બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Youths of Ahmedabad died at Piha Beach in Auckland

મદદ / ઓકલેન્ડના દરિયામાં ડૂબેલા બે ગુજ્જુ યુવકોના મૃતદેહને ભારત લાવવા ફંડની જરૂર, તૈયાર કરાયું ઓનલાઇન પેજ

Malay

Last Updated: 03:42 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડમાં મોતને ભેટેલા બે યુવકોના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવશે, આ માટે ફંડ એકઠુ કરવા ગુજરાતી સમાજે એક ઓનલાઇન પેજ બનાવ્યું છે.

  • ઓકલેન્ડના પીહા બીચ ખાતે અમદાવાદી યુવકોના મોત 
  • બંનેના મૃતદેહને ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ
  • મદદ કરવા ન્યૂઝીલેન્ડનો ગુજરાતી સમાજ આગળ આવ્યો

ન્યૂઝીલેન્ડમાં આવેલા ઓકલેન્ડના પીહા બીચ પર અમદાવાદના બે યુવકોના કરૂણ મોત થવાની ઘટના બની હતી. ત્યારે મૃતદેહને ભારત લાવવા પરિવારજનોને આર્થિક રીતે મદદ કરવા ન્યૂઝીલેન્ડનો ગુજરાતી સમાજ આગળ આવ્યો છે. ફંડ એકઠું કરવા માટે ગુજરાતી સમાજ દ્વારા ઓનલાઇન પેજ બનાવવામાં આવ્યું છે. મૃતકના પરિવારજનો હાલમાં ન્યૂઝીલેન્ડ ખાતે ભારતીય હાઇ કમિશનના સંપર્કમાં છે. ઝડપથી બંનેના મૃતદેહ અમદાવાદ પહોંચે તેના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

બંને મૃતકોના પરિવારજનોની મદદ  માટે આગળ આવ્યો ગુજરાતી સમાજ 
મહત્વનું છે કે, મૃતદેહ ભારત લાવવા માટે મોટો ખર્ચ થાય છે. ત્યારે મૃતક યુવકો અંશુલ શાહ અને સૌરીન પટેલના પરિવારને આર્થિક રીતે મદદ કરવા ન્યૂઝીલેન્ડના ગુજરાતી સમાજે ઓનલાઇન પેજ બનાવ્યું છે. તેમના દ્વારા ઓનલાઈન પેજ https://givealittle.co.nz/cause/support-piha-beach-victims પર લોકોને  બંને પરિવારોના આ દુઃખના સમયમાં મદદ માટે આગળ આવવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

કેવી રીતે ઘટી દુર્ઘટના
અમદાવાદના ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ,  સૌરીન પટેલ અને અપૂર્વ મોદી મિત્રો હતા. તેઓ એકબીજાને ઘણા વર્ષોથી ઓળખતા હતા અંશુલ તેમની પત્ની સાથે વર્કિંગ વિઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો. જ્યારે સૌરીન વર્ષ 2018માં ભણવા માટે ન્યૂઝીલેન્ડ ગયો હતો. તેને ગત ઓગસ્ટ મહિનામાં જ નોકરી મળી હતી. 

અંશુલ શાહ અને સૌરીન પટેલ દરીયામાં તણાયા 
ન્યૂલેન્ડ ઓકલેન્ડ ખાતે રહેતા અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે પીહા બીચ પર ફરવા ગયા હતા. તેઓની સાથે સૌરીન પટેલ પણ ગયો હતો. અંશુલ, સૌરીન અને અપૂર્વ દરિયાના પાણીમાં ગયા હતા, જ્યારે બંનેની પત્નીઓ બહાર ઊભી હતી. ત્રણેય દરિયામાં એક બોલથી રમી રહ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય ઉપર આવી ગયું હતું, જેમાં અંશુલ શાહ અને સૌરીન પટેલ દરીયામાં તણાયા હતા.

Two Gujarati youth drown in New Zealand sea, Patidar and Jain youth die

દરિયામાંથી મળી આવ્યા હતા બંનેના મૃતદેહ 
આ સાથે જ બચાવ કામગીરી માટે કૉલ આપી દેવામાં આવ્યો હતો, જેના આધારે એ વિસ્તારમાં બોટ મોકલી દેવાઈ હતી. આ દરમિયાન પરિવારજનો પાસેથી તેમને ખબર પડી હતી કે બંનેમાંથી કોઈને તરતા આવડતું નથી. બંને યુવકોને બચાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. અંતે દરિયામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદમાં તેમના પરિવારજનો આઘાતમાં છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા અંશુલ અનને સૌરીનના મૃતદેહ અમદાવાદ લાવવવામાં આવશે. બંનેના મૃતદેહોને અમદાવાદ લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ