બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 AM, 29 March 2024
1 April : નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે અને નાણાં સંબંધિત છ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. વાત જાણે એમ છે કે, આ મોટા ફેરફારોમાં ક્રેડિટ કાર્ડ અને NPS સહિતના ઘણા નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારા રોકાણ અને નાણાં ખર્ચને અસર કરી શકે છે. ચાલો આ 6 ફેરફારો વિશે જાણીએ જે એપ્રિલ 2024 માં અમલમાં આવશે.
ADVERTISEMENT
NPS નિયમોમાં ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત બે-સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ NPS વપરાશકર્તાઓ માટે હશે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. PFRDAએ 15 માર્ચે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
SBI ક્રેડિટ કાર્ડમાં ફેરફારો
SBI કાર્ડે જાહેરાત કરી છે કે, 1 એપ્રિલ, 2024 થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું સંગ્રહ બંધ કરવામાં આવશે. આમાં AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પલ્સ અને SimplyClick SBI કાર્ડનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો
યસ બેંકે કહ્યું છે કે, જેઓ ક્રેડિટ કાર્ડ પર કેલેન્ડર ક્વાર્ટરમાં રૂ. 10 હજાર કે તેથી વધુ ખર્ચ કરે છે તેઓને મફત ડોમેસ્ટિક લોન એક્સેસ ઉપલબ્ધ થશે. બીજી તરફ જો તમે ICICI બેંક ક્રેડિટ કાર્ડ હેઠળ એક ક્વાર્ટરમાં રૂ. 35 હજાર કે તેથી વધુ ખર્ચ કરો છો તો તમને એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા મળશે. આ નિયમ 1લી એપ્રિલથી લાગુ થશે. આ સિવાય એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર ઈંધણ, વીમા અને સોના પર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જેનો અમલ 20 એપ્રિલથી કરવામાં આવશે.
ADVERTISEMENT
OLA Money Wallet
Ola Money એ જાહેરાત કરી હતી કે, તે 1 એપ્રિલ, 2024 થી દર મહિને 10,000 રૂપિયાના મહત્તમ વોલેટ લોડ પ્રતિબંધ સાથે નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વોલેટ સેવાઓ પર સંપૂર્ણપણે સ્વિચ કરી રહ્યું છે. કંપનીએ તેના ગ્રાહકોને 22 માર્ચે SMS મોકલીને આ અંગે જાણ કરી છે.
ફાસ્ટેગ કેવાયસી
જો તમે 31 માર્ચ, 2024 સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો તો તમને 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે, NHAI એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે.
ADVERTISEMENT
LPG ગેસની કિંમત
LPG સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં બદલાય છે. 1 એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. જોકે, લોકસભાની ચૂંટણી વચ્ચે આ ભાવમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.