બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 18-year-old Indian native dies in USA due to extreme cold on the road

અમેરિકા / નાઈટ ક્લબમાં ન મળી એન્ટ્રી, રસ્તા પર કડકડતી ઠંડીના કારણે મોત: USAમાં 18 વર્ષના મૂળ ભારતીયનું નિધન

Priyakant

Last Updated: 11:25 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Death of Indian in USA Latest News: મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ગુમ થયેલ મૂળ ભારતીય યુવક લગભગ 10 કલાક પછી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ કેમ્પસની નજીક એક બિલ્ડિંગના વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો

Death of Indian in USA : અમેરિકામાં વધુ એક મૂળ ભારતીય યુવકનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, ઇલિનોઇસ યુનિવર્સિટીમાં 18 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી અકુલ ધવન મિત્રો સાથે નાઇટ આઉટ દરમિયાન ક્લબ નજીક ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે.  સ્થાનિક પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ અકુલ બી. ધવન મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ગુમ થયો હતો અને લગભગ 10 કલાક પછી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ કેમ્પસની નજીક એક બિલ્ડિંગના વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે કેમ્પસ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.

ક્લબમાં પ્રવેશવાની ના પાડી હોવાની ચર્ચા  
પ્રાપ્ત માહિતી અનુસાર તેને ક્લબમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ધવનના માતા-પિતાનું માનવું હતું કે, બુસે-ઇવાન્સ રેસિડેન્સ હોલ પાસે કોઈ સર્ચ કરવામાં આવ્યું ન હતું અને યુનિવર્સિટી પોલીસે પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. ANIના અહેવાલ મુજબ તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. એક પત્રમાં ધવનના માતા-પિતાએ જણાવ્યું હતું કે, માતાપિતા તરીકે, અમને જવાબ જોઈએ છે. અમે UI પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો: ભારત બાદ અમેરિકાએ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડર ઉતાર્યું, બન્યો આવું પરાક્રમ કરનાર બીજો દેશ

20મી જાન્યુઆરીએ થયું હતું મોત  
31 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેને જણાવ્યું હતું કે, પોલીસ 20 જાન્યુઆરીએ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-ચેમ્પેનના વિદ્યાર્થી અકુલ ધવનના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલી માહિતી સૂચવે છે કે, મૃત્યુ આકસ્મિક હતું અને તેમાં કોઈ અયોગ્ય રમત નથી. તેઓએ કહ્યું કે, ધવન 20 જાન્યુઆરીના રોજ સવારે 11:08 વાગ્યે (સ્થાનિક સમય) વેસ્ટ નેવાડા સ્ટ્રીટ, અર્બાનાના 1200 બ્લોકમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ધવન સાથે સંપર્ક તૂટી ગયેલા મિત્રએ પોલીસને સવારે 1:23 વાગ્યે (સ્થાનિક સમય) ફોન કર્યો હતો અને તપાસકર્તાઓએ તે કોલ પર પોલીસના પ્રતિભાવની સમયરેખા શેર કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ