બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 5 MoUs worth 1095 crore signed in presence of CM in Gujarat before Vibrant Summit

આત્મનિર્ભર / વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં CMની ઉપસ્થિતિમાં 1095 કરોડના 5 MoU સંપન્ન, 1200થી વધુ લોકોને મળશે રોજગારી

Dinesh

Last Updated: 04:24 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા, આ પાંચ MoU દ્વારા કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે.

  • વાઈબ્રન્ટ સમિટ પહેલા વધુ પાંચ એમઓયુ થયા
  • CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાંચ એમઓયુ થયા
  • 1095 કરોડનાં રોકાણ ગુજરાતમાં થશે


gandhinagar news : આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્‍ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે.

અત્યાર સુધી 7 તબક્કામાં 13,536 કરોડનો એમઓયુ થયા
આ ઉપક્રમમાં જુલાઈ-2023થી અત્યાર સુધીમાં 7 તબક્કામાં કુલ 13,536 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ MoU સાકાર થતા સમગ્રતયા 50,717 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે. પ્રતિ સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ ઉપક્રમ અંતર્ગત બુધવારે થયેલા પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.

નવા રોકાણથી 1230 જેટલા રોજગાર ઉભા થશે
આજે થયેલા MoUમાં પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoUનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને બધી જ પરવાનગીઓ સરળતાથી મળી રહે છે તે માટે MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

5 MOU Gandhinagar news Vibrant Summit Vibrant Summit 2024 વાઈબ્રન્ટ સમિટ gandhinagar news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ