બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / 13-year-old spine twisted, doctors performed a miracle, using a rope and a screw

મેડિકલ મિરેકલ / 13 વર્ષની કિશોરીની કરોડરજ્જુ થઈ ગઇ વાંકી, ડોકટરોએ કર્યો ચમત્કાર, દોરી અને સ્ક્રૂની મદદથી કરી સરખી

Priyakant

Last Updated: 11:46 AM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબ દેશ જોર્ડનની એક 13 વર્ષની છોકરીએ વર્ટેબ્રલ બોડી ટિથરિંગ (VBT) સર્જરી કરાવી, આ શસ્ત્રક્રિયા એ સ્કોલિયોસિસ (કરોડરજ્જુનું વળાંક) ધરાવતા દર્દીઓ માટે સર્જિકલ સારવાર છે

  • 13 વર્ષની કિશોરીની કરોડરજ્જુ થઈ ગઇ વાંકી
  • દોરી અને સ્ક્રૂની મદદથી બાળકીનું સફળ ઓપરેશન 
  • સર્જરીથી દોરડા વડે બાળકીની કરોડરજ્જુ બનાવી

વર્તમાન સમયમાં કેટલાક લોકોમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. જોકે હાલમાં એક કેસમાં 13 વર્ષની છોકરીને કરોડરજ્જુની મોટી સમસ્યા હતી. જેમાં છોકરીની કરોડરજ્જુ એક તરફ ફરતી હોય તે એક બાજુ નમેલી દેખાવા લાગી હતી. જેથી પરિવારજનોએ તત્કાલીક ડૉક્ટરને બતાવ્યા બાદ તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.  ડોક્ટરોની ટીમે આ બાળકીનું સફળતાપૂર્વક ઓપરેશન કરીને દોરડા વડે બાળકીની કરોડરજ્જુ બનાવી હતી. 

જાણો શુ છે  સ્કોલિયોસિસ (કરોડરજ્જુનો વળાંક) ? 

ઘણા લોકોમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. જેનું કારણ મુખ્યત્વે બેસવાની ખોટી મુદ્રા, નબળી જીવનશૈલી, કસરતનો અભાવ, વૃદ્ધાવસ્થા, અનિયંત્રિત ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધવું વગેરેને કારણે કરોડરજ્જુમાં દુખાવો થાય છે.  સેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અથવા અન્ય કારણોસર પણ ઘણા લોકોમાં કરોડરજ્જુનું પરિભ્રમણ થઈ શકે છે જેને સ્કોલિયોસિસ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં, કરોડરજ્જુ એક તરફ ફરે છે અને વ્યક્તિ એક બાજુ નમેલી દેખાય છે. 

13 વર્ષની છોકરીની સફળ ઓપરેશન

જે છોકરીની કરોડરજ્જુ દોરડાથી બનેલી છે તેનું નામ સલમા નાસર નવાશેહ છે. જેની ઉમર 13 વર્ષની છે. સલમા આરબ દેશ જોર્ડનની રહેવાસી છે. તેમનું ઓપરેશન દુબઈની બુર્જિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સલમા આ અનોખી સર્જરી કરાવનાર મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકા ક્ષેત્રની પહેલી છોકરી બની ગઈ છે. સલમાની કરોડરજ્જુને દોરડા વડે રીપેર કરવામાં આવી છે અને હવે તે ઓપરેશન બાદ સ્વસ્થ થઈ રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સર્જરીના બીજા જ દિવસથી સલમાએ ચાલવાનું શરૂ કરી દીધું હતું. 

કેવી રીતે થયું ઓપરેશન ? 

13 વર્ષની સલમાએ થોડા સમય પહેલા વર્ટેબ્રલ બોડી ટિથરિંગ (VBT) સર્જરી કરાવી હતી. આ સર્જરીમાં કરોડરજ્જુને દોરડા વડે ટેકો આપવામાં આવે છે અને પછી તેને સ્ક્રૂ વડે કડક કરવામાં આવે છે. સ્પાઇનનું પરિભ્રમણ યોગ્ય ન થાય ત્યાં સુધી દોરડાને સ્ક્રુની મદદથી કડક કરવામાં આવે છે. એકવાર કરોડરજ્જુ યોગ્ય સ્થિતિમાં આવે, પછી સ્પાઇનના દરેક ભાગમાં સ્ક્રૂ મૂકવામાં આવે છે. VBT સર્જરી હાલમાં અમેરિકા, ફ્રાન્સ અને જર્મની સહિતના કેટલાક દેશોમાં પ્રખ્યાત છે પરંતુ પ્રથમ વખત આ સર્જરી ઉત્તર આફ્રિકા ક્ષેત્રમાં કરવામાં આવી હતી.

અમુક બાળકોને જન્મથી જ હોય છે આ સમસ્યા ? 

અમુક કિસ્સામાં આ સમસ્યા બાળકમાં જન્મથી જ દેખાવા લાગે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્કોલિયોસિસ 10-15 વર્ષની વય વચ્ચે થાય છે. સ્કોલિયોસિસના મોટાભાગના કેસો હળવા હોય છે અને તેમને શસ્ત્રક્રિયાની જરૂર હોતી નથી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, સ્કોલિયોસિસ હૃદય અને ફેફસાં સંબંધિત સમસ્યાઓ તરફ દોરી શકે છે.

શુ કહ્યું ડોકટરોની ટીમે ? 

દુબઈની બુર્જિલ હોસ્પિટલમાં સર્જરી બાદ સલમા સ્વસ્થ થઈ રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ટૂંક સમયમાં તે પહેલાની જેમ ટેનિસ રમી શકશે. સલમાની વાત કરીએ તો તેની કરોડરજ્જુમાં 65 ડિગ્રીનો વળાંક આવ્યો હતો. દુબઈની બુર્જિલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડો. ફિરાસ હસબને આ સર્જરીનું નેતૃત્વ કર્યું હતું. ડો.ફિરાસના જણાવ્યા અનુસાર ઘણા લોકોમાં સ્કોલિયોસિસ જોવા મળે છે. તેના દર્દીઓની સારવાર ત્રણ રીતે કરી શકાય છે. અવલોકન, સ્વાસ્થ્યવર્ધક અને શસ્ત્રક્રિયા. જો કોઈ વ્યક્તિ સ્કોલિયોસિસના હળવા લક્ષણો દર્શાવે છે, તો તેની સારવાર સ્વાસ્થ્યવર્ધક દ્વારા કરી શકાય છે, પરંતુ સલમાને તેની કરોડરજ્જુમાં ઘણો વળાંક હતો તેથી તેને સર્જરીની જરૂર હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ