બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 12:18 PM, 29 April 2021
ADVERTISEMENT
હવે પેરેન્ટ્સ માટે જરૂરી થઇ ગયું છે કે તેઓ બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચાઓ માટે અગાઉથી બચત અને રોકાણ શરૂ કરે. જો તમે પણ તમારા બાળકના ભવિષ્ય માટે રોકાણનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફંડ તૈયાર કરવા માટે ચાઇલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ બહુ સારો વિકલ્પ હોઈ શકે છે. તો જાણી લો આ સ્કીમ વિશે.
બાળકો માટે ખાસ મ્યુચ્યુઅલ ફંડ
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે બાળકો માટે ઘણાં ફંડ હાઉસ છે. જે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ આપે છે. જેમાં એચડીએફસી, એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ટાટા અને યુટીઆઈ જેવા ફંડ્સ ચિલ્ડ્રન પ્લાન્સ સામેલ છે. તેમાં છેલ્લા 15થી 20 વર્ષમાં વાર્ષિક 12થી 15 ટકા રિટર્ન મળ્યું છે. પેરેન્ટ્સ અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પણ વધુ વળતર મેળવી શકે છે. જો તમે તમારા બાળકોના નામે એસઆઈપી કરી રહ્યાં છો, તો ધ્યાનમાં રાખો કે રોકાણનું લક્ષ્ય ઓછામાં ઓછું 15 વર્ષ હોવું જોઈએ.
એચડીએફસી ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ
એચડીએફસી ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ 2 માર્ચ, 2001એ લોન્ચ થયું હતું. તેમાં લોન્ચ થયા બાદથી 16.12% પર રિટર્ન મળે છે. તેમાં 5000 રૂપિયા માસિક એસઆઈપીની 15 વર્ષમાં વેલ્યૂ 30 લાખ રૂપિયા થઈ જાય છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ચાઇલ્ડ કેર ફંડ
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ચાઇલ્ડ કેર ફંડ 31 ઓગસ્ટ 2001એ શરૂ કરાયું હતું. લોન્ચ થયા બાદથી તેણે 15.48 ટકા વળતર આપ્યું છે. આમાં 5000 રૂપિયાના માસિક એસઆઈપીની વેવ્યૂ 15 વર્ષમાં 24 લાખ રૂપિયા થઈ જાય છે.
એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ
એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ 21 ફેબ્રુઆરી, 2002એ શરૂ કરાયું હતું. શરૂ થયા બાદથી તેમાં 10.36 ટકા રિટર્ન મળ્યું છે. આ ફંડમાં 5000 રૂપિયા માસિક એસઆઈપીની 15 વર્ષમાં વેલ્યૂ 20 લાખ રૂપિયા થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT