બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 3 Australian players not retain by IPl Franchise

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો, IPLની ફ્રેન્ચાઈઝીએ આ 3 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો

Nikul

Last Updated: 08:49 PM, 20 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનાં 3 ખેલાડીઓને મોટો ફટકો. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિંચનાં આઈપીએલ કરારને આગળ ના વધારવાનો તેમની ફ્રેન્ચાઇઝીએ નિર્ણય લીધો.

  • ઓસ્ટ્રેલિયાનાં 3 ખેલાડીઓને આઈપીએલમાંથી બહાર
  • સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચને આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ બહારનો રસ્તો બતાવ્યો
  • રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇવેલન પંજાબે તેના ઓસ્ટ્રેલિયન પ્લેયરનાં કરારને લંબાવ્યો નહીં

ઓસ્ટ્રેલિયાનાં 3 સિનિયર ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચનાં આઈપીએલ કરારને તેમની ફ્રેન્ચાઇઝીઓએ ના લંબાવવાનો નિર્ણય લીધો છે. આ ત્રણેય પ્લેયર્સને તેમની ટીમોએ રિલીઝ કર્યા છે. સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સમાંથી તેનો કરાર પૂરો થયા બાદ રિલીઝ કરી દેવાયો છે, એરોન ફિન્ચને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. જ્યારે બીજી તરફ યુએઈમાં રમાયેલી આઈપીએલમાં કંગાળ પ્રદર્શનને લીધે ગ્લેન મેક્સવેલને પણ કિંગ્સ ઇલેવન પંજાબે તેને રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે.

સીએસકેએ સુરેશ રૈનાને રિટેન કર્યો
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનાં ખેલાડી સુરેશ રૈનાને તેમની ટીમમાં રિટેન કર્યાં છે. જોકે આઈપીએલની લાસ્ટ સિઝનમાં સુરેશ રૈના તેનાં અંગત કારણોસર નહતો રમી શક્યો. રૈના સીએસકે માટે સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન છે અને સીએસકેની બેટીંગ લાઇનને વધુ મજબૂત રાખવા માટે સુરેશ રૈનાને ટીમમાં ફરીથી જગ્યા આપવામાં આવી છે.

સ્ટીવ સ્મિથનાં પ્રદર્શન અને કેપ્ટન્સીની આલોચના થઈ હતી
સ્ટીવ સ્મિથની કપ્તાનીમાં રમાયેલ રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની લાસ્ટ સિઝનમાં પોઈન્ટ ટેબલ પર છેલ્લા સ્થાન પર રહી હતી. સ્મિથની ખરાબ કેપ્ટન્સી અને તેનાં પ્રદર્શનની ઘણી આલોચનાઓ પણ થઈ હતી 

ગ્લેન મેક્સવેલનું 2020ની આઈપીએલમાં નબળુ પ્રદર્શન રહ્યું હતું
ગ્લેન મેક્સવેલ આઈપીએલની લાસ્ટ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબનો હિસ્સો રહ્યો હતો. પણ 2020ની આઈપીએલમાં તેનું પ્રદર્શન ખૂબ નબળુ જોવા મળ્યુ હતું. તેણે 13 મેચોની ઇનિંગ્સમાં ફક્ત 108 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડરની દૃષ્ટિએ જોતા પણ મેક્સવેલે ફક્ત 3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયન વનડે કેપ્ટન ફિન્ચની લાસ્ટ આઈપીએલ સિઝન વધારે સારી નહોતી
ઓસ્ટ્રેલિયન વનડે ટીમના કેપ્ટન એરોન ફિન્ચની લાસ્ટ આઈપીએલ સિઝન વધારે સારી નહોતી નીવડી. ફિન્ચે 2010માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ફિન્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં રહીને 12 મેચોમાં ફક્ત 268 રન બનાવ્યા હતા. જેથી આ વર્ષનાં ઓક્શનમાં તેની ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

સંજૂ સેમસનને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવાયો
રાજસ્થાન રોયલ્સમાંથી સ્ટીવ સ્મિથને બહાર કાઢ્યા બાદ હવે યંગ ટેલેન્ટેડ પ્લેયર સંજૂ સેમસનને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સંજૂ સેમસને 2013માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. સંજૂએ આઈપીએલની 13મી સિઝનમાં 14 મેચોમાં 375 રન બનાવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket IPL આઈપીએલ ક્રિકેટ ભારત અને ઓસ્ટ્રેલિયા sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ