1 room rent one and a half lakhs 84 rooms booked Siddharth Kiara marriage
પધારો મ્હારો દેશ /
1 રૂમનું ભાડું દોઢ લાખ, 84 રૂમ કર્યા બુક, સિદ્ધાર્થ કિયારાએ લગ્ન માટે પસંદ કર્યો આ રજવાડી મહેલ
Team VTV10:08 PM, 02 Feb 23
| Updated: 10:20 PM, 02 Feb 23
બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના તા. 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે. જેને લઈને ચાહકોમાં ઉત્સાહ છવાયો છે.
બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના તાંતણે બંધાશે
6 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે
જેસલમેરનો આલીશાન સૂર્યગઢ પેલેસમાં યોજાશે લગ્ન
બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેને લઈને ચાહકોમાં ઉત્સાહનો માહોલ હોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન 6 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. સિદ્ધાર્થ અને કિઆરાના લગ્ન વિશે ઘણી વાતો સાંભળવા મળી રહી છે. જો કે, સૌથી પહેલા અમે તમને તે જગ્યા બતાવીએ જ્યાં સાત ફેરા લઈને બંને જીવનનો નવો અધ્યાય શરૂ કરશે.
આ વર્ષે બીજા સૌથી મોટા લગ્ન
સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે જેસલમેરનો આલીશાન સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પછી આ વર્ષે બીજા સૌથી મોટા લગ્ન હશે. સૂર્યગઢના દરેક રુમ ભવ્ય અને શાહી અનુભવ આપે છે. સૂર્યગઢનો સૌથી સુંદર અને મોંઘો રુમ થાર હવેલી છે જેમાં ઇન્ડોર પૂલ સાથે 3 બેડરૂમ અને અદભૂત દૃશ્ય છે. આ રૂમનું એક રાત્રિનું ભાડું રૂ. 1,30,000 છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, જો ફેબ્રુઆરી મહિનામાં સૂર્યગઢમાં રહેવાની યોજના છે, તો એક દિવસનું ભાડું લગભગ 24,000 થી 76,000 રૂપિયા છે.
કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન માટે 84 રૂમ બુક કરાયા
રાત્રિના સમયે લોકગીતો, રણ અને ચારેબાજુ રોશનીથી મહેલનો નજારો જુદો જ લાગે છે. મીડિયા અહેવાલ અનુસાર સિદ્ધાર્થ અને કિઆરાને આ જગ્યા ખૂબ જ પસંદ આવી હતી, ત્યારબાદ તેઓએ અહીં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન માટે 84 રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાનો માટે 70થી વધુ લક્ઝરી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સિદ્ધાર્થ અને કિઆરાની લવ સ્ટોરી શેર શાહ ફિલ્મના સેટથી શરૂ થઈ હતી. આ વચ્ચે ઘણી વખત તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા. પરંતુ હવે બંને લગ્નજીવનના સાથી બનવા માટે તૈયાર છે.