બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 350 crore heroin hidden in cloth roll DGP makes revelation in case of drugs seized from Kutch

પર્દાફાશ / કાપડના રોલમાં છૂપાવાયું હતું 350 કરોડનું હેરોઇન, કચ્છમાંથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે DGPએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Kishor

Last Updated: 05:41 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાંથી વધુ એક વખત  ડ્રગ્સ ઝડપાતા એજન્સીઓ અને પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા આ મામલે DGPએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

  • કચ્છમાં ડ્રગ્સ ઝડપાવા મામલે DGPની પત્રકાર પરિષદ
  • મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી: DGP
  • એક વિશેષ ટીમ બનાવીને કન્ટેનરનું ચેકિંગ હાથ ધરાયુ હતુ: DGP

ગુજરાતને ડ્રગ્સના દૂષણનું 'ઘર' ગણવામાં આવે છે તેમાં ડ્રગ્સ મામલે કચ્છનો દરિયાકાંઠો વર્ષોથી બદનામીનો માર ભોગવી રહ્યું છે છતા કચ્છ પરથી આ દૂષણની કાળી ટીલી દૂર થતી નથી. પોલીસ અને સુરક્ષા  એજન્સીઓ દિવસ-રાત સતર્ક હોય તેવા દાવા વચ્ચે પણ અવારનવાર કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. તેવામાં આજે કચ્છમાંથી ગુજરાત એટીએસને બાતમીને આધારે અધધ... કહી શકાય તેટલું 350 કરોડથી વધુની કિમતના હેરોઇનના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો. દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાંથી કરોડોનું હેરોઇન ઝડપાતા એજન્સીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ મામલે DGP એ પત્રકાર પરિષદ પરિષદ યોજી માહિતી આપી હતી. 


70 કીલો ડ્રગ્સનો જથ્થાનો કબ્જે કરાયો
તેમણે જણાવ્યુ કે, મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવી લાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી મળી હતી. જેને લઈને એક વિશેષ ટીમ બનાવીને કન્ટેનરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચેક કરતા કપડાની આડમાં છુપાવાયેલુ 70 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કાપડના રોલમાં અંદરના ભાગમાં હેરોઈનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ટોટલ 540 કાપડના રોલ માંથી 364 રોલમાં હેરોઈન હતુ. જેમાથી આશરે રૂ.375 કરોડની કિંમતના 70 કીલો ડ્રગ્સનો જથ્થાનો કબ્જે લેવામાં આવ્યો છે. આ કન્ટેનર કોણે મંગાવ્યુ હતું અને કોણે મોકલ્યુ હતું. તે દીશામાં હાલ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 
વર્ષ દરમિયાન 717 કીલો ડ્રગ્સનો જથ્થો સીઝ કરાયો
વધુમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું કે, UAEમાંથી 13 મેના રોજ કન્ટેનર આવ્યુ હતુ. કન્ટેનર પંજાબ મોકલવામાં આવ્યુ હતુ. વધુમાં DGPએ માહિતી આપતા જણાવ્યુ કે ચાલુ વર્ષમાં અત્યાર સુધી ડ્રગ્સ મામલે 6 કેસ કરવામાં આવ્યા છે. જેમાંથી 717 કીલો ડ્રગ્સનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. જેથી આશરે લગભગ 3586 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો સીઝ કરાયો છે. આ મામલે અત્યાર સુધીમાં 23 આરોપીની ધરપકડ થઈ જેમા 16 પાકિસ્તાનના શખ્સો હોવાનું સામે આવ્યુ છે. ઉપરાંત પોલીસ ઝપટે  ચડેલા 2 આરોપીઓ અફઘાનિસ્તાનના હોવાની પણ DGPએ સત્તાવાર માહિતી આપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ