ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 10 people died when a car fell into a valley on the Srinagar-Jammu National Highway

દુર્ઘટના / શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કાર ખીણમાં પડતાં 10 લોકો ના મોત, રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

Published By: Priykant Shrimali

Last Updated: 11:33 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir Accident Latest News: રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી અને 10 લોકોના મોત

ADVERTISEMENT

Jammu Kashmir Accident : જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, શ્રીનગર હાઈવે પર શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.

અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

વધુ વાંચો: FASTAG KYCથી લઇને LPG ગેસ..., 1 એપ્રિલથી બદલાઇ જશે આ 6 નિયમો, સીધી તમારા ખિસ્સા પર થશે અસર

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Jammu Kashmir Accident કાર ખીણમાં ખાબકી જમ્મુ-કાશ્મીર રામબન રાષ્ટ્રપતિ શ્રીનગર jammu kashmir accident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ