બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ પર ખતરો, વૈજ્ઞાનિકોનો દાવો - બ્રહ્મપુત્ર પર બાંધથી ગમે ત્યારે આવી શકે છે તબાહી
8 ફોટો ગેલેરી
Last Updated: 08:18 PM, 10 July 2026
1/8
ચીન તિબેટમાં યારર્લુંગ ત્સાંગપો નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. પણ ચાઈનાના આ મહત્વના પ્રોજેક્ટ પર જીઓલોજિસ્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેમાં તેમનું કહેવું છે કે વિશાળ બંધ એક્ટીવ ફોલ્ટ લાઇનની ઉપર બેઠો છે અને લેન્ડસ્લાઇડ અને ભૂકંપનું જોખમ ઊભું કરે છે. ચાઇનાના જીઓલોજિસ્ટના આ તારણથી ભારત માટે તેના મોટા પરિણામો વિશે પણ ચિંતા વધી છે, જ્યાં નદી બ્રહ્મપુત્ર તરીકે વહે છે અને બાંગ્લાદેશમાં પ્રવેશતા પહેલા લાખો લોકોને સપોર્ટ આપે છે.
2/8
ચાઈનાના સ્ટેટ સ્પોન્સર્ડ જર્નલ "સેડિમેન્ટરી જીઓલોજી એન્ડ ટેથ્યાન જીઓલોજી" માં પ્રકાશિત થયેલા એક નવી સ્ટડી અનુસાર, પૈઝેન ફોલ્ટ સીધા તે વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં ચેંગડુ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇના જીઓલોજિકલ સર્વેના સંશોધકોએ ચેતવણી આપીને કહ્યું છે કે, આ ફોલ્ટ લાઇન ડેમ, રસ્તાઓ અને પુલો જેવા માળખાગત સુવિધાઓની સ્થિરતા માટે મોટો ખતરો છે.
3/8
ચાઈનાના વૈજ્ઞાનિકો તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બેઇજિંગનો વિશાળ બંધ પ્રોજેક્ટ પહેલાથી જ જીઓપોલિટિક્લ તણાવનું કેન્દ્ર બની ગયો છે. જેમાં ભારતે વારંવાર બ્રહ્મપુત્ર નદી પર ચાઈનાની એક્ટિવિટી અંગે ચિંતા વ્યક્ત કરી છે. જેમાં પાણીની સુરક્ષા, ઇકોલોજી અને નીચે તરફ રહેતા સમુદાયો માટે સંભવિત જોખમોને એડ્રેસ કરવામાં આવી છે.
4/8
આ સ્ટડી જણાવે છે કે, આ પ્રદેશનો ખડક ખુબ નાજુક છે અને છૂટક માટી મોટા પાયે ભૂસ્ખલનની સંભાવના બતાવે છે. આ બંધ થ્રી ગોર્જેસ ડેમ કરતાં ત્રણ ગણી વધુ વીજળી ઉત્પન્ન કરવા માટે બનેલ છે પરંતુ તેના પાયાની લોડ-બેરિંગ ક્ષમતા ફોલ્ટ એક્ટિવિટીને કારણે સંવેદનશીલ છે જે વિનાશ તરફ દોરી શકે છે.
5/8
6/8
7/8
પણ ચાઇનાનો દાવો છે કે આ પ્રોજેક્ટને હેતુ માત્ર જળવિદ્યુત ઉત્પન્ન કરવાનો છે, આ જીઓલોજિકલ ચેતવણી તેમના પોતાના વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારવામાં આવી છે. જે ભારત દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલી ચિંતાઓને સમર્થન આપે છે કે પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં ઇકોલોજી, પાણીની સુરક્ષા અને લાખો લોકોના જીવન પર વિનાશક અસર થશે.
8/8
ભારતમાં પ્રવેશ્યા બાદ યારલુંગ ત્સાંગપો નદી સિયાંગ નદી અને પછી બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખાય છે. જેમાં ચાઈના દ્વારા આટલો મોટો બંધ નદીના કુદરતી પ્રવાહને બદલી શકે છે. જેનાથી અરુણાચલ પ્રદેશ અને આસામમાં કૃષિ, પર્યાવરણ અને જૈવવિવિધતા પર અસર પડી શકે છે. તે સમયે અચાનક પાણી છોડવામાં આવે તો વિનાશક પૂરનું જોખમ પણ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ