ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ફરી મોંઘું થઈ ગયું સોનું, કિંમતોમાં આવ્યો મોટો વધારો, જાણો અમદાવાદ સહિતના ભાવ

કારોબર / ફરી મોંઘું થઈ ગયું સોનું, કિંમતોમાં આવ્યો મોટો વધારો, જાણો અમદાવાદ સહિતના ભાવ

Published By: Hiralal Parmar

Last Updated: 10:47 AM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતો ઘટાડોનો ટ્રેન્ડ પૂરો થયો છે. 11 નવેમ્બરે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે.

ADVERTISEMENT

આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. MCX સોનાના ભાવમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે. આ ઉછાળા પછી, 10 ગ્રામ સોનાનો ભાવ 1,25,007 રૂપિયા થઈ ગયો છે. MCX ગોલ્ડ ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 0.94 ટકાના વધારા સાથે 125,137 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે માત્ર સોનાના ભાવ જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 1.12 ટકાના ઉછાળા પછી ચાંદીનો ભાવ 155407 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.

ચાંદીનો ભાવ 1.58 લાખ સુધી જઈ શકે

પૃથ્વીફિનમાર્ટ કોમોડિટી રિસર્ચ સાથે સંકળાયેલા મનોજ કુમાર જૈન કહે છે કે, "આગામી બે થી ત્રણ સત્રમાં સોનાનો ભાવ 1.26 લાખ અને ચાંદીનો ભાવ 1.58 લાખ સુધી જઈ શકે છે.

અમદાવાદમાં સોનાના કેટલા ભાવ

11 નવેમ્બરે અમદાવાદમાં સોનાના ભાવ ₹1,26,330 રહ્યો છે. તેના એક દિવસ પહેલાં 10 નવેમ્બરે અમદાવાદમાં સોનાનો ભાવ ₹1,23,870 રહ્યો હતો.

વધુ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધવા પતિએ મેડિકલ સ્ટોરમાંથી ખરીદ્યો કોન્ડોમ, તરત પત્નીને જાણ થઈ, કેવી રીતે?

સોનાના ભાવ વધવા પાછળના બે કારણો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાને કારણે થઈ રહ્યો છે. અહેવાલો સૂચવે છે કે યુએસ સેન્ટ્રલ બેંક ડિસેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. વધુમાં, સ્થિર ડોલર અને વધતા યુએસ બોન્ડ યીલ્ડથી પણ સોનાના ભાવને ટેકો મળ્યો છે. ભારતમાં લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે બજારમાં સોનાના દાગીનાની માંગ ફરી એકવાર વધશે. આ લંબાયેલી લગ્નની મોસમમાં સોનાના ભાવમાં વધારો થવાની પણ ધારણા છે. નોંધનીય છે કે દશેરા અને ધનતેરસ પછી બજારમાં સોનાના ખરીદદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold price news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ