બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાના દાગીના ખરીદતાં જ તમને મળી જાય છે આ મોટો લાભ, સોની ચુકવે છે પૈસા

બિઝનેસ / સોનાના દાગીના ખરીદતાં જ તમને મળી જાય છે આ મોટો લાભ, સોની ચુકવે છે પૈસા

Nirav Kumar

Last Updated: 07:31 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, સોનાના ઘરેણા ખરીદવા પર તમને ફ્રી વીમો મળે છે? જેમાં સોનું ચોરાઈ જવા કે ખોવાઈ જવાના કિસ્સામાં તમને સમગ્ર રિફંડ મળે છે.

સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં લોકો તેમના સોનાના દાગીના વિષે વધુ ચિંતિત થઈ રહ્યા છે. ખુબ ઓછા લોકો જાણે છે કે જ્યારે તેઓ સોનાના દાગીના ખરીદે છે ત્યારે તેમને સોનાનો વીમો પણ મળે છે. આ વીમામા દાગીના ચોરી કે ખોવાઈ જવાના કિસ્સામાં સમગ્ર રિફંડ મળે છે. તો ચાલો જાણીએ કે સોનાના દાગીના ખરીદ્યા બાદ તમે એક વર્ષનો વીમો કેવી રીતે લઇ શકો છો.

  • સોનાના દાગીનાનો વીમો

સોનાનો વીમો એ સોનાના દાગીનાના રક્ષા માટે આપવામાં આવે છે. આ વીમો કાર, ઘર કે મેડીકલ વીમાની જેમ તમારા સોનાના દાગીનાને પણ કવર કરે છે. જો વીમાના પીરીયડ દરમિયાન તમારા ઘરેણાં ચોરાઈ જાય,ખોવાઈ જાય, આગમાં નુકસાન થાય કે પૂરમાં નુકશાન થાય તો તમારી વીમા કંપની દાગીનાની કિંમત ભરપાઈ કરે છે.

  • એક વર્ષનો મળે છે ફ્રી વીમો

જ્યારે તમે મોટી દાગીનાની દુકાનમાંથી સોનું ખરીદો છો ત્યારે તે મોટા ભાગે એક વર્ષનો ફ્રી વીમો આપે છે. આ ફ્રી વીમા પોલિસીમાં કંપની તમારા નુકસાનની ભરપાઈ કરે છે. એના માટે ગ્રાહકને કોઈ એક્સ્ટ્રા ફી ચૂકવવાની જરૂર નથી હોતી.

vtv app promotion
  • કયા સંજોગોમાં ક્લેમ કરાય?

સોનાનો વીમો ચોરી, ચેઈન સ્નેચિંગ, લૂંટ, ઘરફોડ ચોરી, આગ, કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર અને પરિવહન દરમિયાન થતા નુકસાનને કવર કરે છે. અનેક પોલિસીઓ રમખાણો અને હડતાળ જેવી ઘટનાઓને પણ કવર કરે છે. પણ વીમા ક્લેમ માટે સૌથી મહત્વની જરૂરિયાત એ છે કે તમારી પાસે દાગીનાની ખરીદીની રસીદ હોવી જોઈએ. બિલ વગર ક્લેમ એક્સેપ્ટ નથી થતા.

વધુ વાંચો : આ શખ્સે શેરબજારમાં એક રુપિયો પણ રોક્યા વગર રળી લીધા 1.75 કરોડ, બની અદ્દભુત ઘટના

  • કઈ કંપનીઓ આપે છે સોના પર વીમો ?

ભારતમાં અમુક વીમા કંપનીઓ સોનાનો વીમો આપે છે. જેમાં HDFC, રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ અને રોયલ સુંદરમનો સમાવેશ થાય છે. ઝવેરીઓ મોટા ભાગે આ કંપનીઓ પાસેથી ગ્રુપ વીમા પોલિસી લે છે. મોટા ઝવેરીઓ પણ તેમની ઈન્વેન્ટરીને સુરક્ષિત રાખવા માટે ગ્રુપ વીમા પોલિસી લે છે. આ પોલિસીમાં ગ્રાહકોને વેચવામાં આવેલા દાગીના પણ ચોક્કસ સમયગાળા માટે આવરી લેવાય છે. આથી ચોરી કે નુકસાનની ઘટનામાં વીમા કંપની ગ્રાહકને રીટર્ન આપે છે. સોનાના દાગીનાનો વીમો સામાન્ય રીતે એક વર્ષ માટે હોય છે ત્યાર બાદ ગ્રાહકો ઈચ્છે તો તેને રિન્યૂ પણ કરી શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Free Insurance Gold Insurance
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ