417 crores will be paid to farmers under this scheme in the next 100 days, a big announcement by the Gujarat government
સહાય પેકેજ /
આગામી 100 દિવસમાં આ યોજના હેઠળ ખેડૂતોને 417 કરોડ ચૂકવાશે, ગુજરાત સરકારની મોટી જાહેરાત
Team VTV09:44 PM, 22 Dec 22
| Updated: 11:10 PM, 22 Dec 22
ખેડૂતોના ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ આગામી 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવવામાં આવશે. તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ ચૂકવાશે સહાય
આગામી 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવવામાં આવશે
માવઠાના કારણે થયેલ નુકશાનમાં ખેડૂતોને રૂ.113 કરોડની સહાય રકમ ચૂકવાઈ
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ખેડૂત હિતલક્ષી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરે ટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ - સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે.
કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ અંતર્ગત
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખરીફ ઋતુમાં રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે વરસાદમાં પાક નુકસાનમાં અસરગ્રસ્ત 2,623 ગામોના 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવાઇ- ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવવામાં આવી
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતુ કે,રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાક નુકશાનના અહેવાલ મળ્યા હતાં. જે સદંર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય રૂપ થવા કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ જાહેર કર્યું હતુ. જે અંતર્ગત ખરીફ ઋતુમાં રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે વરસાદમાં પાક નુકસાનમાં અસરગ્રસ્ત 2,623 ગામોના 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવવામાં આવી છે.
૫૨ તાલુકાઓના કુલ અસરગ્રસ્ત ૨૬૨૩ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો
મંત્રી એ વધુમાં ઉમેર્યુ હતુ કે, આ કૃષિ રાહત પેકેજ-૨૦૨૨માં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ ,સુરત, તાપી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, જુનાગઢ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૫૨ તાલુકાઓના કુલ અસરગ્રસ્ત ૨૬૨૩ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બાકી અરજીઓની ચૂકવણી ટૂંક સમયમાં કરવામાં આવશે
આ પેકેજમાં કુલ ૧,૩૮,૫૪૭ અરજીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન મળી હતી. જે પૈકી કુલ ૧,૩૪,૯૧૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જેમા કુલ ૧,૦૭,૪૯૭ ખેડૂતોને રૂ.૧૧૩.૭૯ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે ચૂકવવામાં આવી છે. જ્યારે પાત્રતા ધરાવતા બાકી અરજીઓના ચૂકવણાની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું મંત્રી એ ઉમેર્યુ હતુ.
મંત્રીએ સહાય પેકેજ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતુ કે, અસરગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડુત કે જેના પાક્ને ૩૩% અને તેથી વધુ નુકશાન હોય તેવા ખાતેદાર ખેડૂતોને કેળ સિવાયના પાકોમાં રૂ.૬૮૦૦/- પ્રતિ હેક્ટર લેખે બે (૨) હેક્ટરની મર્યાદામાં સહાય માટેની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે કેળ પાક માટે SDRF માંથી રૂ ૧૩,૫૦૦ + STATE બજેટમાંથી રૂ ૧૬,૫૦૦ એમ કુલ રૂ ૩૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે બે (૨) હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.