બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / After India, America landed a lander on the South Pole of the Moon

સફળતા / ભારત બાદ અમેરિકાએ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડર ઉતાર્યું, બન્યો આવું પરાક્રમ કરનાર બીજો દેશ

Priyakant

Last Updated: 09:32 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Moon Landing Latest News: અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો, અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું

America Moon Landing : આપણા એટલે કે ભારતના ચંદ્રયાન-3 બાદ હવે અમેરિકાએ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કર્યો છે. વાત જાણે એમ છે કે, અમેરિકાની ખાનગી કંપની Intuitive Machines એ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. તેના રોકેટનું નામ ઓડીસિયસ અવકાશયાન ( Odysseus spacecraft ) છે. આ સાથે Intuitive Machines ચંદ્ર પર ઉતરનાર પ્રથમ કોમર્શિયલ કંપની બની ગઈ છે. અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે.

ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. Intuitive Machinesનું આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારતીય સ્પેસ રિસર્ચ કમિશનનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત ચંદ્રની સપાટી પર પહોંચનાર ચોથો અને દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો. અવકાશ નિષ્ણાતોના મતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું સામાન્ય રીતે મુશ્કેલ માનવામાં આવે છે.

50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું
વિગતો મુજબ લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન એપોલો 17 હતું, જે 1972માં ઉતર્યું હતું. ચંદ્ર પર ઉતરેલા લેન્ડરનું નામ છે - ઓડીસિયસ લેન્ડર ( Odysseus spacecraft ). તેને હ્યુસ્ટનની ઇન્ટ્યુટિવ મશીન દ્વારા બનાવવામાં આવ્યું છે. નાસા અનુસાર તેનું લેન્ડિંગ ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે થયું હતું. ચંદ્ર પર ઉતરનાર ખાનગી કંપનીનું તે પ્રથમ અવકાશયાન બની ગયું છે.

જોકે જ્યારે ઓડીસિયસ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યું ત્યારે કેટલીક ખામીને કારણે ટીમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તે સુરક્ષિત રીતે લેન્ડ થયું છે અને કામ કરી રહ્યું છે. હવે અહીંથી મિશન કેવી રીતે આગળ વધે છે તે મહત્વનું નથી લેન્ડિંગને વ્યાવસાયિક અવકાશયાન અને અમેરિકન અવકાશ ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

વધુ વાંચો: ચીની હેકર્સના દાવાથી હડકંપ: કહ્યું અમે હેક કરી લીધા ભારતના ગુપ્ત દસ્તાવેજ, રિલાયન્સ પણ નિશાના પર

મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું છે. અમેરિકાનું આ મિશન 7 દિવસ સુધી સક્રિય રહેશે. કારણ કે ઠંડીના કારણે અવકાશયાન ખરાબ થઈ શકે છે. આ સાથે દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પછી અમેરિકા બીજો દેશ બની ગયો છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો. ઓડીસિયસ  ( Odysseus spacecraft ) નું લેન્ડિંગ 14 ફેબ્રુઆરીએ થવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તેને મોકૂફ રાખવું પડ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ