બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / WPL 2023 Auction- RCB acquire Smriti Mandhana, Harmanpreet bought by Mumbai Indians

મહિલા IPL / સ્મૃતિ મંધાનાને ખરીદવા પાંચ ટીમો વચ્ચે પડાપડી, સૌથી મોંઘા ભાવે વેચાઈ, જાણો કઈ ખેલાડીને કેટલા મળ્યાં

Hiralal

Last Updated: 03:39 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા આઈપીએલની હરાજીમાં ભારતની સ્ટાર સ્મૃતિ મંધાનાએ ઈતિહાસ રચ્યો છે. બેંગ્લુરુની ટીમે મંધાનાને સૌથી વધારે 3.40 કરોડમાં ખરીદી છે.

  • મહિલા આઈપીએલ 2023ની હરાજીનો પ્રારંભ 
  • સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ. બેંગ્લુરુની ટીમે રેકોર્ડબ્રેક 3.40 કરોડમાં ખરીદી
  • હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડમાં ખરીદી
  • વિદેશમાંથી ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્નરને મળ્યાં સૌથી વધારે 3.20 કરોડ 
  • પહેલા તબક્કામાં ટોટલ 90 ખેલાડીઓની હરાજી 

2023ની મહિલા આઈપીએલની હરાજીનો પ્રારંભ થયો છે. મુંબઈમાં યોજાયેલી મહિલ આઈપીએલની હરાજીમાં કુલ પાંચ ટીમોએ પોતપોતાની પસંદગીના ખેલાડીને ખરીદવા માટે ખજાનો ખુલ્લો મૂક્યો હતો. આઈપીએલની હરાજીમાં સૌથી પહેલી બોલી ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાના નામે લાગી છે, જેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. સ્મૃતિ માટે લગભગ તમામ ટીમોએ બોલી લગાવી  પરંતુ આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 3.40 કરોડમાં ખરીદી હતી. ભારતમાંથી સ્મૃતિ તો વિદેશમાંથી ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્નર સૌથી વધુ ભાવે વેચાઈ હતી. એશ્લેને ગુજરાત જાયન્ટસની ટીમે 3.20 કરોડમાં ખરીદી હતી. 

હરમનપ્રીત કૌર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે
ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરની બીજી બોલી લાગી છે. તેની બેઝ પ્રાઈઝ પણ 50 લાખ રૂપિયા હતી, હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડમાં ખરીદી છે.

એશ્લે ગાર્નર પર વરસ્યો પૈસાનો વરસાદ 
ઓસ્ટ્રેલિયાની અશ્લે ગાર્નરને ગુજરાત જાયન્ટ્સની ટીમે 3.20 કરોડમાં ખરીદી છે. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 50 લાખમાં ખરીદી છે. 

કઈ ટીમે કઈ ખેલાડીને કેટલામાં ખરીદી 

  •  સ્મૃતિ મંધાના - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 3.40 કરોડ (ભારત)
  •  એશલી ગાર્નર - ગુજરાત જાયન્ટ્સ, 3.20 કરોડ (ઓસ્ટ્રેલિયા)
  •  સોફી એક્લેસ્ટોન- યુપી વોરિયર્સ, 1.80 કરોડ (ઇંગ્લેન્ડ)
  •  હરમનપ્રીત કૌર - મુંબઈ ઇન્ડિયન્સ, 1.80 કરોડ (ભારત)
  •  એલિસા પેરી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.70 કરોડ (ઓસ્ટ્રેલિયા)
  •  સોફી ડિવાઇન - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • દિપ્તી શર્મા- યુપી વોરિયર્સ, 2.60 કરોડ (ભારત)
  • રેણુકા સિંહ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, 1.50 કરોડ (ભારત)
  • નેટલી સ્કીવર, મુંબઈ ઈન્ડીયન્સ, 3.20 કરોડ (ભારત)

એલિસા પેરી બેંગલુરુ તરફથી રમશે
ઓસ્ટ્રેલિયાની લેજન્ડરી ઓલરાઉન્ડર એલિસા પેરી પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે. બેંગ્લુરુની ટીમે તેને 1.70 કરોડમાં ખરીદી છે. એલિસાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.

દીપ્તિ શર્માને મળ્યાં 2.60 કરોડ
ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી દીપ્તિ શર્મા, જેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી, તેને યુપી વોરિયર્સે 2.60 કરોડમાં ખરીદી છે. ભારતની ફાસ્ટ બોલર રેણુકા સિંહને બેંગ્લુરુની ટીમે 1.50 કરોડમાં ખરીદી છે. 

કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?
પાંચ ટીમો 409માંથી 90 ખેલાડીઓ માટે બોલી લગાવશે. આ માટે દરેક ટીમ વધુમાં વધુ 18 ખેલાડીઓ ઉમેરી શકે છે જેમાં દરેક ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ જ સામેલ થઈ શકે છે. જણાવી દઈએ કે દરેક ટીમ પાસે 12 કરોડ રૂપિયાનું 'સેલરી પર્સ' હશે. પર્સમાં દર વર્ષે 1.5 કરોડ રૂપિયાનો વધારો થતો રહેશે. આ સાથે 60 ભારતીયોમાંથી ઓછામાં ઓછા 20 થી 25 ખેલાડીઓ હરાજીમાં સારી રકમમાં વેચાય તેવી અપેક્ષા છે.  જોકે, આ રકમ પુરુષોની IPLની સરખામણીમાં ઘણી ઓછી છે. તેમાં એક ટીમ પાસે 95 કરોડ રૂપિયાનું પર્સ છે. 

24 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા 
હરાજી દરમિયાન90 ખેલાડીઓની હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી 24ની સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આજની હરાજીમાં બેઝ પ્રાઇસ પાંચ બ્રેકેટ હશે જેમાં સૌથી ઓછી રૂ. 10 લાખ અને સૌથી વધુ રૂ. 50 લાખ હશે. અન્ય બ્રેકેટ રૂ. 20, 30 અને 40 લાખના હશે. જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને શફાલી વર્મા જેવી ખેલાડીઓને સૌથી વધુ બેઝ પ્રાઇસ બ્રેકેટમાં સ્થાન મળ્યું છે આ સાથે જ કુલ 13 વિદેશી ખેલાડીઓ પણ 50 લાખની મૂળ કિંમત સાથે સ્લેબમાં સ્થાન મેળવ્યું છે.

કઈ ટીમને કોણે ખરીદી 
પાંચ મોટી કંપનીઓએ મહિલા આઈપીએલની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં,  જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે. 

ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ રૂપિયા
મહિલા આઈપીએલ 2023નો હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી પરંતુ તે 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. મહિલા આઇપીએલમાં ખેલાડીઓ માટે ઈનામી રકમ રુપિયા 10 કરોડ નક્કી કરવામાં આવી છે. જ્યારે ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપ ટીમને 3 કરોડ મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

વાયકોમ-18 કંપનીએ જીત્યા મેચ દેખાડવાના રાઈટ્સ
ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આગેવાનીવાળી વાયકોમ-18 કંપનીએ મહિલા આઈપીએલની મેચ દેખાડવાના રાઈટ્સ હાંસલ કર્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ