બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Wrestlers Vinesh Phogat and Sakshi Malik break down while interacting with the media

યૌન શૌષણ કેસ / VIDEO : વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રડી પડી, જંતર-મંતર દેખાવમાં ભાવુક બની મહિલા પહેલવાનો

Hiralal

Last Updated: 05:05 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કુસ્તીસંઘના પ્રેસિડન્ટ બ્રજભૂષણ સામે મોરચો માંડતા મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક ખૂબ ભાવુક બનીને રડી પડ્યાં હતા.

  • કુસ્તીસંઘના ચીફ બ્રજભૂષણ સામે પહેલવાનોએ માંડ્યો મોરચો
  • મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને ખૂબ લાગી આવ્યું
  • બન્ને રડી પડી, બોલી-સાત છોકરીઓનું યૌન શૌષણ થયું તોય કાર્યવાહી નહીં 

ભારતીય કુસ્તીસંઘના પ્રેસિડન્ટ બ્રજભૂષણની ધરપકડની માગણીએ કુસ્તીબાજોએ ફરી વાર આંદોલન શરુ કર્યું છે. દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન આ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રડી પડ્યાં હતા. 

સાત સગીરાઓનું યૌન શૌષણ થયું તોય કાર્યવાહી નહીં
પહેલવાનોએ એવું પણ કહ્યું કે સાત સગીરાઓનું યૌન શૌષણ થયું છે તોય જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી અમે છેલ્લા 4 મહિનાથી રાહ જોઈ રહ્યાં છીએ એટલે કે હવે જ્યાં સુધી તેમની ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલું રાખીશું. 

પહેલવાનોની શું છે માગ
પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે અમે દિલ્હી પોલીસને લેખિતમાં ફરીયાદ આપી હતી કે સાત સગીરાઓનું યૌન શૌષણ થયું છે તોય બ્રજભૂષણ સામે ફરિયાદ થઈ નથી. 

જાન્યુઆરી 2023માં પહેલી વાર કૂસ્તીબાજોએ શરુ કર્યો હતો દેખાવ 
બ્રિજ ભૂષણ સિંઘ સામેના આક્ષેપોની તપાસ માટે ખેલ મંત્રાલયે રચેલી સમિતિએ તેનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. આ અગાઉ જાન્યુઆરીમાં મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવતા જંતર-મંતર પર વિરોધ નોંધાવ્યો હતો.

વિનેશ ફોગાટે બ્રજભૂષણ સિંહ પર મૂક્યો હતો જાતિય સતામણીનો આરોપ 
વિનેશ ફોગાટે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે કોચ વિશે એમ પણ કહ્યું હતું કે તે જાતીય સતામણી કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ