બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / વડોદરા / 15 ships and 4 Dorniers and 3 helicopters stand by, Indian Coast Guard Commander Press, see how the preparations are

બિપોરજોય / બિપોરજોય 15 શિપ અને 4 ડોર્નિયર અને 3 હેલિકોપ્ટ સ્ટેન્ડ બાય, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના કમાંડરની પ્રેસ, જુઓ કેવી છે તૈયારી

Vishal Khamar

Last Updated: 05:25 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાતના વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા પણ બિપોરજોય વાવાઝોડાને લઈને સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈને વહીવટી તંત્રની સાથે આર્મી, NDRF અને SDRF ટીમો પણ તૈનાત કરાઈ છે.

  • બિપોરજોય વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ પણ એલર્ટ
  • 6 જૂનથી કોસ્ટગાર્ડ સતત રાખી રહ્યું છે નજર
  • કોસ્ટગાર્ડ દ્વારા ૧૫ શિપ અને ૪ ડોર્નિયર અને ૩ હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા 

બિપોરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાતના વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.  કોસ્ટ ગાર્ડ દ્વારા પણ બિપોરજોય વાવાઝોડાને લઈને સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈને વહીવટી તંત્રની સાથે આર્મી, કોસ્ટગાર્ડ,  NDRF અને SDRF ટીમો પણ તૈનાત કરાઈ છે.  

આ અંગે ઈન્ડિયન કોસ્ટગાર્ડનાં કમાંડર એ.કે.હરબોલાએ જણાવ્યું હતું કે, બિપોરજોય એક્સ્ટ્રિમલી સિવીયર ચક્રવાત આવી રહ્યું છે. 6 જૂનથી કોસ્ટગાર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ દરિયામાં સર્ચ અને રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા એરક્રાફ્ટ શિપ અને હિલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ કર્યું છે. દરિયામાં રહેલ માછીમારો, મિકેનાઈઝ બેટને વોર્નિંગ આપી હતી. જે અંગે મર્ચન્ટ શિપને જાણ કરવામાં આવી હતી.  જે બાદ 39 શિપ ડેઝકોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યા હતા.  ભારે ચક્રવાતનાં કારણે ગઈકાલે કોસ્ટગાર્ડની શિપ પરત આવી હતી.

૧૨ જૂન ના રોજ કિ સિંગાપોર ઓઈલ રીગ પર થી ૫૦ લોકો ને રેસ્ક્યું કરાયા હતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 8 સ્ટેશન છે. 2 ડોર્નિયર દ્વારા સર્વેલન્સ થાય છે. જે પરત બોલાવી લેવાયા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં એર સર્વેલન્સ દરમ્યાન શિપ જોવા મળ્યા હતા. જે તમામ શીપને પરત બોલાવી લેવામાં આવ્યા છે.  6 જૂન બાદ 14 ડોર્નિયર સોર્ટીઝ કરવામાં આવી અને 2 એએલએચ સોર્ટિઝ કરવામાં આવી હતી. ઓઈલ હેંડલિંગનાં લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. 12 જૂનનાં રોજ કિ સિંગાપોર ઓઈલ રીંગ પરથી 50 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. વિપરીત અસરમાં 50 લોકોને ત્રણ સોર્ટિઝ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. આ લોકોનું રેસ્ક્યું કમાંડર સુનિલ દત્ત અને કમાંડર સૌરવે હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યું ક્યા હતા. 

૧૫ શિપ અને ૪ ડોર્નિયર અને ૩ હેલિકોપ્ટર સ્ટોન્ડ બાય
મુંદ્રામાં પણ સ્પેશિયલ DIG  રાખવામાં આવ્યા છે.  જેઓ સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છે. તેમજ 15 શિપ અને 4 ડોર્નિયર અને 3 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે. તેમજ જહાજનાં 15 મશીન 1 હજાર લાઈવ જેકેટ સાથે તૈયાર રખાયા છે. તેમજ કચ્છ તરફ અમે સતત નજર રાખી રહ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ