ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / 3D bioprinting heart by scientists

સંશોધન / વૈજ્ઞાનિકોએ બનાવ્યા 3d પ્રિન્ટિંગથી ધરાવતા હાર્ટના પાર્ટ્સ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં બનશે મદદરૂપ

Published By: vtvAdmin

Last Updated: 01:12 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વિજ્ઞાનીઓ થ્રીડી બાયો પ્રિન્ટર ટેકનોલોજીથી હાર્ટના કામ કરી શકે તેવા ભાગ બનાવવામાં સફળ થયા છે.વિજ્ઞાનીઓએ આપણા શરીરની ચામડી અને ટીશ્યુ જેમાંથી બને છે તે એક પ્રકારના પ્રોટિન કોલેજનનો જ ઉપયોગ કર્યો છે.

ADVERTISEMENT

3D bioprinting heart

વિજ્ઞાનીઓ કહે છે કે થ્રીડી પ્રિન્ટિંગ (3D bioprinting heart) ટેકનોલોજીથી એક દિવસ આખુ હદય બનાવી શકાશે. સાયન્સ (science) જર્નલમાં આ નવી શોધનો અહેવાલ પ્રસિધ્ધ થયો છે. વિજ્ઞાનીઓએ બનાવેલા હદયના કેટલાક પાર્ટસ અસલી પાર્ટસની જેમ જ બાયોકેમિકલ સિગ્નલ પેદા કરીને કામ કરી શકે છે.

વિજ્ઞાનીઓએ હદયનો વાલ્વ બનાવ્યો છે જે બરોબર કામ કરે છે.આ ટેકનિકથી બનાવેલા વાલ્વ જેવા હદયના પાર્ટનો પહેલા પ્રાણીઓ પર પ્રયોગ કરાશે અને ત્યાર પછી માનવીમાં.આ ટેકનિકથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જરુરી છે તેવા દર્દીઓને કૃત્રિમ પરંતુ જૈવિક એવા હદયથી નવું જીવન મળશે.

આમ તો મેડિકલ ક્ષેત્રે થ્રીડી પ્રિન્ટિંગનો અત્યારે વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે.અનેક પ્રકારના મેડિકલ ડિવાઇસ કે દર્દીના વિવિધ અંગો સાથે મેચ થઇ શકે તે બનાવવામાં આવી રહ્યા છે. થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીની શરુઆત આમ તો 1988થી થઇ છે.પહેલું થ્રીડી પ્રિન્ટર એક લાખ ડોલરમાં વેચાયું હતું. તે પછી ધીમે-ધીમે તેનો ઉપયોગ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બનાવવામાં થવા લાગ્યો. વિજ્ઞાનીઓ અત્યારે કિડની,લીવર સહિતના અંગો થ્રીડી પ્રિન્ટિંગથી બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.એન્જિનિયરીંગ ફિલ્ડમાં થ્રીડી પ્રિન્ટિંગનો ઉપયોગ અમેરિકા અને યુરોપીય દેશો તેમજ જાપાન અને કોરિયામાં હવે વધી રહ્યો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

3D bioprinting heart Technology heart lifestyle scientist થ્રીડી બાયો પ્રિન્ટર હાર્ટ હૃદય Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ