ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 5 rules related to your money change from 1st august cash withdrawal to lpg cylinder price check

તમારા કામનું / 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, આ જાણી લો નહીંતર...

Published By: Dharmishtha

Last Updated: 08:06 AM, 29 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ઓગસ્ટથી આ નિયમોમાં ફેરફાર થતા તમારા ખિસ્સા પર અસર પડશે.

ADVERTISEMENT

  • રજાના દિવસે પણ બેંકના ખાતામાં આવશે સેલરી
  • ICICI Bankના બદલાઈ ગયા નિયમો
  • એટીએમમાંથી પૈસા કાઢવા પડશે મોંઘા

1 ઓગસ્ટથી તમારા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે. જેમાંથી કેટલાક નિયમોના તમને ફાયદા પણ થશે તો કેટલાક તમારા ખિસ્સા ખાલી પણ કરશે.

1. રજાના દિવસે પણ બેંકના ખાતામાં આવશે સેલરી

1 ઓગસ્ટ 2021થી રવિવાર હોય કે કોઈ બીજો બેંક હોલિડે તમારી સેલરી, પેન્શન, ડિવિડેન્ડ અને ઈન્ટરેસ્ટના પૈસા બેંકના ખાતામાં આવશે. જ્યારે તમારી સેલરી રજાના દિવસે નહીં રોકાય. હકિકતમાં રિઝર્વ બેંકે એલાન કર્યુ છે તે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંહ હાઉસ અઠવાડિયાના 7 દિવસમાં ઉપલબ્ધ થશે. નેશનલ  પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત NACHના માધ્યમથી બલ્ક પેમેન્ટ જેવી સેલરી, પેન્શન, વ્યાજ, ડિવિડેન્ડ વગેરેની ચૂકવણી થાય છે.  1 ઓગસ્ટથી  NACH ની સુવિધા 7 દિવ, 24 કલાક મળવાથી કંપનીઓની સેલરી હજું પણ ટ્રાન્સફર કરી શકે છે.

2. ICICI Bankના બદલાઈ ગયા નિયમો

1 ઓગસ્ટથી ICICI બેંકના એટીએમથી કેશ કાઢવું મોંઘુ પડવાનું છે સાથે ચેકબુકના નિયમો પણ બદલાવાના છે. ICICI તરફથી પોતાના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્જેક્શનની સર્વિસ આપવામાં આવે છે. 4 વાર પૈસા કાઢ્યા બાદ ચાર્જ આપવો પડશે. ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્જેક્શન પર 150 રુપિયા આપવાના રહેશે. ICICI બેંકના ગ્રાહકો પોતાની હોમ બ્રાન્ચને એક લાખ રુપિયા પ્રતિ કાઢી શકે છે. જેમાંથી વધારે હોવા પર 5 રુપિયા પ્રતિ 1000 પર આપવાનો રહેશે. હોમ બ્રાન્ચ ઉપરાંચ બીજી બ્રાંચ પૈસા કાઢવા પર પ્રતિદિન 25 હજાર રુપિયા કેશ કાઢવાનો ચાર્જ નથી. તે બાદ 1000 રુપિયા કાઢવા પર 5 રુપિયા આપવાના રહેશે.

3. એટીએમમાંથી પૈસા કાઢવા પડશે મોંઘા

1 ઓગસ્ટથી એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલામાં એટીએમ ટ્રાન્જેક્શન પર ચાર્જ વધારી દીધો છે. આરબીઆઈના ઈન્ટરચેન્જ ફી ફાઈનેશિયલ ટ્રાન્જેક્શન માટે 15 રુપિયાથી 17 રુપિયા કરી દેવામાં આવ્યો છે. નોન ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે ચાર્જ 5 રુપિયાથી વધારી 6 કરી દેવામાં આવ્યો છે.


4. 1 ઓગસ્ટથી IPPBના બદલાશે આ નિયમ

1 ઓગસ્ટ 2021થી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પોતાના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ માટે ચાર્જ લેવાનું ચાલુ કરવાની છે. હાલ IPPB ડોરસ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ નથી પરંતુ 1  ઓગસ્ટથી બેંક દરેક ગ્રાહક પાસેથી ડોર સ્ટેપ બેંકિંગ મામલામાં કેટલીક સર્વિસ પર 20 રુપયે પ્લસ જીએસટી અને જીએસટી લેશે. પોસ્ટ ઘરના પ્રોડક્ટ જેમને સુકન્યા સમૃદ્ધિ ખાતા PPF, RD, LRD માટે 20 રુપિયા પ્લસ જીએસટી આપવી પડશે. મોબાઈલ પોસ્ટપેડ અને બિલ પેમેન્ટ માટે 20 રુપિયા પ્લસ જીએસટી આપવાની રહેશે.

5. સિલેન્ડરની નવી કિંમત જારી 

1 ઓગસ્ટ એલપીજી સિલેન્ડરની કિંમતોમાંથી ફેરફાર થશે. દર મહિને પહેલી તારીખથી ઘરેલુ રસોઈ ગેસ અને કમર્શિયલ સિલેન્ડરની નવી કિંમત નક્કી કરવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cylinder LPG cash withdrawal નિયમો બેંક સિલેન્ડર Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ