આ 6 વસ્તુઓ ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છે

Health Tips: સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેક અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર વર્ષે 15 મિલિયનથી વધુ લોકો કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને કારણે મૃત્યુ પામે છે. તેમાંથી હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. હૃદય સંબંધિત રોગો અને હાર્ટ એટેકનું મુખ્ય કારણ અનહેલ્દી લાઇફસ્ટાઇલ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તમાકુ અને સિગારેટનું સેવન છે.

ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે, તમાકુનું સેવન ન કરવાથી, મીઠું ઓછું ખાવાથી, ફળોનું સેવન કરવાથી, નિયમિત કસરત કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકાય છે. આ સિવાય સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચવા માટે હેલ્દી લાઇફસ્ટાઇલ જીવવાની સલાહ આપે છે. હેલ્થ એક્સપર્ટના મતે, કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન ન કરવાને કારણે વ્યક્તિને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે-

Topic | VTV Gujarati

આ 6 વસ્તુઓ ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છેઃ 
થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, જે લોકો ફળો, શાકભાજી, બદામ, માછલી, કઠોળ અને ફેટી ડેરી ઉત્પાદનોનું સેવન નથી કરતા તેમને હૃદય સંબંધિત રોગોનું જોખમ વધારે છે.

હેલ્દી ડાયટ મેળવવાની બીજી પદ્ધતિ 
હૃદય સંબંધિત રોગો, હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે, મહત્વનું છે કે તમે તમારા ડાયટ માં ફળો, શાકભાજી, કઠોળ, બદામ, માછલી અને ફેટી ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, જો તમે આખા અનાજ(સાબુત અનાજ જેમ કે, ઓટ્સ) અને અનપ્રોસેસ્ડ રેડમીટનું સેવન સંયમિત માત્રામાં કરો છો, તો તમે હેલ્દી ડાયટ  મેળવી શકો છો. આ સાથે, કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ પણ ઓછું થાય છે.

એવાં 8 શાકાહારી પદાર્થ કે જેમાં ઇંડાથી પણ વધારે માત્રામાં હોય છે પ્રોટીન,  ખાવાથી બનશે ગજબ બૉડી | protein rich vegetarian foods health news

શું તમે આ ખોરાકનું સેવન કરો છો?
સંશોધકો દિવસમાં 2 થી 3 વખત ફળો અને શાકભાજી, દિવસમાં એકવાર બદામ અને દિવસમાં બે વાર ડેરી ઉત્પાદનો ખાવાનું સૂચન કરે છે. સંશોધકોએ એવું પણ સૂચન કર્યું છે કે લોકોએ અઠવાડિયામાં લગભગ 3 થી 4 દિવસ કઠોળનું સેવન કરવું જોઈએ, અઠવાડિયામાં 2 થી 3 દિવસ માછલીનું સેવન કરવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું કે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આખા અનાજ, અનપ્રોસેસ્ડ રેડમીટ પણ લેવું જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ