મોદી સરકારની મોટી ભેટ, મોબાઇલ પર મળશે દરેક સરકારી સેવાની જાણકારી

By : krupamehta 12:50 PM, 12 July 2018 | Updated : 12:50 PM, 12 July 2018
આવનારા દિવસોમાં સરકારી સેવાઓ માટે સૂચના મેળવવા અથવે એની પ્રક્રિયા માટે લોકોને ભટકવું પડશે નહીં. કેન્દ્ર સરકાર Whatsppની તર્જ પર ઉમંગ એપમાં સંદેશ આદાન પ્રદાન કરવાની સુવિધા વાળુ ચેટ વિકસિત કરવા જઇ રહી છે. આઇટીએ આ માટેની રૂપરેખા તૈયાર કરી લીધી છે અને જલ્દીથી જ એને લાગૂ કરીને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવશે. 

આઇટી મંત્રાલય પ્રમાણે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને લોકોને સરકારી સેવાઓમાં સૂચના અને પ્રક્રિયા ની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. દેશમાં મોટા પાયા પર લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, એવામાં એમને આ માધ્યમની પૂરી સમજણ છે. મંત્રાલય આ તર્જ પર ઉમંગ એપમાં ચેટની વ્યવસ્થા વિકસિત કરવા જઇ રહ્યું છે. એને ક્ષેત્રીય ભાષાઓમાં લાગૂ કરવામાં આવશે. 

આંઘ્રપ્રદેશે પહેલાથી કરી લાગૂ
કેન્દ્રીય મંત્રાલય પ્રમાણે દેશમાં 1.21 અરબ મોબાઇલ ફોન છે. એમાંથી 45.6 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને મોટાભાગે વોટ્સએપ અથવા આ પ્રકારના ઇન્ટરનેટ ચેટનો ઉપયોગ કરે છે. સરકારે પોતાની યોજનાઓની પ્રગતિની જાણકારી લોકો સુધી પહોંચાડવા, કેન્દ્રીય યોજનાઓની પ્રક્રિયા અને એના માટે સૂચના આપવા માટે મોટાપાા પર ચેટનો પ્રયોગ કરીને સરળ વ્યવસ્થા કરી શકે છે. હાલના સમયમાં લોકો ખાસ કરીને કેન્દ્રીય યોજનાઓની પ્રક્રિયા અને એનાથી જોડાયેલી સૂચનાઓને લઇને ભટકે છે. 

દરેક વ્યક્તિ સાથે જોડાશે સરકાર
મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક ખૂણા અને દરેક વ્યક્તિથા 'ઉમંગ એપ'માં ચેટના માધ્યમથી જોડાઇ જશે. એના દ્વારા ખેડૂતો, મજૂરો, ગ્રામીણ ક્ષેત્રો  અને દુર્ગમ વિસ્તારોમાં રહેનારા લોકોને સરકારથી જોડાયેલી પૂરી સૂચના એક ક્લિકમાં પ્રાપ્ત થશે. એ ચેટના માધ્યમથી સવાલ કરીને સ્પષ્ટીકરણ પણ કરી શકશે. એવામાં એમને કોઇ પણ પ્રકારનો ભ્રમ રહેશે નહીં. Recent Story

Popular Story