બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 23 people who had gone to perform Umrah from Godhra were cheated

છેતરપીંડી / ગોધરાથી ઉમરાહ કરવા ગયેલા 23 લોકો સાથે છેતરપિંડી: મહિલાઓ-વૃદ્ધોને હોટલમાંથી કાઢી મૂકાયા, એજન્ટો લાખોનું ઉઠામણું કરીને ફરાર

Vishal Khamar

Last Updated: 06:40 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોધરાથી ઉમરાહ યાત્રા કરવા ગયેલા 23 ગુજરાતીઓ સાથે એજન્ટ દ્વારા છેંતરપીંડી કરવામાં આવતા ત્યાં ફસાયા છે. સાઉદી અરેબિયાનાં મક્કા ખાતે લોકો અટવાયા છે. યાત્રિકોનાં પરિવારજનો દ્વારા પૈસા પર મળે અને અટવાયેલા લોકોને પરત પરત લાવવાની માંગણી કરી છે.

  • ગોધરાથી ઉમરાહ યાત્રા કરવા ગયેલા 23 લોકો ફસાયા
  • એજન્ટ દ્વારા છેતરપીંડી કરાતા યાત્રિકો ફસાયા
  • સાઉદી અરેબિયાનાં મક્કા ખાતે અટવાયા લોકો

પંચમહાલ થી ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા 21 થી વધુ લોકો એજન્ટ ના પાપે ફસાયા છે. એજન્ટ દ્વારા ઉમરાહ માટે મોકલ્યા બાદ ત્યાં પહોંચેલા યાત્રાળુઓ  રસ્તા પર આવી ગયા છે. સાઉદી અરેબિયા પહોંચ્યા બાદ હોટેલ બુકીંગ થી જિયારત સહિતની સેવાઓ નહિ મળતા અને પરત વતન આવાનો કોઈ રસ્તો ન રહેતા ભૂખ્યા તરસ્યા 23 જેટલા યાત્રાળુઓ ફસાતા પરિવારજનો ચિંતા માં મુકાયા છે.

યાત્રીકોને હોટલમાંથી કાઢી મુકતા અટવાયા

છેલ્લા 4 દિવસથી ખુલ્લા ગ્રાઉન્ડમાં ભૂખ્યા રઝળી રહ્યા હતા
ગોધરા ના પશ્ચિમ વિસ્તાર ના અંદાજીત 23 જેટલા લોકો સાઉદી અરેબિયા ના મક્કા ખાતે પવિત્ર ઉમરાહ યાત્રા માટે ગોધરા માં આવેલ અલ હયાત નામની ટુર એજન્સી દ્વારા ગત 23 સપ્ટેમ્બર ના રોજ બોમ્બે એરપોર્ટ મોકલવા માં આવ્યા હતા.પરંતુ ત્યાં વિઝા સહિત ના ડોક્યુમેન્ટ માં કવેરી આવતા બે થી ત્રણ દિવસ સુધી બોમ્બે એરપોર્ટ ખાતે અટવાવાનો વારો આવ્યો હતો. જો કે બે ત્રણ દિવસ બાદ એજન્ટ દ્વારા કોઈપણ તરકીબ અજમાવીને તમામ યાત્રાળુઓને સાઉદી અરેબિયાના જીદ્દાહ ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે ત્યાં પહોંચ્યા બાદ પણ આ યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જો કે આખરે એજન્ટ દ્વારા બતાવવામાં આવેલી હોટેલ પર પહોંચ્યા બાદ બીજે દિવસ સવારે આ તમામ યાત્રાળુઓને હોટેલના સંચાલકો દ્વારા બહાર કાઢી મુકવામાં આવ્યા હતાં.તમામ લોકો રસ્તા પર આવી જતા ભારે હાલકી વચ્ચે ખુલ્લા ગ્રાઉન્ડમાં 3 થી 4 દિવસ વિતાવવાનો વારો આવ્યો હતો.

ટ્રાવેલ્સ સંચાલક ફરાર થઈ ગયો

એજન્ટ દ્વારા છેતરપીંડી કરતા યાત્રિકો ફસાયા
બીજી તરફ ગોધરા ખાતે આવેલા અલ હયાત ટુર્સ એન્ડ ટ્રાવેલના સંચાલકોના ફોન પણ બંધ આવતા યાત્રાળુઓ નોંધારા બની ગયા હતાં. અજાણ્યા દેશમાં પોતાના પૈસા ખર્ચી જે પણ સગવડ મળે તે લઈ દિવસો પસાર કરી રહ્યા છે. જો કે બીજી તરફ બીજા લોટમાં ઉમરાહ માટે જનારા સંખ્યાબંધ લોકો ના પૈસા અને પાસપોર્ટ લઈને એજન્ટ ફરાર થઈ ગયો છે. એક વ્યક્તિ દીઠ 70 થી 80 હજાર રૂપિયા ઉઘરાવી ઓફિસે તાળા મારી દેતા ગોધરા સહિત આસપાસના વિસ્તારના સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતા એજન્ટની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે. મક્કામાં ફસાયેલા 23 થી વધારે લોકો પોતે પરત આવાની તેમજ જેના પૈસા લઈ એજન્ટ ફરાર થઇ ગયો છે. તે તમામ લોકો પૈસા પરત મેળવવાની માંગ કરી રહ્યા છે.

રતનસિંહ રાઠોડ (સાંસદ પંચમહાલ)

અટવાયેલા લોકોને પરત લાવવા વિદેશ મંત્રાયલમાં વાત કરશેઃ રતનસિંહ રાઠોડ (સાંસદ)
આ સમગ્ર મામલે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા તમામ પરિવારો ને આશ્વાસન આપવામાં આવ્યું છે. અટવાયેલા લોકોને વતન પરત લાવવા માટે પોતે વિદેશ મંત્રાલયમાં વાત કરશે અને પરિવારોને ન્યાય અપાવવા માટે પોતે તમામ પ્રયત્નો કરશે તેવુ આશ્વાસન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ